________________
શાસનનાં શ્રમણરત્નો ]
| [ ૫૯૭ હતી; જેઓ જ્ઞાનસંપન્ન અને પ્રખર વ્યાખ્યાતા હતાં, એવાં વિદુષી જ્ઞાનશ્રીજી મ. સા. પાસે વિ. સં. ૧૯૬૮ ના જેઠ સુદિ ૧૧ ને ગુરુવારના રોજ જડાવબહેને ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને તેઓ સાધ્વીજી શ્રી જયંતિશ્રીજી તરીકે જાહેર થયાં.
સાધ્વીજીવનમાં તેઓશ્રીએ સંસ્કૃતમાં સિદ્ધાંતકૌમુદી, વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, કાવ્યકોષ, શાસ્ત્રાદિ વગેરેનો અભ્યાસ શરૂ કર્યો અને તીવ્ર બુદ્ધિપ્રભાથી તેમાં વિચક્ષણપણું પ્રાપ્ત કર્યું. જીવવિચાર, નવતત્ત્વ, કર્મથ, તત્ત્વાર્થ, અને લોકપ્રકાશાદિ ધાર્મિક ગ્રંથ પ્રકરણનો તલસ્પર્શી અભ્યાસ કરવા ઉપરાંત તેઓશ્રીએ શ્રી ઉત્તરાધ્યયન આદિ આગમગ્રંથનો પણ અભ્યાસ કર્યો અને સાધ્વી- સમુદાયમાં તેઓએ પ્રતિભાશાલિની વિદુષી સાધ્વીજી તરીકેની સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. - સંયમી જીવનમાં આત્મકલ્યાણની સાથોસાથ સ્વ-પર કલ્યાણાર્થે તેમણે દેશ-વિદેશ વિહાર કર્યો અને પિતાની જ્ઞાનશક્તિથી રોચક શૈલીએ વ્યાખ્યાનાદિ ઉપદેશ દ્વારા અનેક ભવ્ય આત્માઓનો ઉદ્ધાર કરવાની સાથે-સાથે પિતાના સંસર્ગમાં આવતા પ્રત્યેક જીવને કેઈ ને કોઈ પ્રકારે ધાર્મિક સંસ્કાર મળે, એ અંગે તેઓશ્રી ઉદ્યમશીલ રહેતાં અને પરિણામે બેતાલીશ વર્ષ જેટલા દીર્ઘ દીક્ષા પર્યાયમાં તેઓશ્રીએ કચ્છ, ઝાલાવાડ, ગુજરાત આદિ પ્રદેશમાં વિચરી અનેક જીવોને ધાર્મિક અનુષ્ઠાનોમાં દોર્યા હતા અને શાસનની ઉન્નતિમાં સારો સાથ આપે હતો.
ઝાલાવાડના મુખ્ય અને રાજધાનીરૂપે વખણાતા અતિ સમૃદ્ધ શહેર પ્રાંગધ્રામાં તેમનાં ચોમાસાં વધારે પ્રમાણમાં થયેલ. ત્યાંની ધર્મથી અણખેડાયેલી ભૂમિમાં સૌપ્રથમ ધર્મબીજ રોપનાર અને વાંની પ્રજાને ધર્મમાર્ગે દોરનાર હોવાથી આજે પણ ત્યાન સંઘ એ મહાન આત્માને ઉપકાર માની રહેલ છે અને ત્યાંને સંઘ આજે પણ ગુરુભક્તિને અપૂર્વ ફાળે આપી રહેલ છે.
સં. ૨૦૦૭ માં પૂ. જયંતિશ્રીજી મ. ની તબિયત બ્લડપ્રેશર આદિ દર્દથી ઘેરાતી જતી હતી. તેથી ધ્રાંગધ્રાના સંઘે અત્યાગ્રહ સં. ૨૦૦૭ માં ચોમાસુ કરાવેલ અને કાળજી તેમ જ ખંતપૂર્વક ઔષધોપચાર કરી તન, મન ને ધનથી સેવા કરી. પરંતુ તે દર્દી ઉપશમ ન પામતાં માંદગી વધી અને આખરે સં. ૨૦૧૦ ના ચૈત્ર સુદ ૧૪ ના રોજ પ્રાતઃકાળે અરિહંત અને નવકારમંત્રના સ્મરણપૂર્વક સમાધિમાં જ કાળધર્મ પામ્યાં. એમનો અમર આત્મા સ્વર્ગવાસી બન્યા. તેમની ઉત્તરક્રિયા ખૂબ ધામધૂમથી કરવામાં આવી અને ધ્રાંગધ્રાના સંઘે ભક્તિને અપૂર્વ લાભ લીધે.
પૂ. જ્યતિશ્રીજી મ. નાં નિર્મળાશ્રીજી, કુશળ શ્રીજી. દિવ્યાશ્રીજી, કવીન્દ્રશ્રીજી આદિ વિશથી પચીશ લગભગ શિષ્યા-પ્રશિષ્યાઓને પરિવાર છે.
E
K
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org