________________
૨૦૬ ]
[ શાસનનાં શ્રમણરત્ન
ગુણે વધુ તેજસ્વી બન્યા. આજે પણ તેઓશ્રીના ભવ્ય વ્યક્તિમત્તા આ ગુણેથી શોભી રહી છે. અપ્રમત્તપણે ભણવું-ભણાવવું અને ચિંતન-મનન કરવું એ તેઓશ્રીની દિનચર્યા છે. બાહ્ય ચિંતાઓ છેડી, કપાયવૃત્તિઓનું નિવારણ કરી, સાધ્વીજીઓ જ્ઞાન-ધ્યાનમાં નિમગ્ન રહી સ્વ-પર કલ્યાણ કેમ સાથે તેની સતત ખેવના રાખતાં હોય છે.
પૂજ્યશ્રીએ સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રાંતોમાં વિહાર કરી અનેક જીવને ધર્મમાં જોડ્યા છે. અનેક સ્થળોએ અસંખ્ય શ્રાવક-શ્રાવિકાઓ તેમની સરળતા, સાદાઈ અને સંયમથી પ્રભાવિત થયાં છે, અને તેમના ઉપદેશથી મુંબઈ માહીમ, કુલ વગેરે સ્થળમાં પાઠશાળા, આયબિલશાળા, પાણીખાતાં શરૂ થયાં છે. દઈમાં જુદાં જુદાં ખાતાંઓમાં અને કેલનપુરની ધર્મશાળામાં હજાર રૂપિયાનું દાન અપાવ્યું છે. તે ઉપરાંત, જોઈ પાસેના આમરોલીમાં તેમને ઉપદેશથી પાઠશાળા-દેરાસર ચાલે છે.
તેઓશ્રીની ૨૧ વર્ષની ઉજવણી નિમિત્તે પાલીતાણું જૈન સાહિત્ય મંદિરમાં ભવ્ય આકર્ષક ઉજમણાં સાથે ઉત્સવ ઊજવાય હતે. પિતે ડભેના વતની હેવાથી ડભેઈના સીદ્રાના શ્રાવકો માટે તેમ જ બહેનો માટે સારી સહાય કરાવરાવે છે. મંદિરા-ઉપાશ્રયે માટેની આવશ્યક વસ્તુઓ શ્રાવકે દ્વારા અપાવવામાં સતત કાળજી લે છે. મધ્યમ વર્ગના શ્રાવકને સહાય કરવા માટે અન્ય શ્રાવકેને પ્રેરણા આપતાં રહે છે.
તેમના સંસારપ માને શ્રી નગીનદાસ નાથાભાઈ જે વિશ્વવિખ્યાત આચાર્ય શ્રી યશદેવસૂરિજીના સંસારી ભાઈ અને મુનિશ્રી વાચસ્પતિવિજયજીના સંસારી પિતા થાય છે, તેમની સુપુત્રી અને મુનિશ્રી વાચસ્પતિવિજયજીની સંસારી પક્ષે બેન શ્રી માણેકબેનની દીક્ષા સં. ૧૯૯૯«ા અક્ષય તૃતીયાના શુભ દિવસે પાલીતાણામાં પૂ. આ. શ્રી વિજય મેહનસૂરિજી મહારાજના શુભ હસ્તે થઈ હતી. અને તેમને સાધ્વીજી મંજુલાથીજી નામે ઘેષિત કરવામાં આવ્યાં હતાં. તે દીક્ષા સાથે સાધ્વીજી મંજુલાશ્રીજીના સંસારી ભાઇ શ્રી ઓચ્છવલાલની દીક્ષા પણ તે જ વખતે થઈ હતી. આ ઉપરાંત પણ તેમના કુટુંબમાંથી બીજી દીક્ષાઓ થઈ છે, જેમાં પ. પૂ. સાહિત્યકલારત્ન આચાર્ય શ્રી વિજયયદેવસૂરિજી સંસારપક્ષે મામા થાય છે. તેમણે અજોડ, અનુપમ, અદ્વિતીય સાશનપ્રભાવના દ્વારા દેશવિદેશમાં કાતિ પ્રાપ્ત કરી છે. સાહિત્ય અને કળાના અનેક ગ્રંથ પ્રકાશિત કર્યા છે.
પૂ. સાદવજી કમલાશ્રીજી મહારાજ સ્વભાવે સરળ અને ભદ્રિક છે. હદયમાં દયા અને કરુણું ભરપૂર હોવાથી દીન-દુઃખીઓને મદદ કરાવવા પ્રેરણા આપતાં રહે છે. સદાય પ્રસન્ન મન રાખી, અપ્રમત્તપણે આરાધનામગ્ન રહેતા હોય છે
પૂજ્યશ્રી પાસે તેમની સંસારી જેઠની સુપુત્રી ઈન્દુબહેને, સંસારી બહેનની સુપુત્રી શારદાએ બીજા બેન શારદાની પુત્રી કેકિલાએ દીક્ષા લીધી છે, અને તેમના નામ અનુક્રમે સાધ્વીજી અરુણપ્રભાશ્રીજી નેહાલતાશ્રીજી, કાતિલતાશ્રીજી છે. તેમાં સાધ્વીજી અરુણપ્રભાશ્રીજી કાળધર્મ પામ્યાં છે. તે સિવાય સાધ્વીજી અજિતસેનાશ્રીજી, હર્ષ પૂર્ણાશ્રીજી, યશોધર્માશ્રીજી, આદિ તેમના સાન્નિધ્યમાં ધ્યાન-જ્ઞાનમાં રત રહીને સ્વપર-કલ્યાણ સાધી રહ્યાં છે.
આજે પૂજ્યશ્રી પૂ. આ. શ્રી યદેવસૂરિજીની આજ્ઞામાં રહી આત્મકલ્યાણ સાધી રહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org