________________
શાસનનો શ્રમણીર રાખે. તેઓશ્રી કહે, આટલી વેદના સહન કરવાની શક્તિ ન રાખીએ, તો મરણ વખતે સમાધિ કેમ રહે! સહન કરવાની ટેવ તો પાડવી જ જોઈએ. મહાપુરુષેએ જેવા ઉપસર્ગ–પરિષહ સહન કર્યા તેવા આપણે કયાં કરવાના છીએ? આપણને દર્દ થાય, બીમારી આવે તે ગભરાટ થાય; જ્યારે તેમને બીમારી આવે તે કહે, સારું થયું, સ્વાધ્યાયમાં સમય રહેશે ! પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજની કૃપા તેઓ પર અપાર હતી. પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની અમીવર્ષો સદાય રહેતી. આજે પૂ. શાસનપ્રભાવક ધર્મબંધુ આચાર્ય દેવ શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા શિરસાવંઘ કરી અનેક સ્થાનેમાં શાસનપ્રભાવના કરી રહ્યાં છે. એવાં વિદુષી તપસ્વીનાં ચરણોમાં કેટિશ: વંદન !
- તેઓશ્રીના શિષ્યાઓમાં શ્રી ગીત પદ્મશ્રીજી, શ્રી પ્રિયયાશ્રી, શ્રી પાવનયશાશ્રીજી, શ્રી પવિત્રયશાશ્રીજી, શ્રી પ્રજ્ઞપ્રિયશાશ્રીજી, 8 મંદારયશાશ્રીજી આદિ તથા પ્રશિખ્યામાં શ્રી પુનિતયશાશ્રીજી, આદિ વિશાળ પરિવાર છે.
-
'પરમ શાસન પ્રભાવિકા. સૌમ્યમૂર્તિ પૂ. સાધ્વીરના શ્રી વાચંયમાશ્રીજી (બેન મહારાજ)
બ! આ રાજમતીને તમે સરસ કપડાં પહેરવા આપે છે. તેને જે ભાવે તે ખાવાનું બનાવી આપે છે. મને કેમ નથી કરી આપતાં ?”
વસુ! શટીબહેન તો દીક્ષા લેવાની છે. તું કઈ દીક્ષા લેવાની છે?” મેટીબહેન દીક્ષા લેવાની છે એમ ? તો હું પણ દીક્ષા લઈશ.” બેસ, ડાહીલી! દેરાસર જવાનાં ઠેકાણાં નથી અને દીક્ષા લેવી છે?! ” “હા. હું પણ મોટી બહેન સાથે દીક્ષા લેવાની.” વસુમતીને મકકમતાભ સ્વર નીકળે.
નાનકડી વાતમાં જ વસુમતીથી જીવનને મહાન સંકલપ થઈ ગયે! અનેક આત્માઓનું કલ્યાણ કરવા જેમનું ભાવિ સજાયેલ છે તે બાલિકા વસુના જીવનમાં આ પળ એક “ ટનિગ પેઈનટ” બની રહી. જીવનને નકશો બદલાઈ ગયું. સ્વતંત્ર ભારતની ઝુંબેશમાં બાળવયથી જ ક્રિયાશીલ વસુની વિચારધારા પલટાઈ અને કર્મવા આત્માને સ્વાધીન-સ્વતંત્ર કરવાની ઝુંબેશમાં જીવનને જોડી દીધું.
વિ. સં. ૨૦૦૦ ના વૈશાખ વદ ૮ ના શુભ દિને પાલીતાણાની પુણ્યમયી ધરતી પર મોટીબહેન રાજમતી સાથે પ્રવ્રયા અંગીકાર કરી, ૧૦ વર્ષની વસુમતી પૂ. સાધ્વીજી શ્રી સુત્રતાશ્રીજીના શિષ્યા સાધ્વી વાચંયમાશ્રીજી નામે બન્યાં. માત્ર બહેનના વાદે દીક્ષા લેનાર બાલસાથ્વી આવતી કાલે મહાન શમણીરત્ના શાસનપ્રભાવિકા સાધ્વી બનશે એવી કલ્પના પણ કોને આવી શકે?
કાચા માલમાં સોનાની પાટો વેપારી જ જોઈ શકે... નાનકડા ચમક્તા પથ્થરનું મૂલ્ય ઝવેરી જ જાણી શકે... નાનકડાં બીજમાં વટવૃક્ષનું દર્શન માળી જ કરી શકે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org