________________
શાસનનાં શમણીરત્નો ]
( ૬ ૭૩ વધતાં તેઓશ્રીએ ૨૬ માસક્ષમણ પૂર્ણ કર્યા છે. વર્તમાનમાં પૂ. સાધ્વીવર્યાશ્રી અમદાવાદશાંતિનગર–સંસ્કૃતિ ભવનમાં ચાતુર્માસ બિરાજમાન છે. આપણે સહુ ભાવના ભાવીએ કે તેઓશ્રીનું ૨૭મું માસક્ષમણ સુંદર રીતે પરિપૂર્ણ થાય, જેથી ૧૦૮ની ભાવનાને ચતુર્થ ભાગ અવશ્ય પૂર્ણ થાય. પૂજ્યશ્રીના ગુણાનુવાદ અને અનુમોદન કરતાં કરતાં આપણામાં પણ તપશક્તિ પ્રગટે એ જ ભાવના સહ પૂજ્યશ્રીનાં ચરણમાં શતશઃ વંદના !
તપસ્વિની પૂ. સાધવજી શ્રી દીપયશાશ્રીજી મહારાજ
પૂજ્યશ્રીનો જન્મ ધર્મનગરી ખંભાતમાં થયો. પિતા નટવરલાલ અને માતા વિમળાબહેન એવા ધાર્મિક વિસ્તારમાં રહે કે જ્યાં જન્મતાંની સાથે જિનેશ્વર પરમાત્માની અને સાધુ-સાધ્વીજી મહારાજની ગુણભરી વાત સાંભળવા મળે. એવા કુટુંબમાં તા. ૨૧-૧૦-૫૧ ના શુભ દિને વિમળાબહેનની કુક્ષીએ એક પુત્રીરત્ન જગ્યું. માતાપિતાએ બાળકીનું નામ દક્ષા રાખ્યું નાની દક્ષા માતા સાથે ઉપાશ્રયે જાય. પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ વાસક્ષેપ આપતાં કહે, “તારું નામ દક્ષા નહિ, પણ દીક્ષા.” માત્ર આઠ વર્ષની બાળવયે દક્ષાએ પ્રથમ ઉપધાન કર્યું. અને ત્યારથી દીક્ષાની ભાવનાનાં બીજ રોપાઈ ગયાં.
પરંતુ ક્યારેય એવું બને કે, બહારગામ જવાની ટિકિટ એક વ્યક્તિ માટે આવી હોય, પણ જવાને નંબર બીજાને લાગી જાય. દીક્ષાની ભાવના તે પ્રથમ દક્ષાને થયેલ; પણ પ્રથમ નંબર મોટીબહેન નીલાનો લાગી ગયો. પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજની બીમારીના સમયમાં તેમના વરદ હસ્તે અંતિમ દીક્ષા નીલાબહેનની થઈ અને પૂ. સાધ્વીવર્ય શ્રી સર્વોદયાશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વી શ્રી નયપદ્માશ્રીજી બન્યાં. માત્ર ૧૪ વર્ષની બાળવયે અપ્રમત્તભાવે, નિયમિતપણે જ્ઞાન-જપ-તપ આદિ પંચાચારમાં ખૂબ આગળ વધ્યાં. પ્રકરણગ્રંથકર્મગ્રંથ-સંસ્કૃત-પ્રાકૃત, વ્યાકરણ અને તત્ત્વાર્થસૂત્રને વિશેષ અભ્યાસ કર્યો. તપમાં પણ બે માસક્ષમણ, ૫૦૦ સળગ આયંબિલ, ૧૬ ઉપવાસ, અઠ્ઠાઈ, ૬૫ આયંબિલની ઓળી, સિદ્ધિતપ આદિ અનુમોદનીય તપશ્ચર્યા કરેલ છે. વર્તમાનમાં અધ્યાપનનું કાર્ય સમુદાયમાં સુંદર રીતે કરાવી રહ્યાં છે. સુંદર મરોડદાર અક્ષરને કારણે સમુદાયની સેવાનો લાભ લઈ રહ્યાં છે.
વડીલ બહેનના પગલે ચાલવાની દક્ષાની ખૂબ આતુરતા હતી. માતા-પિતાની પણ દીક્ષા આપવાની ઇચ્છા હતી છતાં કઈ અંતરાયકર્મના કારણે વર્ષો નીકળવા લાગ્યાં. આખરે સિકંદરાબાદમાં વિ. સં. ૨૦૨૭ માં વૈશાખ વદ બીજને શુભ દિને પૂ. આચાર્યદેવ શ્રી જયંતસૂરીશ્વરજી મહારાજ, પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યદેવ શ્રી નવીનસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં દીક્ષા મહોત્સવ ઊજવાયે. અને સાધ્વી શ્રી દીપયશાશ્રીજી નામે ઘેષિત થયાં. સંયમજીવનની આરાધના શરૂ કરી. દીક્ષા સાથે જ નાના જેગ અને મોટા જોગની સળંગ આરાધના એક પણ દિવસ પાડ્યા વગર, અખંડપણે છ મહિનામાં પરિપૂર્ણ કરી. હાલ તેઓશ્રીની વય માત્ર ૩૯ વષની જ છે; પણ આટલી નાની વયે તેમની તપશ્ચર્યાની યાદી જોઈએ તો આશ્ચય થયા વિના ન રહે !
સર્વપ્રથમ માસક્ષમણ કલકત્તામાં ક્યુ. ત્યારથી તેમની તપશક્તિનો સુંદર વિકાસ થવા લાગ્યો. પૂ. સાધ્વીવર્યા ગીત પદ્માશ્રીજી મહારાજ સાથે તેઓ પણ તપશ્ચર્યાના રંગે રંગાયાં. તેઓશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org