________________
શાસનનાં શ્રમણીર ]
[ પ૮૯ કોઈ મહાપુન્યોદયે પૂ. સાધ્વીરત્નાશ્રી દાનશ્રીજી મ. નાં પ્રથમ શિષ્યા પ્રવતિની શ્રી માણેકશ્રીજી મ. પોતાના શિષ્યા પરિવાર સાથે મદ્રાસ શહેરમાં પધાર્યા. લગભગ એ અરસામાં સાધ્વી મહારાજ ત્યાં કવચિત જ પધારતાં હતાં. મેઘના આગમનથી જેમ મયૂર નાચી ઊઠે એમ જૈન સંઘ આનંદથી નાચવા લાગે. ચાતુર્માસમાં પૂ. માણેકશ્રીજી મહારાજે તત્ત્વગર્ભિત વાણીને ધધ વરસાવ્યો. તપસ્યા અને ત્યાગના ભંડાર હતા. સાથે સાથે નિસ્પૃહશિરોમણિ હતાં. સંઘની બહેને ઉપર તેમની અનેરી છાપ પડી. તેમાંય રમીલાબેન તો વૈરાગ્યરંગે રંગાઈ ગયાં. પૂ. સાધ્વીજી મહારાજના સાંનિધ્યમાં રહી ધાર્મિક અધ્યયન કરવા લાગ્યાં. પરિવારે વૈરાગ્યની પરીક્ષા કરી અને ગ્ય સમયે પ્રવજ્યાની અનુમતિ આપી.
કા. વક્ર ૨ ના હિંગઘાટ (મહારાષ્ટ્ર) મુકામે થનગનતા હૃદયે અપૂર્વ ભાલ્લાસ સાથે ગુરુચરણોનું શરણું લીધું. પ્રવ્રયા પછી સુમતિશ્રીજી નામ સ્થાપ્યું. ગુરુશ્રી માણેકશ્રીજી મ. સા.ની છત્રછાયામાં અધ્યયન કરવામાં એકાગ્ર બન્યાં. કુંભાર જેમ માટીના ઘાટ ઘડે તેમ સુમતિશ્રીજીનું જીવન ગુરુ નિશ્રાએ ઘડાવા માંડ્યું, તે સાધ્વીશ્રી સુમનશ્રીજી વિનય, વિવેક સાથે અધ્યયનમાં લીન બની ગયાં. અનુપમ વીલ્લાસ સાથે ગુરુસેવા, વૈયાવચ્ચ કરતાં વર્ષો વીતવા લાગ્યાં.
મહારાષ્ટ્ર, માળવા, ગુજરાત, રાજસ્થાન આદિ પ્રાંતમાં વિહાર કરી જ્ઞાન સાથે અનુભવ મેળવ્યો અને રત્નત્રયીની આરાધનામાં ઓતપ્રેત થવા લાગ્યાં. શિખ્યા-પ્રશિષ્યાનો પરિવાર પણ વધવા લાગ્યા.
મહારાષ્ટ્રમાં બાલાપુરના ચાતુર્માસમાં પધારવાનું થતાં અંતરિક્ષજી તીર્થની યાત્રાને અને લાભ મળે. અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુનાં દર્શનથી મન અત્યંત હર્ષિત થયું. પાર્શ્વનાથ પ્રભુને અચિંત્ય પ્રભાવ, તીર્થને અપૂર્વ મહિમા અને શાંત વાતાવરણમાં તન અને મનને અનોખી શાંતિ મળી. તીર્થ પર મન વારી ગયું. પછીનાં ચોમાસાં પણ મહારાષ્ટ્રમાં જ મલકાપુર, ખામગાંવ, ગાંવ, આકલા વગેરે સ્થળોએ થતાં રહ્યા. આ દરમિયાન શ્રી અંતરિક્ષજી તીર્થ પર કેટલાક લોકે દ્વારા અનેક મુશ્કેલીઓ/અવરોધો ઊભા કરવામાં આવતાં તેમાં પૂ. સાધ્વીજી સુમતિશ્રીજીએ અનન્ય ની ભક્તિથી પ્રેરાઈને જાનના જોખમે તીથની રક્ષા કરી હતી.
ત્યારબાદ મુંબઈમાં બે સફળ ચાતુર્માસ કરી ગુરૂદેવ પૂ. આ. શ્રી વિજયેન્દ્રદિન્નસૂરિજી મ.ને આવેલા પધારવા માટે સંઘે વિનંતી કરતાં ગુરુદેવ સપરિવાર આ કલા પધાર્યા. અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવ ઠાઠમાઠ સાથે ચાલુ થયો અને વૈશાખ સુદ ૩ ના પ્રભુજીની ભવ્ય પ્રતિષ્ઠા થઈ. વૈશાખ સુદ ૩ ના પાંચ મુમુક્ષુ ભાઈઓની દીક્ષા પણ ગુરુદેવના વરદ હસ્તે થઈ. ઉત્કૃષ્ટ તપસ્વી પૂ. વસંતવિજયજી મ.ના ૧૮મા વર્ષીતપનું પારણું હતું. ત્રિવેણી સંગમમાં સોનામાં સુગંધ ભળે તેમ પૂ. સાધ્વીશ્રી સુમતિશ્રીજીને ચતુવિધ સંઘ સમક્ષ “શાસન તિ'નું બિરુદ અર્પણ કરવામાં આવતાં મહારાષ્ટ્રના જૈન સંઘએ આ બિરૂદને જયકારા વચ્ચે વધાવી ખુશાલી પ્રગટ કરી. ત્યારબાદ ગુરુદેવની સાથે જ આકોલા ચાતુર્માસ થયું. - ગુરુદેવની આજ્ઞાને પ્રતિપલ શિરોધાર્ય કરતાં ત્યાર પછી પાવાગઢ તીર્થની અંજનશલાકાપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અને ત્યાંથી પંજાબ જવાનું થયું. દિલ્હીમાં વલભ સ્મારકનું નિર્માણ થઈ ચૂક્યું હતું, જેની પ્રતિષ્ઠા પણ ગુરુદેવના વરદ હસ્તે થવાની હતી ને સમુદાયના સર્વ સાધુસાધ્વી મહારાજને દિલ્લી સંઘની પુરજોર વિનંતી થતાં જવાનું થયું. ત્યાં પણ શાસન-પ્રભાવનાનાં ઘણ અનુપમ કાર્ય કર્યા. હસ્તિનાપુર-લુધિયાના એમ બે માસાં કર્યા. પાવાગઢમાં કન્યા છાત્રાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org