________________
શાસનનાં શ્રમણરત્નો ]
[ ૬૨૩ મનોમંદિરમાં સંયમભાવના પ્રજ્વલિત હતી તે માતા મદનબહેનની રત્નકુક્ષીથી એક તેજસ્વી બાલિકાને એક શુભ ચોઘડિયે ૧૯૯૨ની સાલમાં મહા સુદિ બારસના દિને જન્મ છે. તેનું શુભ નામ પાડ્યું કાન્તા'. માતાના વહાલભર્યા ખેાળામાં પૂબ લાડકેડથી ઊછરતી દિન-પ્રતિદિન મેટી થતી. પાંચ વર્ષની થતાં સ્કૂલને અભ્યાસ શરૂ કર્યો. સાથે સાથે ધાર્મિક અભ્યાસ પણ ચાલુ હતા. માત્ર ૧૧ વર્ષની બાલ્યવયમાં ફાઈનલ પાસ થયાં. ધાર્મિકમાં પાંચ પ્રતિકમણ–નવ સ્મરણચાર પ્રકરણ–ત્રણ ભાષ્ય–અતિચાર વિ. કંઠસ્થ કરેલ હતાં. સંગીત કલાસ, સીવણ કલાસ, વિ. પણ કરેલ હતા. તેમ જ વર્ધા યુનિવર્સિટીની હિન્દી કેવિટ પરીક્ષા ઉત્તીર્ણ થયેલા હતા. બચપણથી જ જ્ઞાનપિપાસા ઘણી જ. બુદ્ધિ પણ તીવ્ર. તેમાં માતાના સુસંસ્કાર જેવા કે, પારણા-ઘડિયામાં જ ધર્મનાં હાલરડાં ગાતાં. બાળપણથી એક જ ઉપદેશ આપતાં કે આ સંસાર અસાર છે. તેઓ એવાં હાલરડાં ગાતાં કે, “એનડી મારી દીક્ષા લેજે, શાસનમાં તું ચંદના સાધ્વી બનજે”. આ અમૃતનાં સિંચન અને પૂર્વ ભવની કઈ સુંદર અપૂર્વ આરાધના. આ બધે સંગ પ્રાપ્ત થવાથી બેન શ્રી કાન્તાને સદ્ગુણી પૂ. સા. શ્રી મંગળશ્રીજી મ. તથા પૂ. તપસ્વી ગુણીજી શ્રી દમયન્તીશ્રીજી મને સમાગમ અને પરિચય થયો. અને એ શેખીન જીવડો હોવા છતાં સંયમ લેવાની દૃઢ ભાવના જાગ્રત થઈ
આ પહેલાં તેમનાં સંસારી નાનાં બહેન ચન્દ્રકળાબહેને દમયન્તીશ્રીજી મ. પાસે તેમનો સુગ પામી તદ્દન નાની–આઠ જ વર્ષની વયે સંયમ અંગીકાર કરેલ. તેમને વિજાપુર મુકામે પ્રથમ વંદનાથે જતાં પોતાની નાની દીક્ષિત બેનને ‘દૃષ્ટમાર્ગે જ, કાન્તાને દીક્ષા લેવાનું દઢ મન થયું. “બસ, સંસાર છોડવાનું પ્રબળ નિમિત્ત દીક્ષિત નાનાં બહેન મહારાજ ચંદ્રપ્રભાશ્રી મ. બન્યાં.” તેઓના ઘરમાંથી બે બહેનો અને તેમના પિતાશ્રી કુલ ત્રણે જણા દીક્ષાના પંથે સિધાવ્યાં છે. પરંતુ આશ્ચર્ય એ છે કે, ત્રણમાંથી એકને પણ કેઈના ઉપદેશની જરૂર પડી નથી. માત્ર સંયમ લેવા માટે એકબીજા-એકબીજાનું નિમિત્ત જ બન્યાં છે.
આ બધે ઉપકાર તો ખરેખર તેમનાં માતુશ્રીને છે. અને તેથી જ પેલી પંક્તિ અહીં યાદ આવે છે કે- “જનનીની જોડ સખી નહી જડે રે લોલ–
પિતાશ્રી ગુલાબચંદભાઈ-તેઓ પણ ધર્માનુરાગી – ખૂબ સરળ આત્મા હતા. તેઓ પણ અચ્છા ગવૈયા અને વિધિકાર હતા. દરેક પૂજા શાસ્ત્રીય રાગમાં જ ભણાવતા. તેઓશ્રીએ પણ પ્રસંગને રંગ પ્રાપ્ત થતાં સંયમભાવના હૃદયે પ્રજવલિત કરી હતી અને શુભ મુહૂર્ત પૂ. આચાર્યદેવ શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ. પાસે સંયમ ગ્રહણ કર્યું હતું, જેમનું જીવનચરિ ત્ર “શાસનપ્રભાવક શ્રમણ ભગવંતો ગ્રંથમાં આપેલ છે. આવા ધમી–સંયમના અનુરાગી-માતપિતાને પ્રબળ પ્રતાપ-ગરવા ગુણિયલ ગુણીજીએ સત્સમાગમ અને નાનાંબહેન મહારાજનું પ્રથમ દર્શન–આ ત્રિવેણી સંગમના યોગે બાળકુમારી કાન્તાબહેનના આત્મામાં પ્રગટ થયેલે સંયમગુણરૂપી દીપક જાત વધુ તેજવંત બનતાં, અને માતપિતાની આજ્ઞા મળતાં સં. ૨૦૦૭ની સાલે કારતક વદ પાંચમના શુભ દિને ઘણા જ ધામધૂમ પૂર્વક પૂ, સ્વ. આચાર્યશ્રી પ્રીતિસૂરીશ્વરજી મ. ના વરદ હસ્તે દીક્ષા થઈ. માત્ર ૧૧ વર્ષની લઘુવયમાં જ તેઓ સંયમી બન્યાં અને તેઓ પૂ. સા. શ્રી દમયન્તીશ્રીજી મ. (ચુડાવાળા)નાં શિષ્યા જાહેર થયાં. સારા યે સુરત શહેરમાં નાની વયમાં આ પ્રથમ દીક્ષા પ્રાયઃ લીધી હોવાથી સારાયે સંઘમાં ઉલ્લાસ અને ઉત્સાહનું અનેરું વાતાવરણ સર્જાયેલ હતું. બહેનશ્રી કાન્તાબહેન હવે કનકપ્રભાશ્રી મ. બની ગયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org