________________
શાસનનાં શ્રમણીરત્ના ]
[ ૬૧૭
ભણીશ, ઘર સંભાળીશ; આ પ્રમાણે કહેતી. જ્યારે થાડી સમજણ આવી ત્યારે માતા અને પાઠશાળામાં ભણવા લઈ જતાં અને ૭ વર્ષની ઉંમર થઈ ત્યારે સ્કૂલમાં ભણવા માટે મૂકી. અનુક્રમે બંને અભ્યાસ કરવા લાગી ..
સં. ૨૦૦૭માં ભાયખલા મુકામે પ. પૂ શાસનપ્રભાવક આચાય દેવ શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. યુગદિવાકર આચાયદેવ શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા. ઉપધાન તપ કરાવ્યાં. તેમાં માતા કાન્તાબહેન પણ જોડાયાં. ત્યારે પિતા મણીભાઈ એ પૂ. આચાય મ. સા ને વાત કરી કે, મારે નીવી કરાવવાની ભાવના છે, ત્યારે પૂ. આચાર્ય મ. સા. કહ્યું કે, શેઠ ! તમે તે। દવાના વેપારી છે, તેા તમારા તરફથી ઉપધાન તપસ્વીઓને દવાની ભક્તિ કરે. પિતા મણીભાઈ એ પૂ. આચાય મ. સા. ના આદેશ ઝીલી લીધેા અને આખા ઉપધાન તપમાં તેમના તરફથી ભક્તિ થઈ. આ ઉપધાનથી જ જાવ'તીનાં માતાપિતાને પૂ. આચાર્ય મ. સા. ના પરિચય થયા. અને ત્યારથી જ તેમની પાસે અવાર-નવાર વંદનાર્થે જવા લાગ્યાં. માતા કાન્તાબહેનને હૃદયમાં ઊ'ડે ઊંડે એવી ભાવના ખરી કે, જો મારી છેકરીને ભાવના થાય તે મારે પૂ. ધર્માંસૂરિ મ. સા. ના સમુદાયમાં જ દીક્ષા આપવી.
બેન જશવંતીના અભ્યાસ આગળ વધી રહ્યો છે. એ અરસામાં સ. ૨૦૧૬માં પૂ. આચાય મ. સા. નાં આજ્ઞાનુિંની પ. પૂ. વિદુષી સા. પ્રિયંવદાશ્રીજી મ. સા. નું ચાતુર્માસ ત્યાં માટુંગામાં બહેનેાના નૂતન ઉપાશ્રયમાં થયું. ઘર અને દેરાસર ઉપાશ્રય નજીકમાં હેાવાથી અવાર-નવાર સાધ્વીજી મ. ગૌચરી માટે પધારતાં. આમ કરતાં કાન્તાબહેન સાથે પરિચય વધતા ગયા. પછી તે જશવંતી સાથે પરિચય થતા ગયા. એમ કરતાં ઉપાશ્રયમાં આવવાનુ શરૂ થયુ.. જેમ જેમ પરિચયમાં આવતાં ગયાં તેમ તેમ અભ્યાસ કરવાનું પણ મન થતું ગયું. ત્યારે જશવંતીએ પૂના વિદ્યાપીઠની પ્રથમ એ પરીક્ષાના અભ્યાસ સાથે કરી, પરીક્ષા આપી. તેમાં પણ પ્રથમ કક્ષાએ પાસ થઈ. પૂ. સાધ્વીજી મ. સંસારની અસારતા-ધ'નુ' સ્વરૂપ સમજાવતાં ગયાં તેમ જશવંતીનુ મન વૈરાગ્યવાસિત બનતું ગયુ.. પછી તેણે માને વાત કરી કે, હવે મને દીક્ષા લેવાનું મન થાય છે. માની ભાવના હતી કે, મારી કરી દીક્ષા લે તેા સારું. તેઓ પણ વધુને વધુ પ્રાત્સાહન આપતાં જ રહ્યા. પછી માને એમ થયુ` કે, હવે આની ભાવના પાકી લાગે છે, માટે આપણે એને શિખરજીની યાત્રા કરાવીએ. તેથી પિતાજીને શિખરજીની યાત્રા કરાવવા માટેની વાત કરી, અને પૂ. સાધ્વીજી મ.ને પણ વાત કરી. યાત્રાના નિર્ણય કર્યો પછી જશવતીને આસા મહિનામાં શશિખરજી મેાકલી. યાત્રા પ્રવાસમાંથી જશવ'તી ઘરે અવાર-નવાર પત્રેા લખતી કે, મારુ' દીક્ષાનુ' મુહૂર્ત કઢાવી રાખો. મારે તે। દીક્ષા જ લેવી છે. પણ તેમના પિતાશ્રીને એમ થયું કે, એ તે નવી નવી નગરીએ જોશે, એટલે કદાચ એનું મન દીક્ષા માટે ન પણ રહે. તેથી જશવંતી આવે પછી વાત.... યાત્રા કરીને જશવંતી કા. વ. ૫.ના આવી. તેણે મુહૂત માટે પૂછ્યું ત્યારે પિતાએ કહ્યું કે, બેન તારી ઉંમર નાની અને નવાં નવાં ગામ જુવે. પછી કદાચ મન ન થાય તે...! એટલે અમે મુહૂત કઢાવ્યું નથી....
આ જ વખતે શીવ–સાયનમાં પૂ. સા. પ્રિયંવદા શ્રીજી મ. સા. ના સંસારી ભાઈ મ. સા. પૂ. જયાન વિજયજી મ. સા. નું ચાતુર્માસ હતું. તે દરમ્યાન ત્યાં તેમના ગુરુજી આચાર્ય દેવ શ્રી યશે દેવસૂરીશ્વરજી મ. સા. ત્યાં પધારેલા. એક વખત પૂ. સાધ્વીજી મ. સા. સાથે જશવ’તી વંદનાથે ગયાં. ત્યાં પૂ. સાધ્વીજી મ. કહ્યું કે, આની દીક્ષા લેવાની ભાવના છે. પૂ. આચાય મ. સા. બેન જશવંતીની પરીક્ષા કરવા માટે અવનવા પ્રશ્નો પૂછ્યા. પ્રશ્નોના પણ એધડક જવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org