________________
પૂ. આ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયવતી પ્રભાવક સાથ્વીરત્નોનાં ચરિત્રો તથા
સમુદાયની વિસ્તૃત નામાવલિ
શાસનપ્રભાવક દ્રવ્યાનુયોગના પરમાભ્યાસી સ્વર્ગસ્થ પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજય મેહનસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયવતી અને વર્તમાનમાં ગચ્છાધિપતિ સાહિત્યકલારત્ન પૂ. આ. શ્રીમદ વિજયયશદેવસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવતી સાધ્વીસમુદાયની સંખ્યા ૨૫૩ને જેમાં વિદ્યમાન સંખ્યા ૧૫ છે. અહીં આ સમુદાયનાં કેટલાંક પ્રાપ્ત થયાં તે પ્રભાવક સાથ્વીરતનેનાં જીવનચરિત્રો પ્રગટ કરવામાં આવ્યાં છે. ઉપરાંત આ સાથ્વી સમુદાયના મુખ્ય-પ્રમુખ સાધ્વીજી શ્રી ગુલાબશ્રીજી મહારાજના પરિવારની તથા તેમની શાખા-પ્રશાખાઓ રૂપે નામાવલિ વિસ્તૃત માહિતી સાથે પ્રગટ કરવામાં આવે છે.
– સંપાદક
પ્રભાવશાળી તેજોમૂર્તિ – ૧૨૫ સાધ્વીજીના વડા પ્રવર્તિની સાધ્વીજી શ્રી કલ્યાણ શ્રીજી મહારાજ
જૈનપુરી તરીકે પંકાયેલા અમદાવાદ-રાજનગરની નાગજી ભૂધરની પિળમાં વસતા વીશા શ્રીમાળી જ્ઞાતિના ભદ્રિક પરિણામી ધર્માત્મા શેઠ છગનભાઈ ઉમેદચંદનાં ધર્મપત્ની વિજયાબહેનની કુક્ષીએ સં. ૧૯૪૧માં એક પુત્રીરત્નને જન્મ થયો. પુત્રીનું નામ કેવળબહેન રાખવામાં આવ્યું. ત્રણ ભાઈઓ અને એક બહેન વચ્ચે ઊછરતાં કેવળીબહેનને નાનપણથી ધાર્મિક શિક્ષણ અને સંસ્કાર પ્રાપ્ત થયાં હતાં. પિળમાં આવતાં સાધુ-સાધ્વીજીઓના સમાગમથી વૈરાગ્યભાવ ઉદિત થતા હતા. પરંતુ માતાપિતાના આગ્રહથી સંસારમાં જવું પડ્યું. તેમ છતાં, વિધિનું વિધાન કંઈ જુદુ જ હતું. લગ્ન પછી થોડા જ સમયમાં પતિનું અવસાન થતાં કેવળીબહેનને વૈધવ્ય પ્રાપ્ત થયું અને બાળપણથી જે સંસ્કારનું સેવન કર્યુ હતું તે પુનઃ જાગૃત થઈ ઊઠયા. તેમનું મન વૈરાગ્યના રંગે સંપૂર્ણ રંગાઈ ગયું. પિયરપક્ષ અને શ્વસુરપક્ષ તરફથી ચારિત્ર લેવાની અનુમતિ પણ મળી ગઈ ચારિત્ર ગ્રહણ કર્યા બાદ ૨૦ તીર્થકરોની નિર્વાણભૂમિ સમેતશિખરજીની યાત્રા કરવાનો સમગ્ર કુટુંબે નિર્ણય કર્યો. પરિવાર સાથે યાત્રા કરી આવ્યાં. યાત્રા કરીને દીક્ષાની તૈયારી કરતાં હતાં ત્યાં બાલબ્રહ્મચારી શાંતમૂતિ પવિત્ર ચારિત્રવંત પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ રાજનગરમાં પધાર્યા. આ સમયમાં પૂજ્ય પ્રવતિની સાધ્વીજી શ્રી ગુલાબશ્રીજી મહારાજ પિતાનાં શિષ્યાં સાધ્વીજી હેમશ્રીજી વગેરે પરિવાર સાથે અમદાવાદ પધાર્યા હતાં. પૂજ્ય ગુલાબશ્રીજી ઘણાં વિદ્વાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org