________________
શાસનનાં શ્રમણીર ]
[ ૬૫૯ સંયમની સાધનામાં ઊગેલે સૂર્ય ક્યારે આથમી જતે અને આથમેલો સૂર્ય ક્યારે પૂર્વની ક્ષિતિજ અજવાળાં પાથરવા પહોંચી જતે એને પૂજ્યશ્રીને ખ્યાલ રહેતો નહીંઆમ, જ્ઞાનના પ્રકાશપુંજને સેવીને પૂજ્યશ્રીએ સ્વ-પર-કલ્યાણ અર્થે વિચરવાનો આરંભ કર્યો સરસ્વતીની સુરાવલીથી શોભતું એ મુખમંદિર, પર્વતની ઊંચાઈ સાથે દરિયાનું ઊંડાણ ધરાવતું જ્ઞાન હોવા છતાં આંખોમાં ચમકતી અને દેહમાં દમકતી નમ્રતા એ કોઈ પુણ્યાત્માના ભયાનક ભવની ભીડ ભાંગી, જ્ઞાન દર્શન અને ચારિત્રની ત્રિવેણીના તટે ઊભેલું તેમનું તેજોમય વ્યક્તિત્વ કેટલાયે ભૂલ્યા-ભટક્યા રાહી માટે “પ્રકાશ સ્તંભ બની ગયું. સંસ્કૃત ભાષા પર પૂજ્યશ્રીનું અદ્ભુત પ્રભુત્વ છે એની ખાતરી તેમના રચેલા સંસ્કૃત લેક આપે છે. એવા દુલભ રત્નત્રયીના પરમ આરાધક ગુરુણીને કેટિઃ વંદના !
પૂજ્યશ્રીનાં શિષ્યા-પ્રશિષ્યાઓની પ્રાપ્ત વિગતમાં શિષ્યાઓઃ શ્રી પદ્મલતાશ્રીજી શ્રી ગૌતમશ્રીજી, શ્રી ઉજજવલાશ્રીજી, શ્રી હસકલાશ્રીજી, શ્રી પ્રશમકલાશ્રીજી શ્રીજયલતાશ્રીજી આદિ અને પ્રશિષ્યાઓમાં : શ્રી હર્ષપદ્માશ્રીજી શ્રી અનંતપદ્માશ્રીજી, શ્રી લક્ષ્મીશ્રીજી, શ્રી ચારપ્રજ્ઞાશ્રીજી, શ્રી પ્રિયકલાશ્રીજી, શ્રી અધ્યાત્મકલાશ્રીજી, શ્રી સુવર્ણપ્રભાશ્રીજી, શ્રી ભવ્યપદ્માશ્રીજી, શ્રી મુક્તિયશાશ્રીજી આદિનો વિશાળ પરિવાર છે.
પૂ સા. શ્રી ઉજજ્વલલતાશ્રીજી મહારાજના સદુપદેશથી શાસનપ્રેમીઓના સૌજન્યથી
સાધના અને સ્વાધ્યાયનાં ઉત્કૃષ્ટ સાધિકા
પૂ. સાધ્વીજી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ પૂજ્યશ્રીનો જન્મ ગુજરાતની ધમનગરી છાણીમાં થયો હતો. પિતા ભીખાભાઈ અને માતા મંગુબેનના ગૃહ વિ. સં. ૧૯૮૫ માં એક પુત્રીરત્નનું આગમન થયું. પુત્રીનું નામ સવિતા રાખવામાં આવ્યું. અનેક જિનાલયેથી શેભતા આ નગરના વાતાવરણે સવિતાબહેનમાં બાળપણથી જ ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું અને પ. પૂ ગુરુભગવંત શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની વૈરાગ્યવાસિત વાણીશ્રવણથી દીક્ષાની ભાવના દઢ થઈ. સં. ૨૦૦૦માં ઉંડદી મુકામે પૂ. શ્રી મહેન્દ્રશ્રીજી મહારાજનાં શિષ્યા રૂપે દીક્ષા અંગીકાર કરી શ્રી સૂર્યપ્રભાશ્રીજી નામે ઘોષિત થયાં. સંયમ સ્વીકારીને તપસ્યા અને અધ્યયનને જીવનક્રમ બનાવ્યા. વર્ષીતપ, ૫૦૦ આયંબિલ, ચત્તારિ અઠું, ૧ ઉપવાસ આદિ તપ કર્યો અને ગ્રંથરચનાઓ પણ કરી. એવા તપથી દેદીપ્યમાન પૂજ્યશ્રીને કેશિઃ વંદના !
માતૃદયા-મહા તપવી–ત્યાગી પૂ. સાધ્વીવર્યાશ્રી સર્વોદયાશ્રીજી મહારાજ પરમ પૂજ્ય દાદા ગુરુદેવશ્રી લબ્ધિસૂરિજી મહારાજના વરદ હસ્તે વિ. સં. ૨૦૦૭માં ઝઘડિયા તીર્થમાં દીક્ષા ગ્રહી, પૂ. શ્રી સર્વોદયાશ્રીજી મહારાજે પોતાની સંયમયાત્રાને પ્રારંભ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org