________________
પ૮૦ ]
[ શાસનનાં શ્રમણીરત્ન શ્રીજીના સાંસ્કારિક અને આધ્યાત્મિક વારસાને પૂ. મૃગાવતીશ્રીજી મહારાજે સવા સમૃદ્ધ કરીને દીપાવ્યા.
પૂજ્યશ્રીની વિચક્ષણતા, વિદગ્ધતા, તેજસ્વિતા અને બુદ્ધિગ્રાહ્યતા જોઈને એમને જ્ઞાન– સંપાદન કરવાની વ્યવસ્થા કરવાનું પૂ. આ. શ્રી વલ્લભસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી સમુદ્રસૂરિજી. મહારાજ, પૂ સા. શ્રી શીલવતીશ્રીજી મહારાજ તથા સંઘના શ્રેષ્ઠિઓએ વિચાયું. એ માટે અમદાવાદ અનુકૂળ સ્થળ જણાયું. પૂ. મૃગાવતી શ્રીજી મહારાજે અમદાવાદમાં ત્રણ વર્ષ રહી પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ, પં. સુખલાલજી, પં. બેચરદાસજી, પં. છેટેલાલ શાસ્ત્રી, પં. દલસુંબભાઈ માલવણિયા વગેરે પાસે ભાષા-વ્યાકરણ, કેષ, આગમગ્રંથે. પૂર્વાચાર્યોના અન્ય મહાન ગ્રંથેના પરિશીલન ઉપરાંત અન્ય ધર્મના મહત્ત્વના ગ્રંથેનું પણ અધ્યયન કર્યું. આ અધ્યયનને પ્રતાપે પૂ. મૃગાવતી શ્રીજી મહારાજની વિદ્યા–પ્રતિભા ઘણી ખીલી ઊઠી. એમની એ પ્રકારની પારંગતતા જોઈને કલકત્તાના ચાતુર્માસ દરમિયાન પૂ. આ. શ્રી વલ્લભસૂરિજી મહારાજે તેઓશ્રીને વ્યાખ્યાન આપવાની અનુમતિ આપી. આથી તેઓશ્રીની વ્યાખ્યાનશક્તિ ખીલી ઊઠી. ગુજરાત બહાર, વિશેષતઃ પંજાબમાં વિચારવાનું થતાં, વ્યાખ્યાન માટે ગુજરાતી અને હિંદી–બંને ભાષા ઉપર પ્રભુત્વ મેળવી લીધું. પૂજયશ્રીની શાસ્ત્રસંગત વાણું હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થતી, એટલે એમનાં બાપાનેની શ્રેતાઓ પર ઊંડી અસર થતી.
પૂ. મૃગાવતીશ્રીજી મહારાજે પોતાનાં ગુણ-માતા શ્રી શીલવતીશ્રીજી મહારાજ સાથે વિ. સં. ૨ ૨૪ સુધી, એટલે કે લગભગ ત્રણ દાયકા સુધી ગુજરાત, રાજસ્થાન, પંજાબમાં વિહાર કર્યો. ત્યાર પછી છેલાં અઢાર વર્ષમાં તેમને પિતાની શિષ્યાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ, દિલી, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે સ્થળોએ લગભગ સાડ હજાર માઈલને પાવિહાર કરીને સ્થળે સ્થળે ધર્મની પ્રભાવના કરી હતી. તેઓશ્રીએ સં. ૨૦૦૯ માં કલકત્તા-શાંતિનિકેતનમાં સર્વધર્મ પરિષદમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. સં. ૨૦૧૦ માં પાવાપુરીમાં ભારત સેવક સમાજ તરફથી યોજાયેલી શિબિરમાં પણ ભાગ લીધે હતે. સં. ૨૦૧૬ માં લુધિયાણામાં જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું ૨૧ મું અધિવેશન પૂ. વિજયસમુદ્રસૂરિજી મહારાજની નિશ્રામાં જોયું ત્યારે પૂ. મૃગાવતીશ્રીજી મહારાજનાં પ્રવચનોથી પ્રેરાઈને વિજયવલલભ હાઈસ્કૂલ” માટે અનેક બહેનોએ પિતાનાં ઘરેણાં ઉતારી આપ્યાં હતાં. આશરે ૩૭૦૦ વિદ્યાથીઓ ધરાવતી લુધિયાણાની આ હાઈસ્કૂલ તે પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજની પ્રેરણાનું પરિણામ છે. એમની પ્રેરણાથી સં. ૨૦૧૦ માં અંબાલામાં “વલભવિહાર' નામના સમાધિમંદિરનું નિર્માણ થયું. એમના ઉપદેશથી ઝરિયા, લહેરાં વગેરે સ્થળોએ જિનાલય, ઉપાશ્રય, ગુરુમંદિર, કીર્તિસ્તંભ, હોસ્પિટલ, હાઈસ્કૂલ વગેરે થયાં છે. એમની પ્રેરણાથી દિલ્હીમાં વલભસ્મારક” નું નિર્માણ થયું અને એ સ્મારકમાં “ભોગીલાલ લહેરચંદ જૈન એકેડેમી ઓફ ઇન્ડોલેજિકલ સ્ટડીઝ” ની સ્થાપના કરવામાં આવી.
પૂ. મૃગાવતીશ્રીજી મહારાજ પૂ. આત્મારામજી મહારાજ અને પૂ. વિજયવલભસૂરિજી મહારાજના સમુદાયનાં હતાં, પરંતુ તેમનામાં સાંપ્રદાયિક સંકુચિતતા ન હતી. ઉદાર દષ્ટિથી જીવનમાં અનેકાન્તને ચરિતાર્થ કરનારાં હતાં. દક્ષિણ ભારતના વિહાર દરમિયાન દિગમ્બર તીર્થ મૂળબિદ્રીની યાત્રાએ ગયાં હતાં અને એ તીર્થના જીર્ણોદ્ધાર માટે તેમણે અનેક લોકેને ઉપદેશ આપ્યું હતુંમૂતિ ' ફિ ના હોવા છતાં સ્થાનકવાસી કે તેરાપંથી સ્થાનકેમાં તેઓ ઉપસ્થિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org