________________
૬૭૮ ]
[ શાસનનાં શ્રમણરત્ન આદિ અનેક ઉપવાસ કરીને ધીરતા અને વીરતાપૂર્વક કર્મ સંગ્રામમાં મેહના સૈન્યને વિધ્વંસ કરવા માટે સંગ્રામ ખેલી રહ્યા છે. સેન્દ્રિયની આસક્તિ સામે રણમોરચે ચડેલો વીર યોદ્ધો એટલે સાધુ. આત્મહિતકારક પ્રવૃત્તિઓમાં સતત્ અપ્રમત્ત રમમાણ અન્તર્મુખ આરાધક, બાહ્ય સિદ્ધિ-પ્રસિદ્ધિ અને આડંબરથી સદા ન્યારો-નિરાળ અવધૂત. સાધુતાના આ આદર્શોને સાચા અર્થમાં શોભાવતા સાધ્વી શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજ ખરેખર આકૃતિથી આરાધક, પ્રકૃતિથી પ્રસન્ન અને કૃતિથી કાન્ત છે. પિતાનાં સુવિનીત શિષ્યા સાધ્વી શ્રી પદ્મયશાશ્રીજી સાથે ગ્રામાનુગ્રામ વિચરતાં અને નિજજીવનથી જ ધર્મોપદેશની આહલેક જગવતાં આ તપ–પૂત અને સંયમપૂત સાધ્વીજી મહારાજ કેટિશઃ વંદનનાં અધિકારી છે.
વાત્સલ્યવારિધિ પૂ. સાધ્વીરત્નાશ્રી પ્રિયંકરાશ્રીજી મ0
ગુજરાતની સંસ્કારનગરી વડોદરા પાસે નાનકડું પણ અત્યંત ધર્મમય સંસ્કારોથી ભરપૂર એવું રળિયામણું છાણું ગામ છે, જ્યાં ધમની મોસમ બારે માસ મઘમઘતી રહે છે. અહીં ભોયણું તીર્થને યાદ કરાવતું એવું ગગનચુંબી, ત્રણ શિખરવાળું, નયનરમ્ય શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. બહારથી દેવભવન જેવું લાગે. જોતાં જ આંખ ઠરી જાય એવી મનોહર શ્રી શાંતિનાથ પ્રભુની ભવ્ય પ્રતિમા બિરાજમાન છે. ભવોભવનાં દુઃખડાં ટળી જાય, મુક્તિસુખ મળી જાય. દુઃખીઓની દીનતા ચાલી જાય, ભૌતિક સુખની લીનતા ભાગી જાય, મક્તિમાર્ગની લયલીનતા મળી જાય એવા મનહર ભવ્ય ભગવાન જિનમંદિરમાં પ્રતિષ્ઠિત છે. એવાં જ મહાવીર સ્વામી, પાર્શ્વનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવંત આદિનાં ભવ્યાતિભવ્ય મંદિરો છે. અનેક આચાર્ય ભગવંતોની ચરણરજથી આ ભૂમિ પાવન બનેલી છે. છાણ આરાધકોની ખાણ છે. કે ઘર એવું નથી કે જ્યાંથી કઈ એક ભવ્યાત્માએ સંયમ ન લીધું હોય.
એવી પવિત્રભૂમિ છાણમાં ૭૦ વર્ષની વયે સંયમ લઈને, શ્રાવક જમનાદાસ હરાસંદ મુનિશ્રી જશવિજયજી બન્યા, અને ૧૩ વર્ષ વષીતપ કરીને આત્મસાધના કરી ગયા. તેમના સુપુત્ર ચંદુભાઈને ચાર પુત્રી અને બે પુત્ર હતા. તેમાં લાડીલા સુપુત્ર જયન્તીભાઈ આજે દીક્ષિત બનીને પૂ. આ. શ્રી વિક્રમસૂરીશ્વરજીના શિષ્ય પૂ. મુનિશ્રી જિનભદ્રવિજયજી મહારાજ નામે પ્રસિદ્ધ છે. સુપુત્રી પદ્માબેનનાં લગ્ન પ્રેમચંદભાઈ સાથે થયાં હતાં, પણ જીવનમાંથી સંયમને સહેજે અળગે કર્યો ન હતો. તેમને એક પુત્ર અને બે પુત્રીન્કુસુમ અને મંજુલા. પચ્ચીસ વર્ષની વયે પદ્માબેને દીક્ષા લીધી ત્યારે છ વર્ષની પુત્રી કુસુમે પણ દીક્ષા લીધી. પદ્માબેનને પ્રથમથી જ અસાધારણ ધર્મ પ્રીતિ હતી. પંચ પ્રતિકમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, તત્ત્વાથદિના અર્થ કર્યા હતા. સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. પદ્માબહેન સાથે ચારે બહેન તૈયાર થઈ: પદ્માબહેન, મધુબહેન, જાસૂદબહેન અને કુસુમબહેન. અમદાવાદ જઈને ગુરુદેવશ્રી દેવશ્રી મહારાજ પાસે દીક્ષાની માંગણી કરી. સં. ૧૯૯૭ના માગસર વદ ૧૦ના શુભ દિને દીક્ષા મહોત્સવ ઉજવાયે. પદ્માબહેન પૂ. શ્રી પ્રિયંકરાશ્રીજી, મધુબહેન પૂ. શ્રી મલયપ્રભાશ્રીજી, જાસૂદબહેન પૂ. શ્રી જયપ્રભાશ્રીજી અને કુસુમબહેન પૂ. શ્રી કમલપ્રભાશ્રીજી નામે ઘોષિત થયાં. પૂ. શ્રી પ્રિયંકરાશ્રીજી પૂ. સા. શ્રી ચરણ શ્રીજીનાં શિષ્યા જાહેર થયાં.
સંયમ સ્વીકારીને પૂજ્યશ્રી અપ્રમત્તપણે પંચ મહાવ્રતનું અને ત્રણ ગુપ્તિનું પાલન કરતાં હતાં. ગુર્નાદિકના વિનય વૈયાવચ્ચ કરતાં, જ્ઞાનધ્યાન ધરતાં, તાજપને પ્રાણ સમાન સ્વીકારતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org