________________
૫૯૦ ]
[ શાસનનાં શ્રમણરત્નો ચાલતું હતું અને બાળાઓને સંસ્કાર મળે એ હેતુથી પૂ. ગુરુદેવ સાકવીશ્રી સુમતિશ્રીજીને આજ્ઞા કરતાં તરત જ પંજાબ છોડી ગુજરાત આવવા તત્પર થયાં. બે વરસ સતત પાવાગઢમાં રહી છાત્રાલયની બાળાઓને સુંદર સંસ્કાર આપ્યા. આજે પણ એમના રોમેરોમમાં ગુરુદેવ, ગુરુદેવનું કાર્ય, ગુરુદેવની આજ્ઞા વસેલી છે. આવાં શાસનત અને “અંતરિક્ષ તીર્થરક્ષિકા પૂજ્ય સુમતિશ્રીજી મહારાજને શતશ: વંદના!
પરમ શ્રદ્ધેય વાતસલ્યમૂર્તિ પૂ સાધ્વી શ્રી ગુણપ્રભાશ્રીજી મહારાજ વિશ્વમાં જન્મે છે તે મરે છે. તે કેટલું જીવ્યા તે મહત્ત્વનું નથી, કેવું જીવન જીવ્યા તે મહત્ત્વનું છે. જે પિતાના જીવનમાં સ્વ-પર- કલ્યાણ માટે પુરુષાર્થ કરે છે, મહાન કાર્યો દ્વારા અન્ય જીને ઉદ્ધાર કરે છે, પ્રશંસનીય ગુણેનું ઉપાર્જન કરીને અને પ્રેરણા અર્પણ કરે છે તે ધન્ય છે. પંજાબ કેસરી પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજનાં સમુદાયવતિની વાત્સલ્યમૂતિ પૂ. સાધ્વી શ્રી ગુણપ્રજ્ઞાશ્રીજી મહારાજ પણ આવાં જ સાધ્વીરત્ના હતાં. તેમને જન્મ પંજાબની ધરતી ગુજરાનવાલા પર થયે. ભેગાવલી કર્મના ઉદયે ૨૦ વર્ષની વયે જડિયાલા નિવાસી શા. લાલચંદજીના સુપુત્ર બાબુલાલ દુગ્ગડ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. દોમ દોમ સાહ્યબી વચ્ચે પણ તેમનું મન સંસારથી અલિપ્ત હતું. “સંયમ કબરી મિલે” એવી ત્યાગભાવના સદાય હૃદયમાં રમ્યા કરતી અને દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતી હતી. પરિણામે ૩૫ વર્ષની યુવાન વયે ચેથા વ્રતને નિયમ લીધે. આજથી ૨૫ વર્ષ પહેલાં પંજાબની ધરતી પર સંત-સમાગમ દુર્લભ હતો. તેવા સમયે મહાન વિદુષી સાધ્વીશ્રી પુષ્પાશ્રીજી મહારાજ પધાયાં. તેઓશ્રીની વૈરાગ્યવાણીથી તેમની વૈરાગ્યભાવના દઢ બની. કુટુંબીઓ પાસે દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી. નવ ભાઈબહેનમાં સૌથી મોટાં હોવાથી માતા-પિતા સંમત ન થયાં, પરંતુ તેમની દઢતા સામે કુટુંબીજનોને ઝૂકી જવું પડ્યું. ૩૮ વર્ષે ઈ. સ. ૧૯૭૦માં આગરામાં, પોતાની બંને પુત્રીઓ સાથે દીક્ષા અંગીકાર કરી. ત્યાર બાદ, તેમના પતિદેવ પણ, એકના એક પુત્ર સાથે દીક્ષિત થયા.
પૂજ્યશ્રીએ સંયમપંથ સ્વીકારીને તપ-ત્યાગની ધૂણી ધખાવી. શ્રેણિતપ, સિદ્ધિતપ, સિંહાસન-સમવસરણ તપ, ૫૧ ઉપવાસ, વર્ધમાન આયંબિલ તપની ઓળીઓ, પ્રતિવર્ષ અઠ્ઠાઈ આદિ દ્વારા આત્માની ઉજજવળતા પ્રગટ કરી નિરતિચાર સંયમસાધના, કડક શિસ્તપાલન, નાનાંમેટાં સાધ્વીજીનું વૈયાવચ્ચ આદિ ગુણેથી સંયમજીવન શોભાવ્યું. સૌમ્ય સ્વભાવ વડલા જેવી
ળતા પ્રસરાવતા. નિખાલસતા, સરળતા, વત્સલતાથી દરેકના આત્મીય બની રહેતાં. વિશાળ ભાવુકવર્ગ ધરાવતા હોવા છતાં સદાય નિઃસ્પૃહ રહેતાં. પિતે પંજાબના હોવા છતાં સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રાંતમાં વિશેષ વિચર્યો. જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યો ત્યાં ધર્મની અનેકવિધ આરાધના દ્વારા શાસનની અભુત પ્રભાવના કરી. પૂજયશ્રી દર વર્ષે મહિલા જ્ઞાન-શિબિરનું આયેજન કરતાં. પિતાનાં શિષ્યા-પ્રશિષ્યાઓ જ્ઞાન–તપમાં આગળ વધે તેની સતત કાળજી લેતા. તેઓશ્રી માનતાં કે, પ્રત્યેક સમુદાયનાં પ્રત્યેક સાધ્વી એટલાં સમર્થ હોવાં જોઈએ કે નાનાં-મોટાં ક્ષેત્રોમાં વિચરીને શાસનસેવાનાં કાર્યો કરી શકે અને પ્રભુ મહાવીરનો સંદેશ ગામડે ગામડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org