________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૬૦૯ તેમાં ગેળના જથ્થાબંધ વેપારી તરીકે પ્રસિદ્ધ પામેલ એવા જીવણભાઈ ઝવેરચંદ શાહનું સુખી કુકું હતું. તે જીવણભાઈ ધર્મનિષ્ઠ અને સદાચારી-સરળ સ્વભાવી હતા તેમનાં ધર્મપત્ની પરમ તપસ્વી-ઉદારદિલ-ધમપ્રેમી-સદ્ગુણ–પરોપકારપરાયણ જાણે સાક્ષાત્ ધર્મની સાંકળ ન હોય, તેવાં સાંકળી બાઈ હતાં. તેઓને બે પુત્ર અને સાત પુત્રીઓને પરિવાર થયો હતો. તેમાં થોથા નંબરની પુત્રી હીરાબહેનનો જન્મ સં. ૧૯૭૭માં અષાઢ સુદ બીજના પુણ્ય દિવસે થયેલ. તેમનું સૂર્ય જેવું તેજસ્વી, ચંદ્ર જેવું શીતલ અને પૂર્ણ ખીલેલા શરદપૂર્ણિમાના ચંદ્ર જેવું નિમલ મુખારવિંદ જોઈ માતાપિતા અને સ્વજનવર્ગનાં હૈયામાં હર્ષનાં અશ્રુ સાથે આનંદને ઉદધિ જાણે ન ઊમટ્યો હોય! તે આનંદ થયો. બાલ્યવયથી જ દેરાસર-ઉપાશ્ર વગેરે ધર્મસ્થાનકે તાં. સાંકળીબહેન કે ઘરના કેઈપણ સભ્ય દેરાસર કે ઉપાશ્રમ્માં જાય, તે તેની સાથે અવશ્ય જવા જોઈતું. ન કેઈ લઈ જાય તો રુદન શરૂ થઈ જતું. આવા તો તેમના પૂર્વભવના, સંસ્કારો હતા. હીરાબહેન પાંચ વર્ષનાં થયાં, તે પિતાજીનું અચાનક અવસાન થયું, પિતાની છત્રછાયા ગુમાવી. કુટુંબ ઉપકારને આઘાત લાગ્યો.
તેમની પાંચ વર્ષની ઉંમર થઈ ત્યારે વ્યવહારિક અભ્યાસ શરૂ કર્યો. સ્કૂલમાં જે પાઠ આપે, તે તુર્ત જ ગ્રહણ કરતાં ને હંમેશા માટે પહેલે નંબર જ લાવતાં. સ્કૂલમાં વ્યવહારિક જ્ઞાન પાંચ ધોરણ સુધીનું મેળવ્યું. આ જ્ઞાન સાથે ધાર્મિક જ્ઞાન પણ બે પ્રતિકમણનું મેળવ્યું.
તેમનું સગપણ ૮ વર્ષની નાની વયમાં જ કરેલ. દશ વર્ષની ઉમર થતાં, તેમને થયું કે મારે સાસરે જવું નથી ને સંસારમાં પડવું નથી. આવા વિચારની ઘટમાળ તેમના હદયમંદિરમાં ચાલતી હતી. એ અરસામાં તેમનાં માતુશ્રીએ માસક્ષમણની તપસ્યા ધરેલ. ત્યારે તેમના મોટાભાઈ ગુલાબચંદભાઈ ધંધાથે કલકત્તામાં રહેતા હતા. તેઓ માસક્ષમણના પારણા પ્રસંગે જેતપુર આવેલ. ત્યારે માએ ગુલાબચંદભાઈને બહેન હીરાની વાત કરેલ, તેથી મોટાભાઈએ કહ્યું કે, હું જઈશ ત્યારે હીરાને કલકત્તા લઈ જઈશ, તે ત્યાં રહેતાં કરતાં તેના મનનું પરિવર્તન થઈ જશે. આ ધ્યેયથી સાંકળીમાએ બહેન હીરાને મટાભાઈ સાથે કલકત્તા મેકલી. ત્યાં પણ બહેન હીરાએ દેવ-દર્શન-પૂજા–સામાયિક આદિ પ્રવૃત્તિ ચાલુ જ રાખી. મનમાં થતું હતું કે, દેશમાં જઈશું ત્યારે માને કહીશું કે, મારે લગ્ન કરવા જ નથી. કલકત્તામાં હીરા બે વર્ષ સુધી રોકાઈ મેટા ભાઈ એ ઘણી મહેનત કરી, પણ નિષ્ફળ ગઈ. દેશમાં આવવાનું મન થયું. સથવારે દેશમાં આવ્યા, ત્યારે સાંકળીમાં પાલીતાણા માસું કરવાં આવેલ, ત્યારે તેમની સાથે એક નાનો ભાઈ અને એક નાની બહેનને લઈને આવેલ. અને હીરાબહેન સીધાં કલકત્તાથી પાલીતાણા આવેલ. ચાતુર્માસ પૂર્ણ થતાં શત્રુંજયની નવ્વાણું યાત્રા કરવાના ભાવ જાગ્યા. માતાની સાથે જ હીરાબહેને નાની વયમાં નવ્વાણું યાત્રા કરી. આટલી નાની કુમળી વયમાં ધર્મારાધના કરવાના ભાવ જાગ્યા એ પણ પૂર્વના પ્રબલ પુન્યને યોગ હોય તે જ બને. જ્યારે યાત્રા કરીને આવે, ઘરે વિશ્રાંતિ લેતાં, ત્યારે મુખમાંથી શબ્દ નીકળતા કે બા ! આ તીર્થમાં જ અમને સંયમ મળે તે કેવું સારું ! પાલીતાણામાં ઘણા નાના-નાના સાધુ-સાધ્વીજી મ. ને જોઈ મન સંયમ લેવા તલસતું. માને રાજ યાદ આપ્યા કરતાં હતાં. માને વાત સાંભળી દુઃખ થતું–મન મૂંજાતું, અને ક્યારેક રડી પણ જતાં, કે સંયમની વાત તમે ન કર. તારૂં તે સગપણ પણ કરેલ છે. મારે શું જવાબ દેવો? ત્યારે હીરાબહેન કહેતાં કે, સાસરાવાળાને હું જવાબ આપીશ, કે, મારે લગ્ન કરવાં નથી, આમ હું કહી આપીશ, તેની તમે ચિંતા કરશે નહિ. આમ કહેતાં, પણ માનું હૃદય માનતું ન હતું. એમ કરતાં તેમની નવ્વાણુ યાત્રા પૂરી થઈ....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org