________________
શાસનનાં શ્રમણરત્નો ]
[ ૫૮૫ સૌનાં મુખમાં એક જ વાત હતી કે, અહીં અનેક સાધુ-સાધ્વીજી–આચાર્યાદિ કાળધર્મ પામ્યાં છે; પણ પંજાબી સાધ્વીશ્રી જશવંતશ્રીજી મહારાજ અહીં ઇતિહાસ સજી ગયાં!
૫૮ વર્ષના આયુષ્યમાં અને ૪૯ વર્ષના સંયમપર્યાયમાં તેઓશ્રીએ શુદ્ધ ચારિત્રપાલનની સાધના કરી. ભારતવર્ષના સમગ્ર ઉત્તર ભાગમાં વિચરીને ધર્મ પ્રચાર કર્યો. જીવનમાં વણી તપ, ૧૬–૧૧–૯–૮ આદિ ઉપવાસ કરવાપૂર્વક તપશ્ચર્યા કરી. અભિમાન, માયા, કપટ આદિ પૂજ્યશ્રીથી દૂર રહેતાં હતાં. નમ્રતા, વિનય, મીઠાશ તેમના વ્યક્તિત્વમાં ભરી હતી. તેમની વાણીમાં વચનસિદ્ધિ હતી. જે મુહૂર્ત કાઢતાં, તે પરિપૂર્ણ થતાં. પૂજ્યશ્રીના અનેકાનેક ગુણને વર્ણવવા શબ્દો અસમર્થ બને તેમ છે. એવાં દિવ્યાત્માના ચરણોમાં કેશિઃ વંદના !
-પૂ. સા. શ્રી પ્રમુણુશ્રીજી મહારાજ
સમર્થ શાસનપ્રભાવિકા પૂ. સાધવીજી શ્રી પદ્મલતાશ્રીજી મહારાજ રત્ન –એક જનનીની કૂખે અવતરે અને બીજુ મા વસુંધરાના પેટાળમાં પાકે. વસુધાનું રત્ન મૂલ્યવાન હોય, પણ માનવ અવતારની સંસિદ્ધિ પ્રાપ્ત કરેલું રત્ન તે પૂ. સાધ્વીજી પદ્મલતાશ્રીજી મહારાજ, ગરવી ગુજરાતના અંગ સમાન પવિત્ર પુણ્યભૂમિ પ્રહલાદનપુરી – પાલનપુરથી ૨૦ કિલોમિટર દૂર ગઢ નામનું ગામ છે, જે ધમનો ગઢ છે, જ્યાંથી ૧૮ મુમુક્ષુઓએ સંયમપંથે પ્રયાણ કર્યું છે, જ્યાં ગઢિયા પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય શેભી રહ્યું છે. ત્યાં પિતા લક્ષમીચંદભાઈ અને માતા પશીબેનની રત્નકુક્ષિાએ વિ. સં. ૧૯૯૨ ના મહા સુદ પાંચમને દિવસે પુત્રનો જન્મ થયો. ચાર ભાઈઓ અને બે બહેનોનાં આ બહેનનું નામ પ્રભાબહેન પાડ્યું. પ્રભાબહેન નાનપણથી ધર્મના રંગે રંગાયેલાં હતાં. તેમાં સોનામાં સુગંધ જે યંગ થયે, પૂ. કસ્તુરવિજયજી મહારાજના શિષ્ય પૂ. જીતવિજયજી મહારાજની પ્રેરણાથી વેરાગની ભાવના પ્રબળ બની. એક સંસારી પથિક આત્માને મેક્ષનગરી ભણી દોડ મૂકવી હતી. વિષયોનાં વાદળ વિખેરી, કષાયની કાલિમા કચડી, નિર્મળ સાધના પંથે ચાલવું હતું. આ અનંતના પ્રવાસીને અષ્ટપ્રવચન માતાની ગોદમાં રમવા એક ધર્મગુરુ મળ્યા. તે હતાં પૂ. સા. શ્રી વિજ્ઞાનશ્રીજી મહારાજ, પ્રભાબહેને પૂજ્યશ્રીનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. ઓગણીસ વર્ષની વયે, વીર સંવત ૨૦૧૧ ની અક્ષયતૃતીયાએ વષીતપનાં પારણાં કરીને વૈશાખ વદ ૬ને પવિત્ર દિવસે સંસારનો ત્યાગ કરી સંયમ સ્વીકાર્યું. પૂ. વિજ્ઞાનશ્રીજી મહારાજનાં પ્રશિષ્યા પૂ. જિનેન્દ્રશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી પદ્મલતાશ્રીજી તરીકે ઘોષિત થયાં.
દીક્ષા અંગીકાર કરીને પૂ. પદ્મલતાશ્રીજી જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગમાં દિન-પ્રતિદિન આગળ વધતાં સંયમ રૂપી સુવાસથી જીવન ધન્ય બન્યું. તેઓશ્રીના જીવનમાં સેવાભાવને ગુણ મહાન હતા. સાડા ચાર વર્ષ પેરેલિસિસના દર્દી માસી-ગુરુ પૂ. સા. શ્રી કુમુદશ્રીજી મહારાજની સેવા કરી. પૂ. શ્રી વિજ્ઞાનશ્રીજી મહારાજની પણ ખૂબ સેવા કરી. શિખરજી, કલકત્તા, દિલ્હી, મદ્રાસ, બેંગ્લોર, મુંબઈ, સુરત, પાલીતાણુ આદિ શહેર, રાજસ્થાન, માળવા, કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રાન્તમાં વિહાર કરી કલ્યાણક ભૂમિની સ્પશના કરી. તેઓશ્રીના ઉપદેશથી ગઢ ગામની ત્રણ મુમુક્ષુઓએ સંયમ અંગીકાર કર્યો, અને તેમનાં શિષ્યાઓ થયાં. ગઢ ગામમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ થયો, જેમાં લગભગ ૧ કરોડની દેવદ્રવ્યની ઊપજ થઈ ગઢ ગામથી તેમના સંસારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org