________________
૬૭૪ ]
[ શાસનનાં શ્રમણીરત્ન પણ ૩૬ ઉપવાસ, ૫૧ ઉપવાસ, ૬૮ ઉપવાસ, ધર્મચકતપ, ૨૦ વાર વિસ ઉપવાસ, ૨૪ માસક્ષમણ, એક વર્ષમાં ૨૦ અઠ્ઠાઈની આરાધના, એક વર્ષમાં ૭૧ અદ્રમ, ૨ વષીતપ આદિ તપશ્ચર્યા કરી છે. પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ-પાલડી ગૌરવમાં બિરાજમાન હતા. પૂજ્યશ્રીની બીમારીના એ છેલ્લા દિવસે હતા. દર વખતે તે તપશ્ચર્યા લાંબી હોય કે ટૂંકી, પણ પૂ. ગુરુદેવ અડ્ડમથી વધુ પચ્ચકખાણ આપતા નહિ. પણ દીપયશાશ્રીએ છેલ્લી અઠ્ઠાઈ પ્રારંભ કરી. પૂ. ગુરુદેવે આડે ઉપવાસના પચ્ચક્ખાણ સાથે કરાવ્યાં અને બીજે દિવસે પૂ. ગુરુદેવને દેહવિલય છે.
તેઓશ્રીને જે ઉત્સાહ તપમાં છે, તે જ ઉત્સાહ સર્વ આચારમાં છે. પંચસૂત્રમાં કહ્યું છે, “આશુમેઈ એમિ સિં સાહૂણ સાહૂ કિરિએ.” દરેકે દરેક ક્રિયા-પ્રવૃત્તિ-અનુષ્ઠાનઅભ્યાસ–વૈયાવૃત્ય–ભક્તિ-તપ-જપ દરેકમાં તેમનો ફાળે હેય જ. પૂજ્યશ્રીને સ્વભાવ મિલનસાર અને વ્યક્તિત્વ પ્રસન્નચિત્ત, એટલે સહુ કેઈન પ્રીતિપાત્ર બની રહે! આટલી નાની વયમાં આટલી દીર્ઘ તપશ્ચર્યા કરનારની કઈ અનુમોદના ન કરે!
પૂજ્યશ્રીના પગલે નાની બેન સુરેખાએ પણ સિદ્ધાચલ મહાસંઘયાત્રામાં શંખેશ્વરમાં દીક્ષા લીધી અને શ્રી દીપયશાશ્રીજીના શિષ્યા શ્રી તારકયશાશ્રીજી બન્યા. માસક્ષમણ–વવી તપ-વર્ધમાન તપની ઓળી આદિ તપશ્ચર્યામાં તેઓ પણ પ્રવૃત્ત છે. નિષ્કામ સેવાભાવી આ સાધ્વીજી વૈયાવૃત્યભક્તિનો લાભ ઉઠાવી સર્વ વડીલનાં દિલને જીતી રહ્યાં છે, આ લખાય છે ત્યારે સાધ્વીવર્યા શ્રી દીપયશાશ્રીજી મહારાજના રૂપમાં માસક્ષમણનો પ્રારંભ થઈ ગયેલ છે. મુંબઈ-પ્રાર્થના સમાજમાં પૂ. આચાર્યદેવશ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં માસક્ષમણનો રજત મહોત્સવ આજિત થયા. પૂજ્યશ્રીની તપશ્ચર્યાએ નિર્વિદને પરિપૂર્ણ થાઓ એવી ભાવના ભાવતાં કોટિ કોટિ વંદના!
૫૧ ઉપવાસના તપસ્વીની પૂ. સાધ્વીજી શ્રી સંઘયશાશ્રીજી મહારાજ
પૂ. આચાર્યદેવ શ્રી જયંતસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આચાર્યદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની પુનિત નિશ્રામાં કલકત્તાથી સિદ્ધાચલજીની છરી પાલિત મહાસંઘયાત્રા વિ. સં. ૨૦૩૦માં નીકળી હતી. જિનશાસનના ઇતિહાસમાં એક સુર્વણ પૃષ્ઠરૂપ આ સંઘયાત્રાની યાત્રિક મમક્ષ બ લિકા જપેત્સના પણ હતી. પિતા પ્રેમચંદભાઈ અને માતા સમબેન આ સુપુત્રીની વૈરાગ્યભાવનાનાં પ્રેરક હતાં. પૂ. મુનિશ્રી પદ્મયશવિજયજી મહારાજ તથા પૂ. સા. શ્રી સુધાંશુયશાશ્રીજી મહારાજ–આ બંને તેમનાં સંસારી માસિયાઈ ભાઈ-બહેન થાય. પૂ. મુનિશ્રી પદ્મયશવિજયજી મહારાજે તીર્થપ્રભાવક પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. પિતા જેચંદભાઈ અને માતા શાંતાબેનના આ કુળદીપકની દીક્ષા મુલુંડમાં થઈ. દીક્ષા ગ્રહણ કરીને વિનય–સેવા-વૈયાવૃત્ય આદિ ગુણોને ખૂબ ખીલવ્યા. પૂ. ગુરુદેવની કૃપાએ તિષને સારે અભ્યાસ કર્યો. ઉત્તમ શુભ મુહૂર્તી જોવામાં પૂ. ગુરુદેવ સાથે તેઓ હોય જ. સમુદાયમાં લાન– બાલ-વૃદ્ધ સવની સેવા કરવામાં સદાય તત્પર રહે. તેમની શુભ પ્રેરણા પામીને સંસારી બહેને દીક્ષા લીધી અને સાધ્વીવર્યા સદશ્રીજી મહારાજને જીવન સમર્પિત કરી સાધ્વી સુધાંશુયશાશ્રીજી બન્યાં. દીક્ષિત જીવનમાં તેઓશ્રીએ પણ સુંદર જ્ઞાનારાધન સાથે તપગુણ વિકસાવ્યા. અડ્ડાઈ, ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org