________________
૬૫૪ ]
[ શાસનનાં શ્રમણરત્ન. કિયાઓ વિના ચેન ન પડે. જીવનના ઉપવનમાં ધાર્મિક સુગંધ અધિક વ્યાપ્ત બનતી જતી હતી. પરિણામે, ૧૪ વર્ષની લધુવયમાં પૂ. સદ્ધધર્મસંરક્ષક આ. શ્રી કમલસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં ચારિત્રધર્મના નમૂના રૂપે બે ઉપધાન વહન કર્યા. માને કે ત્યારથી તેમના મને નિકુંજમાં વિરાગ પાંગરતા હતા.
સંસાર-પ્રવેશ : યૌવનના ઉપવનમાં પ્રવેશ કરતાં જ કાયાની ક્યારીમાં લાવણ્યની વસંત ખીલી ઊઠી. સુરતનિવાસી શ્રી ઝવેરચંદ નવીનચંદ સાથે ૧૬ વર્ષની વયે સુભદ્રાકુમારી લગ્નગ્રંથિથી જોડાયાં. પરંતુ અંદરથી તે વૈરાગ્યને અગ્નિ સતત પ્રજવલિત થતો રહ્યો.
સંયમરંગ : એક વાર વૈરાગ્યનો રંગ જેને લાગ્યું હોય તેને ભોગમાંય વેગ યાદ આવે, કામ ત્યજીને રામને ભજવા તત્પર બને. વૈરાગ્યવાસિત બનેલાં સુભદ્રાબહેનને પ્રસિદ્ધ પ્રવચનકાર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં વિરતિષક પ્રવચન સાંભળવાનો સુગ થયે. આ પ્રવચનોએ તેમના વિરાગના ચિરાગને શત શત તે જલતો કરી દીધે. સંસારી પિંજરમાંથી મુક્ત બનવા બહેન સુભદ્રાએ પ્રચંડ પુરુષાર્થ આરંભી દીધે. એક વાર સંયમ લેવા ઘેરથી નીકળી ગયાં, સ્ટેશનથી પાછા લઈ આવ્યાં. બીજી વાર કતારગામે માથું મૂંડાવીને બેસી ગયાં; સંસારીએ ત્યાંથી પણ પાછા લઈ આવ્યાં. ત્રીજી વાર છાણી (વડોદરા) ભાગી ગયાં ત્યાંથી પાછા પકડી લાવ્યાં. તે વખતે સુભદ્રાબહેનને આંખમાં આંસુ અને અંગેઅંગમાં વ્યથા છલકાતી હતી કે, હું કેવી દુર્ભાગિની છું ! આટઆટલે પુરુષાર્થ કરવા છતાંય મને ચારિત્રરત્ન પ્રાપ્ત થતું નથી. મારું ચારિત્રમેહનીયકમ કેટલું પ્રબળ છે ! હતાશ થયેલાં સુભદ્રાબહેન પિતાના બ્રહ્મવતને અખંડિત રાખવા ડામરની ગોળીઓ પણ ખાઈ ગયાં. આ વાતથી પળમાં ચકચાર થતાં કુટુંબીઓ ભેગાં મળીને ઝવેરચંદભાઈને સમજાવવા લાગ્યાં. ઝવેરચંદભાઈએ કહ્યું કે, માગશર સુદ પૂર્ણિમા. સુધીમાં દીક્ષા લે તે મારી સંમતિ, ન લે તે માટે સંસાર ચલાવ. સુભદ્રાબહેન તે ભૂખ્યાને ઘેબર મળે તેમ ખૂબ ખૂબ હર્ષિત થઈ ગયાં. ચાતક મેઘની પ્રતીક્ષા કરે, ચકોર ચંદ્રની પ્રતીક્ષા કરે; તેમ સુભદ્રાબહેન હવે ચાતુર્માસની પૂર્ણાહુતિની પ્રતીક્ષા કરવા લાગ્યાં. ચાતુર્માસ પૂર્ણ થયું. સોનેરી ક્ષણ નજદીક દેખાઈ. ઝવેરચંદભાઈ આદિ સંસારી સ્વજને સુભદ્રાબહેનને સંયમ અપાવવા કારતક વદ્દ ૧૦ ને દિવસે છાણી આવ્યાં. તે જ મંગલ દિને ધામધૂમપૂર્વક પૂ. મુનિવર્ય જંબૂવિજયજી (પછીથી આચાર્યશ્રી જબુસૂરીશ્વરજી મહારાજ) હસ્તે સુભદ્રાબહેને સંયમ સ્વીકાર્યું. પૂ. શ્રી જબૂવિજયજીનાં સંસારી બહેન મહારાજ તપસ્વિની સંયમસંપન્ના સાધ્વીશ્રી કલ્યાણ શ્રીજી મહારાજનાં શિખ્યા સાધ્વી સુવ્રતાશ્રીજી નામે જાહેર કરાયાં. સાધ્વીશ્રી કલ્યાણશ્રીજી મહારાજનાં પ્રથમ શિષ્ય બનવાનું સદ્ભાગ્ય તેમને પ્રાપ્ત થયું.
સંયમયાત્રા : જેમ એક સૈનિક પિતાની તાલીમ લેવામાં મસ્ત બને, જેમ એક આદર્શ વિદ્યાથી વિદ્યાદયયનમાં મગ્ન બને, તેમ નૂતન દીક્ષિતા સુત્રતાશ્રીજી સાધનાપથમાં આગળ વધવા લાગ્યાં અને વિલાસ ફેરવવા લાગ્યાં. પાંચ વર્ષ સુધી નિત્ય એકાસણું, પચીસ વર્ષ સુધી બેસણાં, ચત્તારિ-અઠ્ઠ-દસ-દય તપ, અષ્ટાપદ તપ, વીસ્થાનક તપ, અને તેમાંયે અરિહંતપદની આરાધનામાં તો આશ્ચર્યા કરી દીધું. ૨૦-૨૦ અઠ્ઠાઈઓ દ્વારા અરિહંતપદની કરેલી આરાધના તેમની અણહારીપદની પિપાસાની પ્રતીતિ કરાવી જાય છે. તીર્થ દર વર્ધમાન તપની આરાધનામાં એકાસણાને બદલે લાગેટ ઉપવાસ ૧૯ મા ભગવાન સુધી કર્યા. વીશ અને એકવીસમાં ભગવાનની આરાધના તબિયતને લીધે એકાંતરા ઉપવાસથી કરી. વર્ધમાન તપની ૨૮ ઓળી, પોષ દશમીની જીવનભર આરાધના, સિદ્ધાચલની આરાધના, નવ્વાણું યાત્રા છડું-અદ્મ દ્વારા કરી હતી. આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org