________________
૬૧૦ ]
[ શાસનનાં શ્રમણને તે અરસામાં સં. ૧૯૯૧માં માકુભાઈ શેઠને છરી પાલિત સંઘ અમદાવાદથી પાલીતાણા આવ્યો ત્યારે તેઓ બધાં બે મુકામ સામે ગયાં. આખા સંઘને નિહાળ્યો. જૈન ધર્મની પ્રભાવના અને સાધુ-સાધ્વી સમુદાયને જોતા હીરાબહેનનું મન સંયમ માટે ખૂબ જ તલસવા લાગ્યું, પણ કે સાદવી મ.ને પરિચય નહીં. કેવી રીતે કહેવાય કે સંયમ લે છે? મા કહે કે, ધર્મારાધના બરાબર કરે, પછી દીક્ષાની વાત! તે વખતે પૂ. આચાર્ય દેવ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મ. સા. સપરિવાર સંઘ સાથે પાલીતાણા પધારેલ અને ચંપાનિવાસમાં ચાતુર્માસ કર્યું. અને તેમના સમુદાયનાં પૂ. સાધ્વીરત્ન શ્રી જયંતિશ્રીજી મ. સપરિવારે ગામમાં આવેલ લલુભાઈની ધમ. શાળામાં ચાતુર્માસ કર્યું. સાંકળીમા અને હીરાબહેન પણ તે જ ધર્મશાળામાં રહ્યાં. દિન-પ્રતિદિન સાધ્વીજી મ. પાસે આવશ્યક ક્રિયાકાંડ કરવા જતાં આવતાં હીરાબેનનો પરિચય વધ્યા. અને રેજ પૂ. સાધ્વીજી મ. સાથે પૂ. આચાર્યદેવ શ્રી મોહનસૂરીશ્વરજી મ. સા. નું વ્યાખ્યાન સાંભળવા જતાં, તેમની મધુરી-સૌમ્ય વાણી સાંભળતાં, તેમનું મન વધારે દઢ થયા લાગ્યું. સાથે સાથે અદ્ભુત સ્મરણશક્તિ અને તીવ્ર ધારણશક્તિ દ્વારા મતી કડિયાની ધર્મશાળામાં કુંવરજીભાઈ માસ્તર પાસે સારો એવો ધાર્મિક અભ્યાસ કર્યો. મન સંયમ માટે આગળ વધવા લાગ્યું. જેઠ મહિને પસાર થયે. અષાઢ મહિને આવ્યું. મા હજુ હા પાડતાં નથી. મન મૂંજાવા લાગ્યું. વારંવાર માને કહ્યા કરતા કે, તમે જે મને દીક્ષા નહિ આપો તો હાથે કપડાં પહેરી લઈશ. છતાં માને થતું કે, આ તે હજુ નાની છે ને! થોડે હાથે વેશ પરશે? એટલે મા તે મનમાંથી વાત કાઢી નાખતાં. એવામાં કઈ વિનસંતોષીએ કેર્ટમાં જઈને કહ્યું કે, બાળદીક્ષાને વિરોધ છે ને? આ છોકરી કેમ દીક્ષા લે છે? અમે દીક્ષા લેવા દઈશું નહીંપછી તેઓને કોર્ટમાં બોલાવવામાં આવ્યાં, ને કહ્યું કે, કે આટલી નાની વયમાં શા માટે દીક્ષા લેવી છે? જે જે પ્રશ્નો પૂછયા, તેના સ્પષ્ટ જવાબ આપ્યા. છેવટે તેમણે (હીરાબહેને કહ્યું કે, મારા મૃત્યુને તમે રેકે અને ફરી જન્મ ન લેવું પડે, તેની જવાબદારી તમે લો, તે હું દીક્ષા ન લઉં. આવા સચોટ અને નીડરતાભર્યા જવાબો સાંબળી, ન્યાયાધીશનું મસ્તક તે ડોલવા લાગ્યું. આશ્ચર્યમુગ્ધ બની ગયા. આટલી નાની છોકરીમાં આવી નીડરતા! છેવટે ન્યાયાધીશે કહ્યું કે, અમારો વિરોધ નથી, પણ ગામમાં ચર્ચા થવા લાગી કે, અમે બાળદીક્ષા લેવા દઈશું જ નહિ. પણ હીરાબહેનની એટલી બધી મક્કમતા કે,
ક્ષે ચોમાસા પહેલાં જ અને દાદાના ધામમાં જ લઈશ. કેર્ટની બધી જ વાત પૂ. આચાર્ય મ. સા.ને કરી, અને તેમણે આશ્વાસન આપી કહ્યું કે તને દીક્ષા આપીશું. આમ કહી અષાઢ સુદ ૧૪નો શુભ દિવસને સંકેત કર્યો. માને ઘણું સમજાવ્યાં, છતાં પણ ન માન્યાં.
કુટુંબીજને મેહ-મમત્વના કારણે સંયમ માટે અનુમતિ નહિ આપે, એવી ધારણાથી કેઈને પણ જણાવ્યા વગર સં. ૧૯૯૧ના અપાઢ સુદ ૧૪ ના શુભ દિવસે શત્રુંજયતીર્થની તળેટીમાં જ શુભ મુમૂતે ગુપ્ત સંયમ વેશ પરિધાન કરી, પૂ. આચાર્ય મ. સા. પાસે દીક્ષાવિધિની ક્રિયા કરી. અને વાત્સલ્યવારિધિ-જ્ઞાનરત્ના પરમ વિદૂષી સા. શ્રી જયંતિશ્રીજી મ. સા. ના સુશિષ્યા જ્ઞાનીધ્યાની - ત્યાગી - સરલ સ્વભાવી એવાં પૂ. સા. નિર્મળાશ્રીજી મ. સા. નાં સુશિષ્ય બાળ સા. શ્રી પ્રિયંવદાશ્રીજી મ. બન્યાં. અને પૂ. જયંતિશ્રીજી મ. સા. દાદી ગુણી બન્યાં....
સૂફમ અને તીક્ષણ બુદ્ધિના બળે સાધુકિયાના સૂત્રો અને પફખી સૂત્ર ત્રણ જ દિવસમાં પુરું કર્યું. અતિચાર તે દીક્ષાના દિવસે જ કીધા. જ્ઞાન રસિક એવા તેમણે પાંચ પ્રતિક્રમણ નવસ્મરણ દશ વૈકાલિક સૂત્રનાં ચાર અધ્યયન તો સંસારીપણામાં જ કર્યા. અને દીક્ષા પછી જ્ઞાનપિપાસાની તીવ્રતાના કારણે ચાર પ્રકરણ–ત્રણ ભાષ્ય–છ કર્મગ્રંથ બૃહત્ સંગ્રહ, ક્ષેત્રસમાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org