________________
શાસનનાં શ્રમણીરત્ન
[૧૯૯
પૂજ્યશ્રીને સ્વ. બે શિષ્યા હતાં. એક દરાપરા ગામનાં સાધ્વીજી નવલશ્રી મહારાજ-જેઓ ખૂબ ખૂબ વિનયશીલ સ્વભાવી અને નમ્રતા-સરળતા આદિ સગુણને વરેલાં હતાં. ગુરુસેવા ખડે પગે કરતાં હતાં. અને તેમનાં બીજા શિષ્યા ચૂડા ગામનાં જ કપાસી કુટુંબના–ઉગ્રતપસ્વિની સાધ્વીજી શ્રી દમયંતીશ્રીજી મહારાજ હતાં. હાલ તેમના પરિવારમાં પૂ. સ. ચંદ્રપ્રભાશ્રી, શ્રી કનકપ્રભાશ્રી, તૃપ્તિપૂર્ણાશ્રી-વિદત્તાશ્રી-વાસવદત્તાશ્રી આદિ પાંચ શિધ્યા છે.
હમેશાં રાત્રે ચરણસેવા કરવા જઈએ ત્યારે ખૂબ સુંદર હિતશિક્ષા આપી અમોને સંયમભાવમાં વધુને વધુ સ્થિર બનાવતાં. અને નાની બાળ ઉંમરમાં–જેવાં કે સાત વર્ષની ઉંમર અને અગિયાર વર્ષની કુમળી વયમાં સંયમ આપી આ અસાર સંસાર સમુદ્રમાંથી ડૂબતાં હાથ ઝાલી જેઓએ બહાર કાઢવ્યાં છે અને જ્ઞાન–દાન આપી–સુંદર તાલીમ આપી આ કક્ષાએ ચડાવ્યાં છે તે ઉપકાર બદલ અમે બન્ને તેમનો ખૂબ ખૂબ અણી છીએ. એ ઉપકારીના ઉપકારને યાદ કરી યત્કિંચિત તેમના ગુણાનુવાદ રૂપી જીવનચરિત્ર લખી ધન્યતા અનુભવું છું.
પૂજ્યશ્રી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં પોતાના સ્વજનો વિ. ની ભાવભરી વિનંતીથી લીબડીચૂર્વ તરફ પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યો. ચૂડાના સં. ૨૦૨૨ના ચાતુર્માસ બાદ અહીં નવું દેરાસરજી બનતાં-આદીશ્વર ભગવાન વિ. જિનબિઓની નૃતન પ્રતિષ્ઠા કરાવા શ્રીસંઘની વિનંતિથી બિરાજમાન રહ્યાં હતાં. ત્યાર બાદ તબિયત બગડતાં અને ઉંમરના કારણે શરીર અસ્વસ્થ થવા લાગ્યું. ખૂબ સમતાપૂર્વક વેદના સહન કરતાં. ભાદરવા સુદિ પૂર્ણિમા શુક્રવારે (સંવત ૨૦૨૪)ના બપોરે ૩ વાગે ચતુવિધ સંઘની હાજરીમાં નવકાર મંત્રનું સ્વયં સ્મરણ કરતાં કરતાં અને સીમંધરસ્વામી ભગવાનના દયાનમાં લીન બનતાં બનતાં ૭૨ વર્ષનું ચારિત્ર પાળી પાત નશ્વર દેહનો ત્યાગ કરી પોતાના બાળ પરિવારને છોડી સ્વર્ગની વાટે સિધાવી ગયાં અને ભાદરવા વદિ એકમને દિવસે તેમના કુટુંબીજનો તરફથી પાલખીયાત્રા ધામધૂમપૂક નીકળી હતી. ચૂડા ગામ ઘણું નાનું છતાં દૂર દૂરથી લેકે પાલખીયાત્રામાં આવ્યાં હતાં. પ૦૦ જેટલી માનવ મેદની હતી.
મૃત્યુ બાદ તેમના અદશ્ય ચમત્કાર ઘણા જોવામાં આવ્યા હતા. શ્રીસંઘે પણ તેમને સાક્ષાત્કાર જોયેલો છે. “ધન્ય ગુરુદેવ–ન્ય જીવન”
લેખિકા : પૂ. સાધ્વી શ્રી ચંદ્રપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી કનકપ્રાશ્રીજી
આરાધનાનિષ્ટ સ્વ. પૂ. સાધ્વીજી શ્રી કંચનશ્રીજી મહારાજ કેટલાક મહાત્માઓ શાસનપ્રભાવનાના શિખર પર આરૂઢ થઈને વિશ્વમાં પ્રસિદ્ધિનો પમરાટ પ્રસરાવે છે, જ્યારે કેટલાક મહાત્માઓ પાયાના પથ્થર બનીને આ શાસનની ઈમારતને દૃઢ રાખવામાં સ્વશક્તિને અમૂલ્ય ફાળો આપે છે. નથી તેઓને કીતિની કામના કે નથી પ્રસિદ્ધિની પરવા...! જિનશાસનના ચતુવિધ શ્રીસંઘનું એક મહત્ત્વનું અંગ શ્રમણી વૃદ, આ શાસનના પાયને પથ્થર સમું છે. આવી જ એક પાયાને પથ્થર એટલે સ્વ. પૂ. ગુરુણજી કંચનશ્રીજી મહારાજ જેઓએ મોટાં શાસનપ્રભાવક કાર્યો દ્વારા તે શાસન પ્રભાવના નથી કરી પરંતુ, સંયમીજીવનની એકનિષ્ઠતા, આરાધન ની અપ્રમત્તતા અને વિશિષ્ટ વાકશક્તિ દ્વારા કેટલાય ધર્મજના અંતરમાં જિનશાસનની ચિરપ્રતિષ્ઠા કરીને આ શાસનની અમૂલ્ય સેવા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org