________________
શાસનનાં શ્રમણરત્ન ]
મહારાજે આપેલ શુભ મુહૂર્ત પ્રમાણે સં. ૨૦૩૬ની સાલે મજેવડી મુકામે બેન તારાની દીક્ષા સાથે જ તેમની પણ ધામધૂમપૂર્વક ઉલ્લાસમય વાતાવરણમાં દીક્ષા થઈ અને તેઓ પણ પૂ. સા. શ્રી દમયંતીશ્રીજી મ.નાં પ્રશિષ્યા બની સાધ્વીજી શ્રી વાસવદત્તાશ્રી મ. તરીકે જાહેર થયાં. બાદ ત્યાંથી વિહાર કરી સહુ પાલીતાણા આવ્યાં અને પૂ. આ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મ. ના વરદ હસ્તે જ બન્ને સાધ્વીજીઓની વડી દીક્ષા થઈ. તેમને પણ હાલ સંયમજીવનનાં તેર વર્ષ પૂર્ણ થયાં છે–તે દરમિયાન-જ્ઞાનાદિ-વિનયાદિ ગુણ સાથે તપિગુણમાં પણ સારા આગળ વધ્યા છે–તપશ્ચર્યામાં– વર્ષીતપ-શત્રુંજયતપ-નવપદજીની ઓળીએ-વર્ધમાન તપની ઓળીઓ-બાર ઉપવાસ-નવ ઉપવાસ અઠ્ઠાઈ તપ-દશમી તપ-એકાદશી તપ-આદિ તપ કરી આત્મકલ્યાણ સાધી રહ્યાં છે.
–સંકલન-સાધ્વી શ્રી તૃપ્તિપૂર્ણાશ્રીજી મહારાજ
સમતાનાં સાધક પૂ. સાધ્વીશ્રી ઋજુ કલાશ્રીજી મહારાજ સૌરાષ્ટ્રની અમરેલી નગરીમાં ધર્મસંસ્કારી ધ્રુવ કુટુંબમાં શ્રીમાન શેઠશ્રી ભગવાનજીભાઈ તથા ધર્મપરાયણ માતા હીરાબહેનની કુક્ષીથી સં. ૨૦૦૭ના પર્વાધિરાજ પર્વશિરોમણિ પયુષણાના સાતમા દિવસે એટલે કે ભાદ્રપદ્ર શુકલ તૃતીયાના દિવસે એક પુત્રીરત્નને જન્મ થયે. ત્રણ ભાઈઓ અને પાંચ-પાંચ બહેનોમાં સૌથી નાની અને લાડકડી એ પુત્રીનું નામ રાખવામાં આવ્યું રમીલા. પૂર્વભવની પુણ્યાઈને કુટુંબના દાર્મિક સંસ્કારોને લીધે બાલપણથી જ રમીલાબહેનનો ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયા હતા.
પુત્રનાં લક્ષણ પારણામાંથી” એ ન્યાયે બાળપણથી જ તેજસ્વિતા ને સૌમ્યતા લલાટે ચમકતાં હતાં. વ્યવહારિક અભ્યાસમાં બુદ્ધિમતા ને પ્રજ્ઞાપાનું જોઈને માતા-પિતાએ ડોકટરી લાઈન માટે ખૂબ આગ્રહ કર્યો. તેઓના આગ્રહને વશ થઈને એક વર્ષ સાયન્સ લાઈન લીધી પણ ખરી? પરંતુ ડોકટરી લાઈનમાં કરવી પડતી જીવહિંસાનાં ઘાતકી દો જોઈને રમીલાબહેનનું અહિંસામય દયાદ્રી કરુણામય હદય દ્રવિત બની ગયું અને ડોકટરી લાઈન છોડી દીધી. વ્યવહારિક અભ્યાસ પૂર્ણ થતાં જ સ્કૂલ છોડી દીધી અને મનને ધાર્મિક અભ્યાસમાં જોડી દીધું.
નાની વયમાં જ પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાગ્ય, કર્મ ગ્રંથ, વૈરાગ્યશતક સુધીનાં સૂત્રો કંઠસ્થ કરી લીધાં. ૧૪-૧૫ વર્ષની વય થતાં વૈરાગ્યભાવનાને વેગ મળે એવાં પૂ. શ્રમણ ભગવંતને સમાગમ થયો. સંસારી વતન જેમનું અમરેલી છે એવા પૂ. બાપજી મ. ના સમુદાયના પૂ. સા. પારેખાશ્રીજી મ. ના પરિચયમાં આવતાં તેઓશ્રીની વૈરાગ્યસભર વાણી અને સતત પ્રેરણાથી રમીલાબહેનનો અંતરાત્મા સંસારની ઉપરછલી લાલાશને જાણી જાગી ઊઠયો તેથી તેમને સંસારમાં ક્યાંય ચેન પડતું નહતું. નજર સમક્ષ સતત સંસારની અસારતા ને સંયમની મહત્તાને ખ્યાલ આવતાં જ મનમયૂર જાણે કે ચારિત્ર લેવા થનગની ઊઠતા. પરંતુ મેહપાશના બંધનમાં બંધાયેલાં માતા-પિતા સંયમ લેવાની રજા નહોતાં આપતાં.
રમીલાબહેનથી બે વર્ષ મેટાં હંસાબહેનને પણ સંયમ લેવાની ભાવના જાગૃત થઈ હંસાબહેનના મનની મક્કમતા અને અડગતા જોઈને પરાણે સંયમ લેવાની અનુમતિ આપી. તેઓ પૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org