________________
શાસનનાં શમણીરત્ન 3
[ ૬૩ સંસ્કારવિધિ મુંબઈ, મદ્રાસ, દિડી, કલકત્તા, હૈદ્રાબાદ, સિકંદ્રાબાદ, ખંભાત, ભરૂચ, સુરત, આણંદ, વડોદરા, જામનગર વગેરેથી અનેક ભક્તગણની ઉપસ્થિતિમાં રાજનગરના અનેક ધર્મ પ્રેમી સંઘની ભાવભરી અંજલિ સાથે થયું. શ્રી ભોગીલાલ ઝવેરી (મુંબઈ) પરિવાર (પૂ. મા મ.સાના સંસારી વડીલ) અગ્નિ સંસ્કાર કરી ધન્ય પુણ્ય બન્યા. સ્મશાનયાત્રાને લાભ જેઠાલાલ મૂળજીભાઈ ઝવેરી પરિવાર વતી શ્રી ભોગીભાઈ શ્રી શાંતિભાઈ શ્રી જયંતીભાઈ ઝવેરીએ લીધેલ. બાલક શ્રાવક પુષ્પક ઝવેરીએ અગિનપાત્ર લીધેલ.
ભારતના ખૂણે ખૂણેથી આવેલ ભક્તવર્ગે અમદાવાદની સાયટીઓમાં ફેલાયેલ તેમના ગુરુભક્ત અને ચાહક વર્ગ બેલીઓનો આંક આશ્ચર્યજનક રીતે ઓળગાવી દીધું. જીવદયાની પણ કલ્પનાતીત ટીપ થઈ અને એક મહાન પ્રસિદ્ધ અને સમુદાયનાયક આચાર્ય ભગવંતે જેવું સુંદર બહમાન પામી અંતિમ સમયને પણ શાસનનો એક ગૌરવવંત પ્રસંગ બનાવી દીધો. ગુજરાત રાજ્યના પ્રધાન શ્રી નરહરિ અમીન તેમ જ ભાજપના ધારાસભ્ય અશોક ભટ્ટે ગુજરાતની સમસ્ત પ્રજા તરફથી પોતાની ભાવપૂર્ણ અંજલિ અર્પણ કરી ગુજરાત રાજ્યની ધમમયતાની શોભા વધારી હતી.
સૌ એક જ બોલ બોલી રહ્યાં હતાં—મા મ. સા.નું ગજબનું પુણ્ય હતું.
અમે સૌ કહીએ છીએ પુણ્ય પાછળ તેમના આત્માની વિશુદ્ધિનો સુંદર આદર હતો. દિવસે–વર્ષો અને યુગે વીતશે પણ સદા જવલંત રહેશે. તેમણે પ્રગટાવેલ શાસનપ્રેમ, આત્મ આરાધનાની જવલંત જનિ. બસ, શાસન માગે સદા પ્રગતિ કરીએ એ જ શુભેચ્છાએ પૂ. સાધ્વી સર્વોદયાશ્રીજી મ. સા ના ૪૪ સાધ્વીછંદ વતી સાથ્વી રચૂલાશ્રીનાં વંદન....અનુવંદન...કર્મલાભ.
અગિયાર અંગપાર્દિક સ્વાધ્યાયલીના પૂ. સાધ્વીવર્યા શ્રી રત્નસૂલાશ્રીજી મહારાજ
વિ. સં. ૨૦૦૬માં વૈશાખ વદ્દ ના શુભ દિવસે પૂ. સાધ્વીજી શ્રી સુત્રતાશ્રીજીનાં શિખ્યા પૂ. સાધ્વીવર્યાજી રત્નચૂલાશ્રીજી મહારાજની દીક્ષા માત્ર ચૌદ વર્ષની વયે લધુ ભગિની સાધવીજી વાચંયમાશ્રીજી સાથે થઈ માતા શાંતાબહેન અને પિતા રતિભાઈની કુલદીપિકા આ બંને બહેનને સાથે જોઈએ ત્યારે સહજ ભાવે જ વિચાર આવે કે બ્રાહ્મી-સુંદરીની જેટી પણ કેવી અપૂર્વ હશે !
સંસારથી વિરક્ત બનેલ માતાના સુસંસ્કારોથી બાલ્યવયમાં જ રાજીમતીને દીક્ષાના ભાવ જગ્યા. નાની વયમાં ગૃહસ્થપણામાં જ વધમાન તપની ઓળીને પાયો નાંખ્યો. બાળપણથી જ અભ્યાસની લગન હતી. સ્મૃતિશક્તિ પણ તીવ્ર હતી. હંમેશની ૧૦૦ નવી. ગાથા કંઠસ્થ કરી શકે એવી શક્તિ હતી. દીક્ષા બાદ પણ એ સ્મૃતિશક્તિને લીધે, દશવૈકાલિકના યોગો દ્વહન ચાલે. જે દિવસે જે અધ્યયનની અનુજ્ઞા મળે તે દિવસે આખું અધ્યયન એક જ દિવસમાં મુખપાઠ કરી લે. આમ તો પાંચ તિથિ નવી ગાથા કરવાની ન હોય, પરંતુ ગુરુમહારાજ પૂ. રત્નસૂલાશ્રીજીને અવશ્ય નવી ગાથા કરાવે. તેઓ કહે, બીજાને પાંચ-પચ્ચીસ ગાથા ઓછી થાય, પણ રત્નચૂલાને ન આપું તો ૫૦૦ ગાથા જાય. માત્ર ગાથા કરીને મૂકી દે એવું પણ નહિ, કરેલું બધું મેં ચાલે. પ્રકરણગ્રંથ, ભાષ્ય-કમગ્રંથ – ક્ષેત્રસમાસ – બૃહદ સંગ્રહણું – દશ વૈકાલિક ઉત્તરાધ્યયન – જ્ઞાનસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org