________________
૬૦૪ ]
[ શાસનનાં શમણીરને સૂરીશ્વરજી મ. સા. ના સમુદાયના પ. પૂ. નેમવિજયજી મ. સા. ના વરદ હસ્તે કપડવંજ મુકામે સં. ૧૯૮૩માં વૈશાખ સુદિ પાંચમે દીક્ષા ગ્રહણ કરી. તેઓશ્રીનું નામ સા. સુનંદાશ્રીજી રાખવામાં આવેલ. અમદાવાદ– પાંજરાપોળમાં પ. પૂ. આ. દે. વિ. નેમિસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ આ. દે. વિ. મોહનસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં માગસર સુદિ દશમે તેઓશ્રીની વડી દીક્ષા થઈ
નાની ઉંમર અને આત્મવૈરાગ્યથી ચારિત્ર લીધેલ હોવાથી, તથા પૂ. કલ્યાણી શ્રીજી મ., પૂ. કંચનશ્રીજી મ. આદિની સતત પ્રેરણાથી, સંચમના શુદ્ધ આચારો સાથે ઊંડો શાસ્ત્રીય અભ્યાસ કર્યો. પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, બૃહત્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ, પંચસંગ્રહ, કમ્મપયડી, વીતરાગ તેત્રાદિ પ્રકરણે, સંસ્કૃત બે બુક, વ્યાકરણ, અભિધાન ચિંતામણિ કેશ, રઘુવંશ, પ્રાકૃતાદિ સુંદર અભ્યાસ કર્યો. તેઓશ્રીને સૂત્રોચ્ચાર અત્યંત શુદ્ધ અને કર્ણપ્રિય હતા. ક્રિયાની ચુસ્તતા અને ઉપયોગિતા એટલી કે આજે ૮૨ વર્ષની વયે પણ પૂર્ણ ઉપયોગ અને ઉચ્ચાર શુદ્ધિપૂર્વક પ્રતિક્રમણ કરતાં તેઓ રોજ ૧ કલાક જેવો સમય પસાર કરે છે. તેઓશ્રીનો સંસ્કૃતને અભ્યાસ ખૂબ સચોટ અને સુંદર છે. ૮૨ વર્ષની વયે પણ જે પફબીસૂત્ર બોલે તે આજનાં યુવાન સાધ્વીઓને પણ શરમ અનુભવાય, એ સ્પષ્ટ અને ગંભીર અવાજ એ તેમની ક્રિયાચિને જ છતી કરે છે.
તેઓશ્રીની દીક્ષા બાદ તેમનાં ગુણીજીને આઠ વિશઓ થઈ. પણ પૂ. ગુરુજી સતત પિતાના ગુરુદેવની સેવામાં જ રત હોવાથી તે આઠેય શિષ્યાઓને ગ્રહણ-આસેવન શિક્ષા વિ. તમામ જવાબદારી તેઓશ્રીએ જ સંભાળી લીધી હતી. ગુરુબહેનની સાથે રાજસ્થાન, મેવાડ, મારવાડ, માલવા, પ્રદેશોમાં કચ્છ, ગુજરાત, કાઠિયાવાડ વિ. વિહાર કરી નાગેદ, સ્તલામ અણોર, દેવાસ, ભાઈ કપડવંજ, વડોદરા, અમદાવાદ, મહધા. મહેમદાવાદ આદિ સ્થળોએ ચોમાસાં કરી ઉજમણાં, જીવદયા તથા જિનમંદિરોમાં સારો રસ ધરાવી ઉપદેશાદિ દ્વારા શાસન પ્રભાવનાનાં કાર્યો કર્યા છે. હાલ તેઓશ્રીનો શિષ્યા-પ્રશિબાદિ પરિવાર ૧૧ ડાણાને છે. તેઓની ચુસ્ત આચાર સહ જ્ઞાન લેવાની અને દેવાની તીવ્ર ઝંખનાના કારણે ગુરુબહેનોએ તેઓનું હુલામણું નામ “ઉપાધ્યાય” રાખેલ છે.
આ પ્રમાણે ગુર્વાજ્ઞા મુજબ વિચરતા તેઓશ્રીએ ૨૬ વર્ષના દીક્ષા પર્યાયમાં ૮-૧૧-૧પ૩૦ ઉપવાસ, ચત્રારિ–અફૈ-દસ-દોય, સિદ્ધિતપ, વીશસ્થાનકની આરાધના, વર્ધમાન તપની ૨૭ ઓળી, ૬૦ વર્ષ સુધી પાંચમ-આઠમચૌદશ આદિ પર્વના ઉપવાસ નિરંતર કરેલ. અત્યારે ૮૨ વર્ષે પણ ૧૮ કલાકની અપ્રમત્તપણે નિરંતર આત્મસાધના, જાપાદિ કરીને અનેકને અનુમોદનાનું નિમિત્ત બને છે. ક્યાંય પણ શુદ્ધ ચારિત્રનો અંશ દેખાય તેની પૂર્ણ હૃદયે અનુમોદના કરવી એ જ તેમનો સ્વભાવ છે. તેઓનાં પૂ. ગુણીજી પ્રવતિની પૂ. સાધ્વીજી કુસુમશ્રીજી મ. ના વિ. સં. ૨૦૪૫ માં થયેલા સ્વર્ગવાસ પછી, પ. પૂ. યુગદિવાકર આચાર્ય દેવ શ્રી વિજયમસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના લગભગ ૨૦૦ સાવ સમુદાયના નાયકપદે હાલમાં પૂ. સુનન્દાશ્રીજી મ. બિરાજે છે, જેને તેઓ ખૂબ જ સારી રીતે શાભાવી રહ્યાં છે. આવા શદ્ધ ચારિત્રના આગ્રહી પૂ. ગુરુદેવની યથાશય ભક્તિનો લાભ મેળવી અમો પણ કર્મનિજર અને શુદ્ધ ચારિત્રના ભાગી બનીએ એ જ અભ્યર્થના... સંકલન - સા. ચન્દ્રયશાશ્રીની ગુચરણે કેટિ કોટિ વંદાવલિ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org