________________
૬૨૪]
[ શાસનનાં શ્રમણીરત્ને
ગુરુકુળવાસમાં રહેતાં વડીલેા પ્રત્યેના વિનયવૈયાવચ્ચ ગુણમાં તથા જ્ઞાનગુણમાં ખૂબ જ આગળ વધ્યાં. તેએશ્રીએ પગુ પપ્પીસૂત્ર માત્ર ત્રણ દિવસમાં પૂર્ણ કરી પ્રથમ ચૌદશ આવતાં જ સભા સમક્ષ કહેલ હતુ. દરરાજની ૨૫ ગાથાએ કંઠસ્થ કરતાં. આગળ વધતા અભ્યાસમાં કમ ગ્રંથે!–ભાગ્યેા-બૃહત્ સ'ગ્રહણી-ક્ષેત્રસમાસ-સિંદૂરપ્રકરણ-કુલક-જ્ઞાનસાર અષ્ટક–વીતરાગ સ્ત્રોત્રવૈરાગ્યશતક—ઇન્દ્રિય પરાજય શતક—તત્ત્વાર્થ સૂત્ર ઇત્યાદિ સ્વાધ્યાય બુક સપૂર્ણ કઠસ્થ સાથે કરેલ. તેમ જ સંસ્કૃત બુકે-વ્યાકરણ-સાહિત્ય-ન્યાય વિ. ને સુદર અભ્યાસ કરેલ છે. તેમ જ સાહિત્યની કાશી—બનારસ વિદ્યાપીઠની સ ંસ્કૃત પરીક્ષાઓ, ધાર્મિક શિક્ષણ સંઘની તેમ જ પૂના વિદ્યાપીઠની દરેક પરીક્ષા અપાવેલ છે. હજી પણ જ્ઞાનાભ્યાસ ચાલુ જ છે. સમુદાયમાં વડીલેાના મનને વિનયથી જીતી લીધાં હાવાથી ગુરુકૃપા પાત્ર બન્યાં હતાં. ગ્રાનુગ્રામ વિચરતાં, ભવ્યજીવાને પ્રતિએ ધ કરતાં, તથા જ્યાં જ્યાં ચાતુર્માસ કરે ત્યાં ત્યાં શાસન–પ્રભાવના તેએ કરાવી રહ્યાં છે. વળી તેએ શ્રી સ્તવના-દુહાઓ-ગઝુલીએ-ગુરુગુણ ભક્તિગીતા વિ. સ્વહસ્તે જોડી બનાવે છે. તથા સુંદર શાસ્ત્રીયતેમ જ ઐતિહાસિક લેખેા પણ લખે છે. અને સારા એવા વક્તા પણ છે. આ બધું ખરેખર ગુરુદેવ!ના અદૃશ્ય આશીવાદ અને કૃપાનુ ફળ છે.
બંને બહેના ( સાધ્વીજી મ. ) જ્ઞાન આદિ ગુણામાં સમાન છે. ગુરુદેવની કૃપાથી તેમને હાલમાં એ શિષ્યાઓ છે. સાધ્વીજી શ્રી ઋષિદત્તાશ્રી મ. તથા સાધ્વીજી વાસવદત્તા શ્રી મ. સસારી પક્ષે વતન તેનુ ગામ હાલ મોવડી. ઋષિદત્તાશ્રી મ. નું સ`સારી નામ તારાબહેન પિતા પ્રભુદાસભાઈ માતા ચનબહેન. તેમને પણ આસદ્ગુરુઓને સમાગમ થતાં સયમભાવના દિલમાં જાગ્રત થઈ. અનેક કસોટીઓમાંથી પસાર થયા બાદ માતપિતાની અનુમતિ મળતાં પૂ. ગુરુણીજી મ. શ્રી દમયંતીશ્રી મ. ના સાંનિધ્યમાં અને પાલીતાણામાં પૂ. આચાય દેવ યશે દેવસૂરી મ. ની તારક નિશ્રામાં પ્રથમ ચાતુર્માંસ કર્યું, અને ધામિક અભ્યાસમાં આગળ વધ્યાં તેમ જ વડીલ ગુરુજનાની ભક્તિ વિ. ખૂબ કરતાં. તથા ચાતુર્માસ બાદ નવાણુ યાત્રા પણ કરેલ. પૂ. આચાર્ય શ્રી યશે દેવસૂરીશ્વરજી મ. ની વૈરાગ્યભરપૂર વાણી દ્વારા સદુપદેશ મળવાથી બહેન શ્રી તારાને સયમ લેવાને મનેાબળ દૃઢ થયેા. બાદ સસારીજનાની આજ્ઞા મળતાં સં. ૨૦૩૬ ની સાલે વૈશાખ સુદિ સાતમના રાજ ધામધૂમપૂર્વક ઘણા જ આનદથી દીક્ષા લીધી. અને પૂ. સા. શ્રી દમયન્તીશ્રી મ. નાં પ્રશિષ્યા થયાં. તેમનુ શુભ નામ સાધ્વીજી ઋષિદત્તાશ્રીજી પાડ્યું'. હાલ તેમને સંયમ જીવનનાં તેર વર્ષ પૂર્ણ થયા છે. તે દરમિયાન જ્ઞાનાદિ ગુણ સાથે તપે ગુણમાં પણ આગળ વધ્યાં છે. તેઓએ વષી તપ-વીશસ્થાનક તપ શત્રુ ંજય તપ-૫ચમીતપ-દશમી તપ સાળ–નવ–અઠ્ઠાઈ-વધમાન તપની આળીએ-નવપદજીની આળીએ. બૃહદ જોગ-માસક્ષમણ આદિ નાનીમેાટી તપશ્ચર્યાએ કરેલ છે, અને આત્મકલ્યાણ સાધી રહ્યાં છે.
[બેન શ્રી તારાની દીક્ષાનું શુભ મુહૂર્ત પૂ. આચાય શ્રી યશે દેવસૂરીશ્વરજી મહારાજે કાઢી આપેલ હતું. ]
સાધ્વીજી વાસવદત્તાશ્રીજી ઃ—જન્મભૂમિ એડન. નિવાસભૂમિ મજેવડી. સ’સારી નામ ઉષાબેન, પિતા ચુનીભાઈ, માતા મંગળાબહેન, બહેન ઉષા, સાધ્વીજી તૃતિપૂર્ણાશ્રીજી મ.ના સ`સાર પક્ષે કાકાની દીકરી બહેન થાય. તેમણે પણ તૃપ્તિપૂર્ણાશ્રી મ.ની દીક્ષા જોયા બાદ મારે પણ દીક્ષા લેવી તેવા નિશ્ચય કરેલ હતા. તેમાં પૂ. ગુરુજીને સહયેાગ પ્રાપ્ત થતાં, દીક્ષાની ભાવનામાં અભિવૃદ્ધિ થઈ અને સમયની પરિપકવતા થતાં માતા-પિતાની અનુમતિ મળતાં પૂ. આચાર્ય શ્રી યશેાદેવસૂરીશ્વરજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org