________________
[ ૫૯૭
શાસનનાં શ્રમણીરત્ન ] અને તેજસ્વી હતાં. તેમનું સ્થાન વિશિષ્ટ કોટિનું હતું. તેમનામાં જિનશાસનની અચલ શ્રદ્ધા, વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ, દીર્ઘ સંયમી જીવનનાં દર્શન થતાં હતાં. તેઓ અનેક મુમુક્ષુ આત્માઓને ધમમાર્ગમાં જોડનારાં હતાં. તેઓ વિખ્યાત મહાન આચાર્ય શ્રીમદ્ વિજય મેહનસૂરિજીની આજ્ઞામાં હતાં. તેમની દીક્ષા પૂ. ગચ્છાધિપતિ મૂલચંદજી મહારાજના શુભ હસ્તે થઈ હતી. તેમનાં શિષ્યા સાધ્વીજી હેમશ્રીજી પણ પ્રભાવશાળી, ગુણિયલ, ક્રિયાપાત્ર અને જ્ઞાનરુચિવાળાં હતાં. અઢાર વર્ષની ઉમરે. સં. ૧૯૫૭માં, અમદાવાદમાં કેવળીબહેને ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને સાધ્વીજી હેમશ્રીજીના શિષ્યા તરીકે સાધ્વીજી કલ્યાણશ્રીજી નામે ઘેષિત થયાં.
સાધ્વીજી કલ્યાણ શ્રીજી નાની વયમાં જ જ્ઞાનમાર્ગમાં જોડાઈ ગયાં. તેમણે સંસ્કૃત ભાષાને અભ્યાસ કર્યો અને સાથે સાથે કમગ્રંથ, ક્ષેત્રસમાસ, સંગ્રહણી, લેકપ્રકાશ, તાર્થ આદિ ગ્રંથોને ગહન અભ્યાસ કર્યો. આગમવાચનાઓનું શ્રવણ કર્યું. એક બાજુ સુંદર જ્ઞાનાભ્યાસ, બીજી બાજુ વિશુદ્ધ સંયમપાલનની ખેવના અને ત્રીજી બાજુ વડીલોની સેવા, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ વગેરે ગુણથી સારાયે સાધ્વીસમુદાયમાં તેઓ સર્વને ખૂબ જ પ્રિય થઈ પડ્યાં હતાં. પ્રાકૃત ગ્રંથનો પણ ઘણો જ અભ્યાસ હતો. પિતાની શિષ્યાઓને પણ સતત અભ્યાસ કરાવતાં. તેમનામાં કિયારુચિ ખૂબ જ હતી, તેથી પિતાની શિષ્યાઓને અભ્યાસ સાથે શિસ્ત, વિનય, વિવેકના પાઠ અવશ્ય ભણાવતાં. ભણેલાં કે ન ભણેલાં એક પણ સાધ્વી તેમની આજ્ઞા વિના કંઈ પણ પ્રવૃત્તિ કરી શકતાં નહિ. ગૃહસ્થ કે પુરુષને વિશેષ પરિચય કરવાની મનાઈ હતી. બધી સાધ્વીજીઓને ફક્ત પાંચ તિથિ જ વંદન કરવા ઉપાશ્રયમાં જવાની પ્રથા હતી.
તેઓશ્રીને સ્વભાવ ઘણે શાંત, મિલનસાર અને સહદયી હતો. તેથી જ્યાં જતાં ત્યાં કેઈ પણને ધમ પમાડવાની ભાવના જગવતાં અને સૌને પ્રિય થઈ પડતાં. તેમણે ગુજરાત, સૌરાષ્ટ્ર, માળવા, મારવાડ વગેરે પ્રાન્તોમાં ઉગ્ર વિહાર કર્યો હતો. એમાં માળવાની પ્રજા ઉપર તે ઘણા ઉપકાર છે. માળવાનાં જૈનોનાં ઘરમાં અજૈનની ધાર્મિક પ્રવૃત્તિઓ થતી. ભક્ષ્યાભઢ્યને વિવેક ન હતો. જેનો જ જૈન ધર્મના પ્રાથમિક જ્ઞાનથી વંચિત હતા. મિથ્યાત્વીઓનું જોર વધી ગયું હતું. આવા સંજોગોમાં તેમણે પ્રજાને ઉપદેશ આપી, પ્રેમથી સમજાવી, જૈનધર્મથી સંસ્કારી બનાવ્યા હતા. દર્શન-પૂજનની વિધિઓમાં ઓટ આવી ગઈ હતી, તેમાં પણ સુધારે . આમ, માળવાની પ્રજામાં પુનર્જાગૃતિ લાવીને પૂજ્યશ્રીએ તે પ્રજાને પુનરુદ્ધાર કર્યો કહીએ તે તેમાં અતિશયોક્તિ નથી. આજે પણ માળવાના જૈને તેમની આ શાસનપ્રભાવનાનું ગૌરવ લે છે.
એવી જ રીતે, ડભેઈના સંઘ ઉપર પણ તેમને ઘણે ઉપકાર છે. તેમના પ્રત્યે શ્રીસંઘને ઘા જ માન હતું. વળી પૂજ્યશ્રીએ ત્યાં ઘણ ચોમાસાં કર્યા. માસા દરમિયાન
1. તમના વાણી અને વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હતાં. તેથી ભેળ ઉપરાંત કપડવંજ, સુરત, પાલીતાણ વગેરે સ્થળોએ પણ તેમને ઘણું જ સારો પ્રભાવ રહ્યો. આજે પણ આ સર્વ સ્થળેએ તેમના ગુણ ગવાય છે.
પૂજ્યશ્રીના આવા અનેક ગુણોથી આકર્ષાઈને, શ્રી મોટી ટોળી જૈનસંઘની વિનંતિથી, પાલીતાણામાં, સં. ૧૯૮૭માં પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયમહનસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્ત, મેતીશા શેઠની ધર્મશાળામાં, ત્રણ હજાર માણસની વચ્ચે, ભારે ધામધૂમથી, મહામહોત્સવપૂર્વક તેમને પ્રવતિ નીપદ અર્પણ કરવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org