________________
શાસનનાં શમણીરત્ન ]
હતાં. નવકાર મહામંત્રને પ્રાણ સમાન માનતાં હતાં. તેમનાં સંસારી મોટાંબહેન કંચનબહેનની પુત્રી જાસૂદબહેન ૧૮ વર્ષે દીક્ષા અંગીકાર શ્રી જયલમી શ્રીજી નામે તેઓશ્રીના શિષ્યા બન્યાં. સં. ૨૦૦૫ના મહા વદ પાંચમે તેમનાં સંસારી નાની પુત્રી મંજુલાબહેને ૧૧ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરી. ત્યારબાદ ઝીઝવાડામાં સં. ૨૦૦૮ના ચાતુર્માસ વખતે ચાર બાળાઓને સંયમ માટે સજજ કરી અને ચારેયની કમશઃ દક્ષા થઈ. આમ, સંયમમાગે લઈ જવાને અનેકને સહાયભૂત થયાં.
સં. ૨૦૨૪ના ફાગણ સુદ ૧૪ના દિવસે બીલીમોરામાં અપૂર્વ આરાધના કરી અને કરાવી. ત્યાંથી ફાગણ વદ ૧ ના વિહાર કરી ડુંગરી ગામે પધાર્યા. ત્યાં એક દિવસ સ્થિરતા કરી. તે રાતે બે વાગે તેઓશ્રીને દેવે દર્શન દીધાં. પહેલાં તેજપુંજ દેખાયો. પછી જિનમંદિરનાં એટલે પૂજ્યશ્રીએ તત્કાલ ઊભાં થઈને પ્રભુની સામે બેસીને ચૈત્યવંદન કર્યું. ત્યાર બાદ તેઓ બાઘાં, “ચાલે અમારી સાથે. ક્યાં સુધી તમારે અહીં બેસી રહેવું છે કે, આ સુવર્ણાક્ષરે લખેલે પત્ર.” આ પ્રમાણે કહીને દેવ ચાલ્યા ગયા. બીજે દિવસે, ફાગણ વદ ૨ ને શનિવારે સવારે ૬-૧૫ વાગ્યે ડુંગરીથી વલસાડ તરફ વિહાર શરૂ કર્યો. સ્ટેશનની કેબીન આવી ત્યાં જ ગભરામણ શરૂ થઈ. નમિઉણ ચલતું હતું. પિતે તે મુખેથી ‘નમો અરિહંતાણું, નમે સિદ્વાણું પદોનું સ્મરણ કરતાં હતાં. તેઓશ્રીએ કહ્યું કે, “ગમે તે થાય. મને વિરાધના કરાવતા નહીં. મારા સંયમજીવનને દોષિત કરતા નહી.' નવકાર મંત્રની ધૂન ચાલુ હતી. અને તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં.
આ સમાચાર સાંભળી વલસાડ, છાણી, ભરૂચ આદિ સ્થળોએથી લેકે દોડી આવ્યા. વલસાડમાં ભવ્ય રમશાનયાત્રા નીકળી. તેમના સંસારી સુપુત્ર ડાહ્યાભાઈ પ્રેમચંદ શાહે સારી ઉછામણી બોલીને અગ્નિસંસ્કાર કર્યા. ફાગણ વદ ૫ ને મંગળવારે વલસાડ દેરાસરમાં અપૂર્વ ઘંટનાદ થયે તે આશ્ચર્યકારી ઘટના હતી. એવાં એ સાધ્વીવર્યા શ્રી પ્રિયંકરાશ્રીજી મહારાજને કોટિ કોટિ વંદના !
પરમ પ્રભાવી તપસ્વિની પૂ. સાધવી શ્રી જયપધાશ્રીજી મહારાજ છાણી તે દીક્ષાની ખાણ છે, એ કહેવત હવે સહજ બની ગઈ છે. ત્યાં પિતા ભીખાભાઈ અને માતા મંગુબહેનની લાડલી વિલાસબહેન સં. ૧૯૮૭માં અવતરી, પરંતુ બાળપણથી ધાર્મિક સંસ્કારમાં ઊછરતી વિલાસને વૈરાગ્યની વિલાસિતાને રંગ લાગ્યા હતા. એટલે સં. ૨૦૦૩ માં વાપી મુકામે પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી પૂ. સા. શ્રી સૂર્ય પ્રભાશ્રીજી મહારાજના શિષ્યા રૂપે પૂ. સા. શ્રી જયપધ્ધાશ્રીજી નામે ઘોષિત થયાં. સંયમ
તપ-આરાધન અને અધ્યયનમાં મગ્ન બની રહ્યા. ૧૬ ઉપવાસ, ચત્તારિ અરૃ, વષીતપ અઠ્ઠ, વષીતપ આદિ તપસ્યાઓ દ્વારા શાસન પ્રભાવના કરી રહેલાં એ તપસ્વીને શતશઃ વંદના!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org