________________
શાસનનાં શમણીરત્નો ]
[ ૬૪૧ યશાશ્રીજી, શ્રી ચારશીલાશ્રીજી, શ્રી વસંતપ્રભાશ્રીજી, શ્રી લક્ષગુણાશ્રીજી, શ્રી રાજયશાશ્રીજી, શ્રી મૃદુરસાશ્રીજી, શ્રી વિરાગમાલાશ્રીજી, શ્રી સિદ્ધાંતગુણાશ્રીજી આદિ છે.
-પૂ. ગુરુદેવના ચરણરેણુ શિષ્યા પરિવાર શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી
પૂજ્ય વિધી સાધ્વીરત્ના શ્રી વિમળાશ્રીજી મહારાજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ આંત્રોલી ગામે ધર્મપ્રેમી માણેકલાલભાઈનાં ધર્મપત્ની મણિબહેનની કુક્ષીએ ૧૯૮૧ના ફાગણ સુદિ ૧૩ના રોજ જન્મ થયે. જન્મના પાવન દિવસ શુભ સંકેત, પૂર્વભવની પુણ્યાઈ અને ધર્મસંપન્ન કુટુંબ– આ બધા સુમેળ સંગથી ઉછેર ધર્મના સંસ્કારથી ઓતપ્રેત બની ગયે. વયની વૃદ્ધિ સાથે આ ધર્મસંસ્કાર પણ તપ ત્યાગ અને વૈરાગ્યભાવના માગે વૃદ્ધિવંત બનતાં ચાલ્યાં. અને તેમાં પણ પૂ. સાધુ સાધ્વીજીઓના સમાગમે અને ધર્મના અભ્યાસે તેઓની વૈરાગ્યભાવના દઢ બની ત્યાગમાગને ઝંખવા લાગી. સબળ પરિપક્વ બને અને અબા ઉપર કેરી પાકે તેમ ૧૮ વર્ષની યૌવનવયે તેમની પણ ધર્મભાવના સાકાર બની. વિ. સં. ૧૯૯૯ના જેઠ સુદ-૧૦ના આંત્રોલી ગામમાં પ્રવ્રયાના પુનિત પંથે પ્રવેશ કરી ડહેલાવાળા સમુદાયનાં સા. શ્રી અનોપમાશ્રીજી મ. નાં શિષ્યા બની સાધ્વીશ્રી વિમળાશ્રીજી નામે ત્યાગમામાં જોડાયાં.
પૂ. સા. શ્રી વિમળાશ્રીજી દીક્ષા પ્રાપ્તિ સાથે જ વિનય વૈયાવચ્ચ અને સંયમની ઉત્કૃષ્ટ સાધના - આરાધના સાથે ધર્માભ્યાસમાં લયલીન બની ગયાં. કર્મગ્રંથ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, બૃહદ્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ આદિ અર્થ સહિત પ્રાપ્ત કરવા ઉપરાંત વ્યાકરણ, ન્યાયમાં તર્કસંગ્રહ, પ્રાકૃત વિજ્ઞાન પાઠશાળા, તત્ત્વાર્થ, અધ્યાય, સાહિત્ય વગેરેનો તેઓએ ઊંડો અભ્યાસ કર્યો. જ્ઞાન સાથે તપમાં પણ તેઓશ્રી આગળ ને આગળ વધતાં રહ્યાં. વષતપ, સિદ્ધિતપ, વર્ધમાન તપની ૭૦ ઓળી, છમાસી તપ, વગેરે તપસ્યાઓથી પણ ત્યાગમાગને દીપાવવા લાગ્યાં. પૂ. સાધ્વીજીના વિહારપ્રદેશ પણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુ.પી., બિહાર, બંગાળ વગેરે રાજ્યમાં વિસ્તૃતપણે રહેલ છે. યાત્રાઓમાં પણ શત્રુંજય ગિરિરાજની બે વખત નવ્વાણુ યાત્રા, હિંમતનગરથી કેશરિયાજી તીર્થ, પૂનાથી કુંજગિરિ તીથ, પીપાડ (મારવાડ)થી મેડતા ફેલોધી તીર્થ આદિ યાત્રાસંઘમાં જોડાઈને તીર્થ વંદનાનો લાભ લીધે છે.
જ્ઞાનસાધના, તપ, તીર્થયાત્રાદિ દ્વારા સ્વજીવનને ધન્ય બનાવવા સાથે સાથે પૂજ્ય સાધ્વીજી મહારાજે અનેક આત્માઓને ઉપદેશી કેટલાંકને સંયમમાગે જોડીને ઉપકાર કરી શાસનની સુંદર પ્રભાવના કરી છે. આજે ૭૨ વર્ષની વયેવૃદ્ધ વયે પણ સ્વ-પર જીવનને કૃતકૃત્ય બનાવી શાસનની શભામાં વૃદ્ધિ કરી રહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org