________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૬૭૭ વર્ધમાન તપની ૧૦૦ એળીના આરાધક
પૂ. સાધ્વીજી શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજ | જિનશાસનના નમંડળમાં તરણ સમા તેજસ્વી અને તપસ્વી તરીકે તપનાં તેજકિરણોને પ્રસરાવતી અનેક પુણ્ય પ્રતિભાઓ પ્રકાશવાન બની વિલસી રહી છે. એવી જ એક પ્રભાવી પ્રતિભા એટલે સાધ્વીરત્ન શ્રી જિનેશ્રીજી મહારાજ. તેમણે કારતક વદ ૧૧ તા. ૨૨-૧૧૮૧ના દિને અંતરિક્ષને તીર્થમાં શાસનના સુભટ સમા પૂ. મુનિવર્ય શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ તથા તેઓશ્રીના શિષ્યરત્ન શ્રી જયચંદ્રવિજયજી મહારાજ આદિ મુનિગણની પાવન નિશ્રામાં વર્ધમાન તપની ૧૦૦મી એળીનું પારણું સુખરૂપ કર્યું.
પૂજ્યશ્રી મૂળ દમણ ગામના વતની. સુશ્રાવક બાબુભાઈ ઉત્તમચંદની કુળદીપિકા અને માતા જશવંતીબહેનની કુખેજજવલ કારિકા બાલિકા બાલ્યવયથી જ ધર્મના સંસ્કારોથી ઓતપ્રેત હતી. પૂજ્યપાદ કવિકુલકિરીટ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાનાં આજ્ઞાવતિની તપસ્વી સાધ્વી શ્રી સુત્રતાશ્રીજી મહારાજનું માસું દમણ થયું ત્યારથી કાન્તાને તપોધમની કાન્તતા અને કમનીયતાનું જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. ત્યારે સાત વર્ષની બાલ્યવયે કાન્તાએ જ્ઞાનપંચમી અને નવપદજીની ઓળી આદિ તપની ઓળી આદિ તપનું આરાધન કયુ. હતું. આમ, સાધ્વી શ્રી સુત્રતાશ્રીજીના સુસંગે કાન્તાના અંતરમાં સુવ્રત–સંયમરૂપી મહાવ્રત – પ્રાપ્ત કરવાના સુસંસ્કારોનું સભ્ય બીજાધાન થઈ ચૂક્યું હતું. આથી માત્ર ૧૫ વર્ષની લઘુવયમાં, દીક્ષા ન મળે ત્યાં સુધી મૂળથી ઘીને ત્યાગ કરીને કાન્તાએ જે તપોધમનું બીજવપન કર્યું તેના જ કાન્તસ્વરૂપે સાધ્વી શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજ આજે સે એ ઓળીના વિરાટ વડલાના જન્મદાતા બની શક્યાં.
વિ. સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૧૧ના દિવસે દમણ મુકામે અઢાર વર્ષની ખીલતી ચવાનીમાં કાન્તાબહેન સંસારના સઘળા શણગાર ત્યજીને અણગાર બન્યાં અને સાધ્વીશ્રી જિનેન્દ્ર, શ્રીજી સ્વરૂપે સાધ્વી શ્રી સુવતશ્રીજીનાં સુશિષ્યા બન્યાં. સંયમજીવનને કાંટાળો પંથ એ જ મુક્તિનો મંગલમય મહાપંથ છે એમ સમજીને એ ભવ્ય આત્મા આત્મસુખ પામવા કાજે આત્મહિતની સાધનાનો સાધક બન્યા. ગુરુસેવા અને તપોધની આરાધના એમનાં જીવનવ્રત બન્યાં. વિનય, તૈયાવચ્ચ અને તપોધમની સાધનામાં તત્પર આ સાધ્વીજીએ સંયમજીવનની સુંદર તાલીમ લીધી. પૂ. ગુરુવર્યોની નિશ્રામાં ઉત્તરાધ્યયનસૂત્ર અને આચારાંગસૂત્રના આયંબિલ દ્વારા ગહન કર્યા. કષાયોની ઉપશાંતિ કાજે વિનય અને તપ આદિ ગુણ જીવનને મહામૂલે મંત્ર છે, જિનાજ્ઞા પ્રતિબદ્ધ મુનિજીવનનો પ્રાણધાર છે, એમ સમજી ચૂકેલાં પૂ. સાધ્વીજીએ સં. ૨૦૧૩માં વર્ધમાન તપની ૩૨મી ઓળી શરૂ કરી ત્યારે ૫૦૦ આયંબિલ સળંગ કરવાનો સંકલ્પ કર્યો. એ તપનો પૂર્ણાહુતિ ઉત્સવ સુરતમાં સં. ૨૦૧પમાં ફાગણ માસમાં પૂજ્યપાદ મહાન શાસન પ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાદિ શિષ્ય–પરિવારના સુખદ સાનિધ્યમાં સુરતના ગોપીપુરાના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં શ્રી સિદ્ધચકાદિ મહાપૂજન સહિત સુંદર જિનભક્તિપૂર્વક ઊજવાયો હતો.
ક્ષણભંગુર એવા માનવજીવનમાં પરમ સાફલ્યને વરવા કાજે તીવ્ર તપશ્ચર્યાની આત્મકલ્યાણકારી સાધનાને સાધવા કાજે જેના મનમંદિરમાં તમન્ના અને તાલાવેલીના તાર ઝણઝણી ઊઠયા છે તેવા આ સાધ્વીરને સુંદરતમ સંયમના પાલનની સાથે સાથે વર્ષીતપ, વીસસ્થાનક તપ અને અાઈ આદિ તપની સાધના સાધી છે. અનેક છૂટક ઉપવાસ, શ્રી નવકાર મંત્રની આરાધના અંગેના પંદર, સાત, છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org