________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ પ૭૭ સંયમજીવનના સ્વીકાર સાથે તેઓશ્રીએ ગુરુ-આજ્ઞાને જીવનમ‘ત્ર બનાવે. વિનય વિવેકનમ્રતા આદિ ગુણો દ્વારા પિતાના ગુરુજીના હદયમાં અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું . અભ્યાસમાં તીણ બુદ્ધિને કારણે શાશ્વાનું અગાધ જ્ઞાન મેળવવાની ઝંખના જાગી અને પૂ. પંડિત સુખલાલજી તથા હીરાલાલજી પાસે સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, છંદ, કેજ, તકશાસ્ત્ર તથા જેન સિદ્ધાંતનું માર્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું. પિતાના જ્ઞાનનું દાન અપી અનેક ભવ્યાત્માઓને ધર્મના માર્ગે વાળ્યા. અનેક પ્રકારની પ્રતિકૂળતા વેઠીને ગામડે ગામડે વિહાર કરીને અબૂઝ અજેન પ્રજાને માંસ-દારૂ વગેરે વ્યસનમાંથી મુક્ત કરી. ભલભલા નાસ્તિકને આસ્તિક બનાવ્યા. આમ, અનેક રીતે જૈનધર્મને પ્રચાર કર્યો.
- પૂજ્યશ્રીની પ્રવચનશૈલીમાં એ જાદુ હતા કે સાંભળનાર મંત્રમુગ્ધ બની જતા. અલૌકિક તર્કશક્તિથી સર્વ વાતે સહજસિદ્ધ કરી આપતાં. નારીશક્તિ વિશે બોલતાં સચોટ દલીલે દ્વારા યુગોથી નારી પુરુષ માટે પ્રેરણામૂતિ રહી છે એમ સિદ્ધ કરતાં. શ્રી બાહુબલીને “વીરા મેરા ગજ થકી ઉતરો એ પ્રેરણાવાક્ય આપનાર આર્યા બ્રાહ્મીસુંદરી હતાં. ૧૪૪૪ ગ્રંથોના રચયિતા પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના સાધ્વીશ્રી યાકિની મહત્તરા પ્રેરણામૂતિ બન્યાં હતાં. વાસનાના વમળમાં અટવાયેલ મુનિશ્રી નેમિને ઉપાસનામાં સ્થિર કરનાર પ્રેરણામૂતિ શ્રી રાજીમતીજી હતાં. આવાં અગણિત ઉદાહરણથી પૂજ્યશ્રી નારીશક્તિની મહત્તા સમજાવતાં. પંજાબકેસરી પૂ. આ. શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ દીર્ઘદ્રષ્ટા હતા. તેઓશ્રીએ ભાવિ પ્રજાનો ખ્યાલ રાખી સાધ્વીસમુદાયને જ્ઞાન-ધ્યાનમાં આગળ વધવાની ખૂબ પ્રેરણા આપી હતી. પૂજ્યશ્રી એ જ સંયમપંથે આગળ વધ્યા હતા.
પૂ. સા. શ્રી પુષ્પાશ્રીજી મહારાજનું વ્યક્તિત્વ અનેખું હતું. સહનશીલતા, ઉદારતા, સાહજિક્તા, નિમળતા આદિ ગુણેના સ્વામી હતાં. તરવચિંતન અને આત્મનિરીક્ષણમાં સદાય નિમગ્ન રહેતાં. વિ. સં. ૨૦૨૮ માં તીર્થરાજ ગિરિરાજની પાવન છાયામાં સમાધિપૂર્વક કાળધમ પામ્યાં. એવાં એ ઉપકારી ગુરુદેવના ચરણે કેટિશઃ વંદના !
-સાધ્વી શ્રી કીતિપ્રભાશ્રીજી મહારાજ [ સૌજન્ય : શાહ જસવંતલાલ મણિલાલ, બાંડીબારવાળા, (જિ. પંચમહાલ.)]
– * - સાક્ષાત વાત્સલ્યમૂર્તિ સમર્થ શાસનપ્રભાવિકા પ્રવર્તિની
પૂ. સાધ્વીજી શ્રી વિજ્ઞાન શ્રીજી મહારાજ રમણીય ગગનચુંબી જિનમંદિરોથી શોભતા ગુજરાત પ્રદેશમાં સર્વ નગરીના ભૂષણ સમાન પ્રહૂલાદનપુર નગરી છે, જેમાં ભગવાન પલ્લવિયા પાર્શ્વનાથની અલૌકિક મૂર્તિ છે. આ પાર્શ્વપ્રભુનો મહિમા અવર્ણનીય છે. એક કાળે તે સોનાની મૂતિ હતી. ત્યાંના રાજાએ આ મૂતિ ગળાવીને પિતાનાં પલંગના પાયા કરાવ્યા. થોડા દિવસે ગયા ને રાજાને ગલત કેઢ નીકળે. અનેક સુખસમૃદ્ધિ હોવા છતાં રાજાનું મન અશાંત રહેવા લાગ્યું. પ્રજાએ રાજાને પદભ્રષ્ટ કર્યો. રાજા નગર છોડીને નાસવા લાગ્યો. રસ્તામાં તેને શીલાંકાચા મળ્યા. તેમને પિતાની હકીક્ત કહી. ગુરુભગવંતે કહ્યું કે, તે પ્રતિમાને નાશ કર્યો છે તેથી આ પ્રકારે થયું છે. માટે ફરીથી પલવિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org