________________
શાસનનાં શ્રમણીર ]
[પડપ કેળવણી તો હતી નહિ. વ્યવહારજ્ઞાન અને ધર્મસંસ્કારે બાળપણથી જ પ્રાપ્ત થતાં. ઉંમર થતાં શિવકુંવરબહેનને ઘરસંસાર સરધારનિવાસી ડુંગચ્છી ભાઈ સંઘવી સાથે શરૂ થયો. સુખી સંસારના સારરૂપ બે પુત્ર અને બે પુત્રીઓ પ્રાપ્ત થયાં. ડુંગરશીભાઈની મુંબઈમાં મૂળજી જેઠા મારકીટમાં પેઢી હતી. ઘરમાં સુખ-સંપત્તિ અને આનંદકિલેલ હતાં. પરંતુ એ યોગ લાંબો ન ચાલે. સં. ૧૯૮૪ માં ડુંગરશીભાઈને સ્વર્ગવાસ થયે. શિવકુંવરબહેન નિરધાર બની ગયાં. ચારે સંતાન પ્રત્યે જવાબદારી સમજી સમતા જાળવી રહ્યાં. પરંતુ વિધાતાને એ પણ મંજૂર ન હતુંછેડા સમયમાં એક પુત્ર અને એક પુત્રીએ ચિર વિદાય લીધી. ઘર વેરાન બની ગયું. જીવન ઉદાસ અને અકારું બની ગયું. એ પણ ઓછું હોય તેમ, સેળ-વર્ષના બીજા પુત્રનું પણ ટાઈ ફઈડમાં અવસાન થયું. શિવકુંવરબહેન પર આભ તૂટી પડ્યું. તેમને સંસારની અસારતાનું, ગુખની અસ્થિરતાનું અને જીવનની ચંચળતાનું ખરું ભાન થયું. મમતાના આધારરૂપ સંતાનોને સંગી આંખે મરતાં જેવાં એનાં કરતાં આ જિંદગી સંકેલાઈ જાય તો શું છે ? – માતા વિમાસી રહી. પણ બીજી પળે અંતરમાંથી અવાજ આવ્યો : હું તે મરીને આ દુઃખભર્યા જીવનથી છુટકારો મેળવી લઉંપણ મારી જિંદગીના છેલલા અવશેષ જેવી આ નાનકડી પુત્રીનું શું? એ પુત્રીને આધારે માતાનું જીવન ટકી રહ્યું. એ બડભાગી પુત્રીનું નામ ભાનુમતી. એ જ પછીથી વિદુષી, સુવાક્તા, સૌજન્ય અને વત્સલતાની મૂર્તિ સાધ્વીશ્રી મૃગાવતી શ્રીજી મહારાજ બન્યાં.
- આ આઘાતની પરંપરામાં શિવકુંવબહેનની ધર્મભાવના બલવત્તર બનતી જતી હતી તેમના લેહમાં સૌરાષ્ટ્રની ધરતીનું ખમીર અને ધર્મભાવનાનું તેજ હતું. વિમાસણ કે હતાશામાં વધુ અટવાયા વગર એમણે ઉત્કૃષ્ટ ધર્મનું શરણ સ્વીકારી લીધું અને પિતાનો સંકલ્પ રખે ને શિથિલ બને તે પહેલાં પોતાની નાનકડી પુત્રી સાથે વિ. સં ૧૯૯૫માં તીર્થરાજ શત્રુંજયગિરિની પવિત્ર છાયામાં દીક્ષા અંગીકાર કરી લીધી. સ્વનામ શીલવતીશ્રીજી અને પુત્રીનું નામ સાધ્વી મૃગાવતીશ્રીજી ઘેષિત થયાં. જીવનમાં જાગેલ સંકટને ઝંઝાવાત શમી ગયું અને માતા-પુત્રી ભગવાન મહાવીરના સાધ્વીસંઘમાં ભળીને આત્મકલ્યાણ માટે સંયમમાગના પુયાત્રિકો બની ગયાં
સાધ્વીજી શ્રી શીલવતીશ્રીજીનો શાસ્ત્રીય અભ્યાસ ઓછો હતો, પણ તેઓશ્રીનું પ્રકરણાદિ પ્રાથમિક ગ્રંથનું, સુગમ ધાર્મિક પુસ્તકનું રાસા–સ્તવને-સજ્જા આદિનું વાચન વિશાળ હતું. તદુપરાંત, સ્મરણશક્તિ અભુત હોવાથી કથા-વારતાઓ, દુહા-ચોપાઈઓ, ટુચકાઓનો અખૂટ ભંડાર હતાં. પરિણામે, ધર્મકથાઓ એટલી રસપૂર્વક કહેતાં કે તાવ સમાધિમગ્ન બની જતો. પૂજ્યશ્રીની હૈયાઉકલત, વ્યવહારદક્ષતા અને માણસને પારખવાની કેર દષ્ટિ નવાઈ પમાડે તેવી હતી. વખત આવ્યે નિર્ભય બનીને વિવેકપૂર્વક કડવું સત્ય કહેવાની ટેવ કેળવીને તેઓશ્રીએ ગુરુદેવશ્રી વલ્લભસૂરિજીના આશીર્વાદ અને એમની આજ્ઞાને શાભાવી જાણ્યાં હતાં. શિવ્યા–પ્રશિષ્યાસહ તેઓશ્રીની ગુરુદેવ શ્રી વલભસૂરિજી પ્રત્યેની ભક્તિ અપરિમેય હતી. ભાવનાશીલ સાધ્વીજી તરીકે સર્વત્ર સુવાસ પ્રસરાવી. તેઓશ્રી જ્યાં જતાં ત્યાં ભગવાન મહાવીરનો વિધવાત્સલ્યને સંદેશ લઈને જતાં, અને મારા-તારાપણાનો કે જેન–જેનેતરનો ભેદ વીસરીને સૌને ધર્મવાણી સંભળાવતાં. ઉદારતા અને સર્વજનવત્સલતાનો વાર તેમને ગુરુપ્રસાદી તરીકે મળ્યો હતો. સ્ત્રીઓ અને બાળકે તેમની આસપાસ વીંટળાયેલાં હોય અને તેઓશ્રી સૌને કંઈક ને કંઈક હિતશિખામણ આપતાં જ હોય – એ દશ્ય અવિસ્મરણીય બની ગયું છે.
તેઓશ્રીનું સંઘના ઉત્થાનમાં મોટામાં મોટું ચિરંજીવ અપણ તે તેમનાં પુત્રી-શિષ્યા પૂ. સા. શ્રી મૃગાવતીશ્રીજી જેવાં તેજસ્વી, નિખાલસ, સ્વતંત્ર ચિંતક, પ્રભાવક અને વિદુષી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org