________________
શાસનનાં શમણીરત્ન |
[ ૬૦૩ આવા-આવા અનેક ગુણેથી દેદીપ્યમાન તેઓશ્રીને વિ. સં. ૨૦૩૫ માં માગશર સુદ પાંચમે પાલીતાણામાં, પૂજ્યપાદ યુગદિવાકર આચાર્યદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે “પ્રવતિનીપદ અર્પણ કરાયું હતું. વિ. સં. ૨૦૦૮ માં તેમના પ્રગુરુણ પ્રવતિની સાધ્વીજી શ્રી કલ્યાણ શ્રીજી મ. દર્ભાવતીમાં કાળધર્મ પામ્યાં અને ૨૦૧૯માં તેઓનાં ગુણી સાધ્વીજી શ્રી કંચનશ્રીજી મ. પાલીતાણામાં કાળધર્મ પામ્યા બાદ, પૂ. યુગદિવાકર આચાર્યદેવ શ્રી વિજયમસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયમાં લગભગ ૨૦૦ સાધ્વીઓના તેઓ નાયકપદે ઠેઠ સ્વર્ગવાસ સુધી રહ્યાં હતાં. તેઓના પછી તેઓનાં પટ્ટશિષ્યા સાધ્વીજી શ્રી સુનંદાશ્રીજી હાલમાં નાયકપદે છે. સાધ્વીજી શ્રી સુનંદાશ્રીજી કૈલાસથીજી-વિચક્ષણશ્રીજી-રત્નપ્રભાશ્રીજી-વસંતપ્રભાશ્રીજી કનકપ્રભાશ્રીજી-કિરણલતાશ્રીજી-યશેલતાશ્રીજી આદિ નવ શિખ્યાઓ અને અનેક પ્રશિષ્યાઓ સાથે ૫૦ આસપાસનો તેઓશ્રીને પરિવાર છે. મુખ્યત્વે ગુજરાત-સૌરાષ્ટ્ર-રાજસ્થાન–મેવાડ-માળવાના અમદાવાદ-વડોદરા-સુરત-કપડવંજ-ડુંગરપુર-પ્રતાપગઢ-રતલામ-ઈન્દોર-વેરાવળ-પાટણ – રાજકોટ પાલીતાણા-તળાજા આદિ ક્ષેત્રોમાં વિહાર કર્યા છે.
વિ. સં. ૨૦૪૫ના શ્રાવણ સુદિ દશમે, કપડવંજ મુકામે સતત નમસ્કાર મહામંત્રની ધૂન વચ્ચે સમાધિમૃત્યુ પ્રાપ્ત કરનાર આ મહાન આત્માએ ૮૬ વર્ષના આયુષ્યમાં કુલ ૬૫ વર્ષના સુદીઘ સંયમજીવનનું સુંદર પાલન કર્યું. એમના જન્મ-દીક્ષા અને કાળધમના ત્રણ-ત્રણ મહત્ત્વના પ્રસંગોથી કપડવંજની ધરતી જાણે કન્ય બની બની ગઈ !! અગણિત વંદન હો એ પુણ્યાત્માના પાવન પદારવિંદમાં.....!!!
પૂ. સાધ્વીજી શ્રી વસતપ્રભાશ્રીજી મ. ની પ્રેરણાથી
શ્રી ગગનવિહાર જેન વે. મૂ. સંઘ, ખાનપુર, અમદાવાદના સૌજન્યથી.
વિજ્યમૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી સુનન્દાશ્રીજી મહારાજ પૂ. ગુરુદેવશ્રીનો જન્મ ગુજરાત મધ્યે કપડવંજ ગામમાં વિ. સં. ૧૯૯૭માં પરીખ કુટુંબમાં ગિરધરલાલ બાલાભાઈના સુપુત્ર શંકરલાલ તથા પુત્રવધૂ ચંચળબહેનની રત્નકુક્ષીએ ફે. સુદિ અગ્યારસે થયેલ. તેઓશ્રીને ચાર ભાઈ તથા પાંચ બેને હતાં. તેમાં પૂ. ગુરુદેવનું નામ કમળાબહેન હતું. પુણ્યભૂમિમાં જન્મેલ એ આત્માને બાળપણથી જ ધાર્મિક સંસ્કારોના કારણે જિનાલય, ઉપાશ્રય, પાઠશાળા આદિ ધાર્મિક સ્થાનો પ્રાણપ્રિય હતાં.
વ્યાવહારિક અને ધાર્મિક અભ્યાસ કરતાં છતાં માતા-પિતાએ મહાદિક કારણે બાર વર્ષની ઉમર થતાં દોશી કુટુંબમાં ચુનીલાલના સુપુત્ર નગીનભાઈની સાથે વિવાહ કરેલ. પણ અંદરથી વૈરાગ્ય પામેલ આત્મા હોવાથી લગ્ન નહિ કરતાં, તેઓની અનુમતિપૂર્વક પૂ. આ. શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મ. સા. નાં આઝાવતી પ્રવતિની પ. પૂ. કલ્યાણશ્રીજી મ. સા. ના પ્રશિષ્યરત્ના (સંસારી પક્ષે તેઓનાં ફઈબા) પ. પૂ. કુસુમશ્રીજી મ. સા. ના પ્રતિબોધથી વૈરાગ્યમાં મક્કમ થઈ કુટુંબીજને તથા માતા-પિતા આદિની અનુમતિ લઈને પ. પૂ. આ. દેવશ્રી વલ્લભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org