________________
૬૪૦ ]
[ શાસનનાં શમણીરત્નો બાલવયથી જ માતાના લાડમાં ઊછરેલું; પણ કમેગે પિતાના વિયેગને પાંચ વર્ષની વયથી મેળવેલું. આ પુત્રીરત્ન કલાવતીએ પોતાના જીવનને સ્કૂલના અભ્યાસ અને પાઠશાળાના અભ્યાસની સાથે માતા પાસેથી મેળવેલા સુસંસ્કારોથી ધમરંગે રંગાયેલું બનાવ્યું હતું.
એક વીજળીના ચમકારાની જેમ સંસારની રાગ-ઝલક નોર્મલ વિકસી ને વેગથી ફતાસાળ (અમદાવાદ)નાં ચંદુલાલના સુપુત્ર રજનીકાન્ત સાથે વેવિશાળથી જોડાયાં. કેવળ સહયેગી બનાવેલ રજનીકાન્ત જોડે થિયેટરમાં સિનેમાનાં દશ્ય જોતાં જ તેનામાં સંસારને રાગ નહીં પણ વૈરાગ્યની
પેત પ્રગટી અને રજનીકાન્ત જોડે માત્ર પ્રેમથી જ ત્યાગપંથના સ્વીકારની વાર્તાની આપલે કરી. સંયમી બનવાના દઢ નિર્ણય સાથે અંગેજથી છૂટા થવાની વાત અમલમાં મૂકી. અન્ય રજનીકાન્તને, જેણે બે વર્ષના પરિચયમાં આવનારી આ કલાવતીના સંયમ સ્વીકારવાના દઢ નિર્ણયને ઉત્સાહભેર વધાવી લીધે, એટલું જ નહીં, સંયમના સ્વીકાર માટેનું વાને પ્રથમ પિતે જ જમાડી, સંયમી બનાવવામાં વિશાળ હૃદયના શુભ ભાવોને પ્રકાશિત કર્યા.
આ કલાવતીબહેન સંયમ અભિલાષી બન્યાં ત્યારથી ડહેલાવાળા ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મ. સા. ની મેઘ વરસતી નિમલ દારા જેવી અમૃતદેશના સાંભળી શીધ્રાતિશીધ્ર સંયમી બનવા નિર્ણય કરી લીધે. વિધિકારક વડીલ બંધુ શ્રી જે. એલ. શેઠ પાસે અનુજ્ઞા મેળવી અને બીજા ત્રણ ભાઈઓએ પણ સંમતિ આપી.
સં. ૨૦૦૩ના વે. વદ ૧૧ ના સંયમમાગને સ્વીકાર કર્યો અને બહેન મહારાજશ્રી જયંતીશ્રીજી મ. તથા શ્રી લલિતાશ્રીજી મ. ના અંતરની લાગણી અને આશીર્વાદથી પૂ. સા. શ્રી દર્શનશ્રીજી મ. નાં શિષ્યા તરીકે જાહેર કરાયાં. કલામાંથી કનકપ્રભાશ્રીજી નામ શોભાવ્યું. જ્ઞાનાભ્યાસમાં સંસ્કૃત, પ્રાકૃત, તર્કસંગ્રહ, દ્વાદમંજરી, નયચંદ્રસાર ભાખ્ય, વ્યગુણ, હેમલઘુપ્રક્રિયા, પંચસંગ્રહ, વગેરે. ધ્યાનમાં દૈનિકચયમાં રાત્રે રા થી 8 સુધીનો પ્રાયિક જાપ હજુ સુધી ચાલુ છે. તપમાં નવપદ, વિશ સ્થાનક, વરસીતપ, ૧૦ ઉપવાસ, અઠ્ઠાઈ તેર ઉપવાસ, શ્રી વધમાનતપની ૧૦૮ ઓળી, ૫૦૦ આયબિલ આદિ. વિવિધ તપથી ખૂબ જ આગળ વધ્યાં.
વિહારચર્યામાં કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મદ્રાસ, મેવાડ, માલવ. અંતરિક્ષજી, લક્ષમણી, પાવર, ચિતડ, આદિ ક્ષેત્રોમાં વિચરીને સંયમજીવનને નિર્મલ બનાવ્યું છે. તપનાં અનુષ્ઠાને કરાવવામાં દીર્ઘદશી એવા પિતાને ગુરુદેવે સિકન્દ્રાબાદમાં તથા મુંબઈમલાડ-દેવચંદનગરમાં શ્રી વર્ધમાનતપ આયંબિલ શાળાનું ઉદ્દઘાટન કરાવ્યું છે. પિતાના દરેક ચાતુર્માસમાં વિવિધ સ્થળોએ જ્ઞાનશિબિરોમાં ધાર્મિક શિક્ષણ અને સંસ્કાર પીરસી રહેલ છે. સામાયિક અને મહિલામંડળની સ્થાપના પણ અનેક જગ્યાએ કરેલી છે.
બને વડીલ બહેનમહારાજે પૂ. શ્રી જયંતિશ્રીજી મ. તથા પૂ. શ્રી લલિતાશ્રીજી મ.ના શુભ આશીર્વાદથી અમદાવાદ મધ્યે જીવરાજ પાર્ક પાસે ચોકસી પાકમાં શ્રી વર્ધમાનત-નવપદજીની કાયમી આયંબિલની તપસ્યાઓ ચાલુ કરાવેલ છે. પિતાના ગુરુદેવ શ્રી દશનશ્રીજી મ.ના નામથી બાળકોના ધાર્મિક શિક્ષણ માટે પાઠશાળા પણ ચાલુ કરાવેલ છે. શ્રી વર્ધમાન છે. જેના સંઘને પૂ. લલિતાશ્રીજી મહારાજે પ્રભુદર્શન નિમિત્તે અમલનેર નિવાસી નેમિચંદજીના શુભ ભાવથી શ્રી સંભવનાથ પ્રભુની પ્રતિમાજી સંઘને દર્શનાર્થે અર્પણ કરાવેલ છે. ત્રિવેણી સંગમ સમાં આ ત્રણે સંયમી (બહેનો)ના શુભ ઉપદેશ-પ્રયાસેથી શ્રી વર્ધમાનતપ જૈન સંઘ ખૂબ જ વિકાસ પામેલ છે. પૂ. ગુરુદેવના શિષ્યા પરિવારમાં પદ્મપ્રભાશ્રીજી, શ્રી હર્ષપૂર્ણાશ્રીજી, શ્રી વિનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org