________________
શાસનનાં શ્રમણરત્ન ]
[ ૧૫ સા. જયંતિશ્રીજી મ. સા. નાં પ્રશિષ્યા પરમવાત્સલ્યવારિધિ પ. પૂ. સા. પ્રિયંવદાશ્રીજી મ. સા.ના ચરણકમલમાં પિતાનું જીવન સમર્પણ કર્યું ને તેઓશ્રીનાં શિષ્યા તરીકે સા. પદ્મયશાશ્રીજી મ. ના નામે જાહેર થયાં.
સંયમજીવનની પ્રાથમિક શરૂઆતથી જ જ્ઞાન-ધ્યાન-વિનય–વૈયાવચ્ચ દ્વારા અને રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના દ્વારા કર્મઈધણ ભસ્મીભૂત બનાવવા સજજ બન્યાં. ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, તત્ત્વાર્થસૂત્ર, યેગશાસ્ત્ર, બૃહત્સંગ્રહણ, ક્ષેત્રસમાસ, વીતરાગસ્તોત્ર, ઇન્દ્રિયપરાજયશતક સિંદૂર પ્રકર, વૈરાગ્યશતક, ગુણસ્થાનક કમાહ, જ્ઞાનસાર, અકજી વગેરે સૂત્રને અર્થસહિત તલસ્પર્શી અભ્યાસ ગુરુ મહારાજની નિશ્રામાં કર્યો. સાથે-સાથે સંસ્કૃત બે બુક, નામમાલા, વ્યાકરણ. રઘુવંશ. પાતાંજલિયેગ, શ્રી શાંતિનાથ મહાકાવ્ય વગેરેનો પણ ઊંડો અભ્યાસ કર્યો. પૂના વિદ્યાપીઠની ચાર-પાંચ પરીક્ષાઓ આપી તેમાં પણ ઉત્તીર્ણ થયેલ છે.
પૂ. સાધ્વીજી મ.ને કંઇ પણ મધુર છે. શ્રી સીમંધરસ્વામીનું ૧૫૦ ગાથાનું તેમ જ ૩૫૦ ગાથાનું સ્તવન, સમક્તિના સડસઠ બેલની સજઝાય અર્થસહિત, દ્રવ્ય-ગુણપર્યાયને રાસ તેમ જ આનંદઘનજીની, યશવિજયજીની, માનવિજયજીની, દેવચંદ્રજીની વીશીઓ પણ અર્થસહિત કરેલી છે. જ્ઞાનની સાથે-સાથે તપની ભૂમિમાં પણ પગરણ માંડ્યા વિના તેઓ રહી શક્યાં નથી. અઠ્ઠાઈનવાઈ—અગ્યાર ઉપવાસ, વિશસ્થાનક તપ, વર્ધમાન તપની ઓળી, નવપદજીની ઓળી, કર્મસૂદનતા, પરદેશીરાજાના છઠ્ઠું, રતનપાવડીના છઠ, દીપાવલી તપ, એકમાસી તપ, દાઢમાસી તપ, નાનો-મોટો પખવાસ, બીજ, પાંચમ, આઠમ, અગ્યારસ, ચૌદશ જેવી પર્વ તિથિઓની આરાધના સહ અનેકવિધ નાની-મોટી તપશ્ચર્યા એકાસણાં–આયંબિલ સહિત કરેલ છે.
પૂ. સાધ્વીજી મ.ના જીવનમાં જાપ, સ્વાધ્યાય સાથે વાંચન-મનન-ચિંતન અને નિદિધ્યાસનને ઘણો જ ઉત્કૃષ્ટ ફાળે છે. ફક્ત જેન જ નહિ પરંતુ જેનેતરગ્રંથનું પણ વિશાળ–બહોળા પાયા પર વાંચન અને આત્મમંથન કરી તેઓશ્રી અભૂતપૂની ચિત્તશુદ્ધિ અને આત્મસુખસમૃદ્ધિને પ્રાપ્ત કરી રહ્યાં છે. મુંબઈ-પૂના-અમરેલી-જેતપુર–ધ્રાંગધ્રા-સુરત વગેરે અનેક સ્થળોએ ચાતુર્માસ કરી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો કર્યા છે. તેઓની જ્ઞાનજિજ્ઞાસા-જ્ઞાનપિપાસા અને સાહિત્ય પ્રત્યેની ભક્તિ એવી તે અજબગજબની છે કે પૂના, ગોરેગાંવ, વેરાવળ, પાટણ, જેતપુર, ધ્રાંગધ્રા વગેરે સ્થળોએ ચાતુર્માસ દરમ્યાન જ્ઞાનમંદિરના જ્ઞાનભંડારો ખૂબ જ સુવ્યવસ્થિત કર્યા છે. જ્ઞાનનાં સાધનોને પુસ્તકના રક્ષણાર્થે સુંદર સજાવ્યાં છે. “સુષા”, “કલ્યાણ”, “ગુલાબ”, “જૈન વગેરે જૈન સાહિત્યમાં લેખ દ્વારા પિતાના આત્મચિંતનને અનન્ય ફાળે આપી રહ્યાં છે. દરેક ચાતુર્માસમાં ૪૫ આગમની પૂજાવરઘોડા–રચના દ્વારા ભાણવડાવે છે. એવી જ રીતે અષ્ટાપદજીની પૂજા, વીશસ્થાનકતપની પૂજા, પણ કલાકૃતિની રચના કરાવવા દ્વારા સુંદર ભણાવડાવે છે. ફક્ત પૂજા ભણાવે જ નહિ, સાથે અર્થની સમજાવટ અને છણાવટ પણ સુંદર રીતે કરે છે.
સંયમજીવન પ્રાપ્ત કર્યા પછી કઈક પૂર્વના કર્મોદયના કારણે છેલ્લાં ત્રીશેક વર્ષથી સતત વેદનીયકમનો ઉદય રહ્યા જ કરે છે. દર્દથી ભરેલી કાયાની માયા છેડીને સતત સાહિત્યમાં રક્ત રહેવું એ કાઈક નાનીસૂની વાત નથી, પરંતુ પૂ. સાધ્વીજી મ. આ વાતને આત્મસાત કરી લીધી છે. પરમ ઉપકારી તીર્થકર ભગવતે પળમાત્ર એટલે ય પ્રમાદ ન કરવાની આપેલી દિવ્ય વાણું ને ચેતવણી દરેક આત્મસાધકને તેમ જ વ્યવહારિક સાધનાને માટે પુરુષાર્થ કરતા પ્રત્યેક માનવીને પણ ભીષણ સંસારનાં અનેક ભયસ્થાનેથી બચવાને મૂંગે સાદ કરતી દીવાદાંડીની ગરજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org