________________
કવિકુલકિરીટ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં
પ્રભાવક પૂજ્ય સાધ્વીરત્નો જેઓશ્રીની શિયાઓમાં આઠ શિખ્યાઓએ
વર્ધમાન તપની ૧૦૮ ઓળી પૂર્ણ કરી છે. એવાં પૂ. પ્રવર્તિની સાધ્વી શ્રેષ્ઠા પૂ. સુવ્રતાશ્રીજી મહારાજ
સૂર્યનું સંદન તેની તેજસ્વિતાથી મૃતિસુમનોને ખિલાવી દે છે. ચંદ્રનું દર્શન તેની ડીતલતાનાં મરણઝરણાં વહાવી જાય છે, તેમ ગુરુમાતા સુત્રતાશ્રીજીનું નામસ્મરણ થતાં જ મનેનિકુંજમાં અનેક કમૃતિપુપો ખીલી ઊઠે છે વૃત્તિથી સુત્રતા, પ્રવૃત્તિથી સુત્રતા. કૃતિથી સુત્રતા એવા સદેવ સુત્રતા સ્વરૂપો, નિત્ય નમસ્કરણીયા, સદૈવ સમરણીયા આર્થરના શ્રી સુત્રતાશ્રીજી મહારાજનું સમસ્ત જીવનચરિત્ર જાણવાની જિજ્ઞાસા જાગૃત થવા લાગે છે. અને મૈત્રીના મહાકાવ્ય સમા, ચારિત્રની ચારુકથા સમા, સંયમ-સાધનાના સંગીત સમા જીવનચરિત્રને જાણીએ-માણુએ ત્યારે સંતોષ પામીએ છીએ.
જન્મભૂમિ: મા ગુજરાતના ભાલ પર તિલક સમાન સુરત શહેર શ્રી સુતાશ્રીજી મહારાજની જન્મભૂમિ રૂપે પાવન થઈ ગયું. ગુજરાતનું એ પ્રાચીન સૂર્યપુરનગર પોતાની સમૃદ્ધિ માટે વિશ્વપ્રસિદ્ધ છે. “કાશીનું મરણ અને સુરતનું જમણ જેવી લોકોક્તિઓ એની સાક્ષી પૂરે છે. આ શહેરમાં ભૌતિક સમૃદ્ધિની જેમ આધ્યાત્મિક સંપત્તિ પણ ભરપૂર હતી. અનેક ગગનચુંબી જિનમંદિર, ઉપાશ્રયે અને જ્ઞાનાલોથી સુશોભિત આ નગરીને તાપી નદી બાહ્ય રીતે સમૃદ્ધ કરતી, તેમ સંતો-મહંતો આંતરિક રીતે સમૃદ્ધ કરતા હતા. આ સુરત શહેરની વડી ચૌટાની ભંડળી પોળમાં ચરિત્રનાયિકાને જન્મ થયો હતો.
જનક-જનની : કવિકુલકિરીટ આચાર્ય ભગવાન શ્રી વિજ્યલબ્ધિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટ-પ્રદ્યોતક ધર્મદિવાકર શ્રીમદ્ વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર કર્ણાટકકેસરી શ્રીમદ્ વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજનાં આગ્રાવતી સ્વ. સાધ્વીવર્યા સુત્રતાશ્રીજી મહારાજના સંસારી પિતા ઠાકરભાઈ ધર્મનિષ્ટ તથા પરોપકારપરાયણ હતા. માતુશ્રી ગજરાબહેન તે ધર્મનો ગજરો જ જોઈ લે! ગજરાબહેનની કુક્ષિસૂક્તિમાં એક પાણીદાર મતી પાક્યું. તે મૂલ્યવાન મેતીનું શુભ નામાભિધાન સુભદ્રાકુમારી રાખવામાં આવ્યું. ભાવિમાં ખરેખર તે સુભદ્રા જ થવાની હશે એ સંત આ નામમાં હતો.
ધમવૃત્તિ : વિ. સં. ૧૯૫૮ ના માગશર વદ ૫ ને દિવસે જન્મેલી સુભદ્રાકુમારી વય વધવા સાથે ધર્મ-કર્મ-અધ્યયનમાં આગળ વધવા લાગી. દેવદર્શન, ગુરુવંદન, નવકારશી પ્રત્યાખ્યાન, રાત્રિભેજન ત્યાગ, ધાર્મિક અધ્યયન વગેરે શૈશવ અવસ્થાથી જ નિત્યક્રમ જેવું બની ગયું. ધાર્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org