________________
પ૮૪]
[ શાસનનાં શ્રમણને દીક્ષા લઈને પૂ. જશવંતશ્રીજી મહારાજ ગુરુનિશ્રામાં રહીને જ્ઞાનની આરાધના, સંયમની સાધના અને ચારિત્રની ઉપાસનામાં મગ્ન બની ગયાં. તીક્ષ્ણ પ્રતિભા, અપ્રમત્ત જીવન અને સતત સ્વાધ્યાયરત રહેવાને કારણે તેઓશ્રીએ અ૯પ સમયમાં જ અત્યધિક જ્ઞાન ઉપાજિત કર્યું. વાણીની મૃદુતા અને સ્વભાવની સરળતાને લીધે સમસ્ત સાધ્વીસમુદાયમાં સર્વપ્રિય બની ગયાં. અઢાર વર્ષની વયે માતા-ગુરુને ગુમાવ્યાં. ત્યાર પછી પંજાબનાં સાધ્વીજી પુષ્પાશ્રીજી મહારાજે તેમને પુત્રીની જેમ રાખ્યાં. પિતાની સાથે પંજાબ લઈ આવ્યાં. ત્યાં એક એક ગ્રામ-નગરમાં વિહાર કરતાં, પિતાની સુમધુર વ્યાખ્યાનવાણી દ્વારા ધમપ્રચાર કર્યો. તેઓશ્રીની વાણીના પ્રભાવે અનેક બાળાઓએ સંસારનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી. તેઓશ્રીની વાણીનો એવે પ્રભાવ હતો કે, જે એક વાર તેમની પાસે આવે તે તેમનું જ બની રહે ! પૂજ્યશ્રીની પ્રેરણાથી મેરડથી હસ્તિનાપુરનો છઠ્ઠી પાલિત ચતુર્વિધ સંઘ નીકળ્યો. તેઓશ્રીની પ્રેરણાથી આગરા બાલુગંજ વલભ કોલોનીમાં નૂતન જિનમંદિર નિર્માણ પામ્યું. ગુરુભક્તિ અને જિનભક્તિ તેઓના અણુએ અણુમાં ભરેલી હતી. આત્મકલ્યાણ માટે સ્વાધ્યાય, પાઠ, જાપ સતત ચાલતા હતા.
પૂજ્યશ્રીએ સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મારવાડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ, બંગાળ, બિહાર આદિ પ્રાન્તોમાં પાદવિહાર કર્યો, અને ધર્મ પ્રચાર સાથે અનેક સામાજિક, શૈક્ષણિક તથા ધાર્મિક સંસ્થાઓને સક્રિય કરી.
વિ. સં. ૧૯૦ માં જમ્મુ ચાતુર્માસ પૂર્ણ કરીને અંબાલા પૂ. આચાર્ય ભગવંત પાસે આવ્યા. ત્યારે પૂ. ગુરુદેવ બીકાનેર જવાની અનુમતિ આપી. ત્યાં અંબાલા શ્રીસંઘે સ્થિરતા માટે આગ્રહપૂર્વને વિનંતી કરી, પરંતુ પૂજ્યશ્રીએ કહ્યું કે, હું પંજાબી ગુરુની શિષ્મા છું', હું ખુદ પંજાબી છું, પંજાબ મારો છે; પણ પાલીતાણા દાદાની યાત્રાએ જવાની મારી મનોકામના છે. એટલે ત્યાંથી ગુજરાત તરફ વિહાર કર્યો. જ્યાં જ્યાં સ્થિરવાસ કરતાં કે ચાતુર્માસ કરતાં, ત્યાં ત્યાં સ્ત્રીઓ અને બાળકોના ધાર્મિક શિક્ષણ માટે શિબિરનું આયોજન કરતાં. પૂજ્યશ્રીનાં અનેકવિધ શાસનકાર્યોથી પ્રભાવિત થઈને પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજયઈન્દ્રજિન્નસૂરિજી મહારાજે મકરસંક્રાંતિને દિવસે તેઓશ્રીને ચતુર્વિધ સંઘ સમક્ષ “શાસન પ્રભાવિકા” ની પદવીથી વિભૂષિત કર્યા.
પંજાબના હોવા છતાં પૂજ્યશ્રીને ગુજરાત પર અનન્ય પ્રીતિ હતી. રાજસ્થાનનાં પ્રસિદ્ધ તીર્થ જેસલમેર, નાકેડા, જીરાવલા, આબુ આદિની યાત્રા કરતાં કરતાં ગુજરાતના પ્રસિદ્ધ નગર પાલનપુરમાં ઐતિહાસિક ચાતુર્માસ કર્યું. ત્યાં પણ તેઓશ્રીની પ્રેરણાથી અનેક ધર્મકાર્યો થયાં. ત્યાં જાણવા મળ્યું કે, વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી દિનસૂરિજી મહારાજ સાદડી-રાણકપુરથી પાલીતાણાને છરી પાલિત યાત્રા સંઘ લઈને જઈ રહ્યા છે. આ સંઘમાં સમ્મિલિત થવા માટે પાલનપુરથી વિહાર કરીને શંખેશ્વર પહોંચ્યાં. સંઘ સાથે ચાર દિવસ રહ્યાં ત્યાં બી.પી. ડાઉન થવાની સાથે બ્રેઈન હેમરેજ થઈ જવાની ફરિયાદ ઊભી થઈ તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. અંતરાત્મા જાગૃત, સૂતાં સૂતાં પણ નવકાર મંત્રનું સ્મરણ કરતાં રહેતાં હતાં. ૧૬મી જાન્યુઆરી, માગશર વદ ૯ના પ્રભાતે શ્વાસની ગતિ ધીમી પડી ગઈ. નવકાર મંત્રની ધૂન અંત સુધી ચાલુ હતી. ૧૧-૩૫ કલાકે ધીરે ધીરે આંખો બેલી, અને અંતિમ પ્રાણેનું સમાધિપૂર્વક વિસર્જન કર્યું. ધીરે ધીરે તેમનો જીવનદીપ સદાને માટે બુઝાઈ ગયો. તેમના કાળધર્મના સમાચાર સમગ્ર ગુજરાત, પંજાબ અને મુંબઈ સુધી પહોંચી ગયા. થોડા જ સમયમાં વિશાળ જનસમૂહ એકત્રિત થઈ ગયે. ૧૭મી તારીખે પ્રાતઃ ૧૦ વાગ્યે સંપૂર્ણ ચંદનકાષ્ઠમાં પૂજ્યશ્રીને અગ્નિસંસ્કાર થયો ત્યારે સુરેન્દ્રનગરના નિવાસીઓનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org