________________
૫૯૬ ]
[ શાસનનાં શમણીરત્નો સરળ સ્વભાવી, સૌમ્યગુણા, પરમ વિરુપી સ્વ. પૂ. સાધ્વીજી શ્રી જયંતિશ્રીજી મહારાજ
સૌરાષ્ટ્ર દેશમાં સાગરકિનારાથી અત્યંત રમણીય લાગતું વેરાવળ (વેલાકુલ) નગર આવેલ છે. તે ત્રણ જિનમંદિરથી વિભૂષિત છે. વેરાવળથી ફક્ત બે માઈલને અંતરે શ્રી પ્રભાસપાટણ (સોમનાથ) નામનું જૈન-જૈનેતર તીર્થ આવેલ છે. તેનું પ્રાચીન નામ ચંદ્રપ્રભાસતીર્થ છે. આ જ વેરાવળમાં લેઢવિયા કુટુંબમાં શેઠ સોમચંદ જેચંદનાં ધર્મપત્ની કુંવરબાઈની કુક્ષીથી વિ. સં. ૧૯૪૬ ના મહાસુદ પાંચમના રોજ એક પુત્રીને જન્મ થયો હતો. તેમનું નામ જડાવબેન રા.વામાં આવ્યું.
પૂર્વ સુકૃતના ઉદયથી અને શુભભાવ અને સુસંયોગના કારણે જડાવબેન જન્મથી જ ધમ અને જિનભક્તિ તરફ આકર્ષાયાં હતાં. પ્રભુદર્શન વગેરે ક્રિયાઓ કરતાં કરતાં અને વેરાવળમાં બિરાજતાં સાધ્વીજી મ. સા. ના પરિચયમાં પણ આવતાં, ધીમે-ધીમે તેમનું આ આકર્ષણ વધવા લાગ્યું અને થોડોઘણે ધાર્મિક અભ્યાસ પણ કર્યો.
માત્ર તેર વર્ષની વયે તેમનાં લગ્ન તે જ નગરમાં બખાઈ કુટુંબના શેઠ વાઘજીભાઈના સુપુત્ર મોનજીભાઈ સાથે કરવામાં આવ્યાં. શ્વસુરપક્ષ જૈનધર્મ અને ધાર્મિક સંસ્કારી હતો એટલે પૂર્વના સંસ્કારોને વધારે વેગ ને સિંચન મળ્યું. ગૃહસંસારમાં તેમને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ ભાગ્યયોગે તે પુત્ર અલ્પ સમયમાં જ મૃત્યુ પામે. તેવામાં તેમના પતિ શ્રી મનજીભાઈ પણ વ્યાધિગ્રસ્ત બન્યા. તેમના આયુષ્યનો અંત આવતાં જડાવબેન માત્ર પાંચ જ વર્ષને ઘરસંસાર ભોગવી ઓગણીસ વર્ષની યુવાન વયે વિધવા બન્યાં.
જડાવબહેન પ્રથમથી જ પ્રકૃતિથી શાંત, સરળ, સૌમ્ય, સુજ્ઞ અને ગંભીર હતાં. કુદરતે આપેલું છે વૈધવ્યનું દુઃખ પણ એમણે સમભાવે સહન કર્યું. કલ્પાંત અને કકળાટને બદલે તેમણે પિતાના આત્માને સમતાભાવમાં નિમગ્ન કર્યો. પુત્ર તેમ જ પતિ–ઉભયના મૃત્યુના નિમિત્તે જીવનમાં વિશેષ સપરિવર્તન આણ્યું.
તેમણે સમેતશિખરજી, શ્રી આબુજી, શ્રી કેશરિયાજી, શ્રી તારંગાજી આદિ તીર્થસ્થાની યાત્રા કરી અને પરમ પુનિત શ્રી સિદ્ધાચલજી મહાતીર્થે આવ્યાં. યાત્રા કરતાં નવ્વાણું યાત્રાની ભાવના થઈ. તરત જ તે વિચારને અમલમાં મૂક્યો. આ દિવસેમાં તેઓ પૂ. સાધ્વીજી મ. ને સમાગમમાં વિશેષ આવ્યાં. હૈયામાં જે અત્યાર સુધી જાગૃત બનેલે વૈરાગ્યભાવ તે વિશેષ પ્રદીપ્ત બન્ય.
નવ્વાણું પૂર્ણ થતાં જ વૈરાગ્યથી પ્રેરાયેલ આ જડાવબહેને આત્મબળ કેળવી, પરમ પુરુષાર્થ ફેરવી, સગાંસ્નેહીનાં સ્નેહબંધનેને તેડી, સંસારના સુખોને લાત મારી, અ૯પ સમયમાં જ, એકવીશ વર્ષની ભરયુવાનીમાં, પરમ પૂજ્ય શાસન પ્રભાવક સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેહનસૂરીશ્વરજી મ. સા ના વરદ હસ્તે, દીર્ઘ સંયમી, મધુરકંઠી ૫. સા. શ્રી ગુલાબશ્રીજી મ. સા. ની પરમ વિદુષી સા. શ્રી જ્ઞાનશ્રીજી મ. સા. જેમાં કચ્છનાં વતની હતાં. “યથા નામા તથા ગુણા” આ સૂત્રને જેમણે યથાર્થ ભાવ્યું હતું, જ્ઞાનખજાનો જેમને અપૂર્વ હતું, સંસ્કૃત ભાષાને તેઓ વાતચીત કરવામાં કે બોલવામાં ઉપયોગ કરતાં, સંસ્કૃત ભાષાને જેમણે માતૃભાષા રૂપ બનાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org