________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૬૭૫ ઉપવાસ, ચત્તારિ અઠ્ઠ દેય, ૫૦૦ આયંબિલની તપશ્ચર્યા અને વર્ધમાન તપની ઓળી કરતાં હાલ ૮૯ મી એળી પૂર્ણ કરી છે.
ત્સનાબહેનનો જન્મ જામવંથળી મુકામે વિ. સં. ૨૦૦૭ ના કારતક વદ અમાસને દિવસે થયો હતો. માતા-પિતા મુલુંડ (મુંબઈ) રહેતાં હતાં. તેથી ઘાટકોપર રત્નચિંતામણિ કન્યા વિદ્યાલયમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતે. સંઘયાત્રામાં જેસનાબહેનનો વૈરાગ્યભાવ ઘેરો બનતાં પૂ. ગુરુદેવને વિનંતી કરી, “ગુરુદેવ! સંઘયાત્રામાંથી હવે સંયમયાત્રી બનાવ.” માતાપિતાએ ખુશીથી રજા આપી. મહા સુદ ૪ ના શુભ દિને લખનૌ શહેરમાં સંઘયાત્રા મધ્યે દીક્ષા થઈ અને પૂ. સાધ્વીવર્યા શ્રી બહેન મહારાજનાં શિષ્યા સાધ્વી શ્રી સંઘયશાશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. પૂજ્યશ્રીને હસતો ચહેરે, મિલનસાર સ્વભાવ અને તપ–સેવા પ્રત્યે વિશેષ રુચિ જોઈને સહુ કે તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થતાં.
દીક્ષાના પ્રથમ દિવસથી સંઘયાત્રા દરમિયાન છેક સુધી એકાંતર આયંબિલ તપ ચાલુ રાખ્યાં. પ્રથમ ચાતુર્માસ પાલીતાણા કર્યું અને તે ચાતુર્માસમાં ૪૬ ઉપવાસની તપા કરી. આયંબિલની બે ઓળી સળંગ સાથે કરી. ચાતુર્માસ પૂર્ણ કરી ગુજરાતમાં વિહાર કરતાં ચૈત્રી, એળી માટે પૂજ્યશ્રી ધાનેરા પધાર્યા. તેમની ઉંમરના સહવતી સાધ્વીને વાત કરે કે, “મને સ્વપ્નમાં ઘણીવાર ભગવાનની પ્રતિમાજીનાં દર્શન થાય છે, અને ક્યારેક કોઈક સંકેત થાય છે.” ત્યારે તે સહુને લાગ્યું કે શુભ ભાવથી સ્વપ્નસૃષ્ટિ સજાતી હશે ! વિ. સં. ૨૦૩૧ માં પૂ. ગુરુદેવ શ્રી વિકમસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ અમદાવાદ-શાંતિનગરમાં નિશ્ચિત થયું. ચાતુર્માસ પ્રવેશદિનથી પૂ સા. શ્રી ગીત પધાશ્રીજી તથા પૂ. સા. શ્રી સંઘયશાશ્રીજીએ ૫૧ ઉપવાસ કરવાની ભાવનાથી ઉપવાસનો પ્રારંભ કર્યો. સાથે બીજા સાત સાધ્વી મહારાજે માસક્ષમણ તપને પ્રારંભ કર્યો. જેમ જેમ તપના દિવસે આગળ વધતા ગયા, તેમ તેમ અમદાવાદ શહેરમાં પરમ ઉત્સાહથી તપને જયજયકાર રેલાવા લાગ્યા. તપસ્વીઓનાં દર્શન દરરોજ સેંકડો દર્શનાથીઓ ઊભરાવા લાગ્યાં.
મહાતપસ્વીઓને શ્રાતા રહે એ આશયથી સંધના બહેનોના ઉપાશ્રયની સામે સવિતાબહેન સનાભાઈ દલાલના ઘરમાં રાખેલા. છેલ્લા દસ-બાર ઉપવાસ બાકી હતા. સાવી શ્રી સંયમશાશ્રીજી કહે કે, રાતના બહાર ઝાડ ઉપર મને વાજિંત્રોનો નાદ, નૂપુર રણકાર સંભળાય છે. આવી રીતે
જરોજ કેઈ ને કઈ દિવ્ય અનુભૂતિની વાત કર્યા કરે. બધા એમ સમજે કે, વીસ વર્ષની નાની વયની સાથ્વી છે અને આટલે મોટો તપ છે, એટલે ભાવાવેશમાં આવા આભાસ થતા હશે. છેલ્લા દસેક ઉપવાસ વખતે તે ખુદ ગુરુદેવ તપસ્વી પાસે પધારી પચ્ચખાણ આપતા. તપસ્વીઓને જઈને તેઓ ગગદ થઈ જતા; હર્ષાશ્રુથી આંખો છલકાઈ જતી. પૂ. ગુરુદેવ કહેતા, “સમતાપૂર્વક તપ કરતાં તમે સહુ કેવી સુંદર આરાધના અને પ્રભાવના કરે છે ! છેલ્લા દસ દિવસમાં અમદાવાદનાં ૧૦૮ મહિલા મંડળેએ તપસ્વીઓનાં ભક્તિગીત અને ભક્તિનૃત્ય દ્વારા સમગ્ર અમદાવાદને તપનારાથી ધમધમતું કરી મૂક્યું. સુખપૂર્વક તપશ્ચર્યા પૂર્ણ થઈ. તપસ્વીનાં પગલાં ગૃહાંગણે કરાવવા ભવ્ય બોલીઓ બેલાઈ. શ્રાવણ વદ ૮ ના પ્રાતઃકાળે સેંકડો સાધુ-સાધ્વીજી મહારાજ અને હજારો શ્રાવક-શ્રાવિકાઓને મહેરામણ ઊમટયો. તપસ્વીઓની શોભાયાત્રા નીકળી. સવ તપસ્વીઓને દાંડા-ટ્રેચર બનાવી ખુદ સાધ્વી મહારાજે ઉપાડી રહ્યાં હતાં. તપધમને જયજયકાર થતો હતો. રંગેચંગે પૂર્ણાહુતિ થતાં પારણાં થયાં. પારણાં બાદ સવ તપસ્વીઓનું સ્વાગ્ય ચકાસવા માટે ડેકટર આવ્યા હતા. સાધ્વી શ્રી સંઘયશાશ્રીજીને વિશેષ નબળાઈ જણાતી હતી. પ્રવતિની વડીલ સાધ્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org