________________
પ૭ ]
[ શાસનનાં શ્રમણીરત્નો સાથ્વીરત્નની ભેટ. પિતાની સાથ્વી-પુત્રીના અભ્યદય માટે તેઓ જીવનભર તપ કરતાં રહ્યાં. જ્ઞાનચારિત્રની નિમળ આરાધના અને મર્મસ્પશી જ્ઞાનોપાસના દ્વારા શ્રી મૃગાવતીજીનો શતદલકમલની જેમ વિકાસ થાય એ માટે જીવંત વાડ બનીને સદા સંભાળ રાખતાં રહ્યાં. સાધ્વી માતા-પુત્રી વચ્ચેના આવા ધમવાત્સલ્યની સુભગ અસર એ સમુદાયના બે સાધ્વીજીઓ- સુષ્ઠાશ્રીજી તથા સુવ્રતાશ્રીજી ઉપર પણ જોવા મળે છે. એમના વિનય, વિવેક, મિતભાષિતા, અધ્યયન પ્રત્યેની રુચિ, સેવાપરાયણતા, નિખાલસતા વગેરે ગુણે જોઈ અંતર ઠરે છે.
પૂ. સાધ્વીજી શીલવતીશ્રીજી મહારાજ જેમ હેતાળ માતા જેવા મમતાળુ હતાં. એવાં જ વખત આવ્યે સંતાનના ભલા ખાતર કડવું ઓસડ પાનાર કહેર માતાનું રૂપ પણ ધારણા કરી શતાં હતાં. તેઓશ્રી મમતા વરસાવતાં હોય કે કઠોરતા દર્શાવતાં હોય, બન્નેની પાછળ એમની એક માત્ર મનવૃત્તિ પરહિત કરવાની જ રહેતી. પંજાબમાં તેઓશ્રીએ ખૂબ લોકચાહના મેળવી હતી. પંજાબીઓ આ સાથ્વીરને પ્રત્યે અપારભક્તિ ધરાવે છે. એવી જ લોકપ્રીતિ મુંબઈના સમાજમાં પણ પ્રાપ્ત કરી હતી. મુંબઈમાં તે ગરીબ વર્ગના ઉદ્ધાર માટે સજાગતાથી કાર્યો કર્યા હતાં. છેલ્લે છેલ્લે, પિતાના ગુરુદેવે સ્થાપેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સુવર્ણ મહોત્સવ ખૂબ શાનદાર રીતે ઊજવાય એ જોવાની પૂજ્યશ્રીની ભાવના પણ પૂરી થઈ અને વિદ્યાલયની શાખાઓમાં એની ઉજવણી ચાલુ હતી તે દરમિયાન તેઓશ્રી વિ. સં. ૨૦૨૪ના મહા વદ ૪, તા. ૧૭-૨-૧૮ ને શનિવારે સાંજના ૬ વાગતાં. મુંબઈમાં મહાવીરસ્વામીના ઉપાશ્રયમાં, ૭૦ વર્ષની વયે, ૩૦ વર્ષને દિક્ષા પર્યાય પાળી, સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયાં.
પૂજ્યશ્રીની ભવ્ય રમશાનયાત્રા, શ્રદ્ધાંજલિની સભાઓ, તેઓશ્રીના સમરણ નિમિત્તે મળેલ ૬૩ હજાર જેવી રકમના દાનથી પેલ “શ્રી આત્મ–વલભ–શીલ સૌરભ દ્રસ્ટ” અને એમના અવસાન પ્રસંગે જનસમૂહે અનુભવેલી ગમગીની, એમની લેકચાહનાની કીતિ પતાકા બની રહે તેવી છે. એવા જાજરમાન વ્યક્તિમત્તા ધરાવનાર સાધ્વીજી મહારાજને ભાવભરી કેટિ કેટિ વંદના !
– રતિલાલ દીપચંદ દેસાઈ. અમદાવાદ
વિદધી પ્રવચનકાર તથા નારી પ્રતિષ્ઠાના અદના હિમાયતી
પૂ. પ્રવર્તિની શ્રી પુષ્પાશ્રીજી મહારાજ ભારતવર્ષ સંતસૂનો રહ્યો નથી. એની માટીમાં જ એ ચમત્કાર છે કે જેમ જેમ એના પર વિપત્તિ વરસે, તેમ તેમ એમાંથી રને પાકે. દશે દિશાના સળગતા દાવાનળ વચ્ચે માનવતાની વાડીને લીલીછમ રાખતી સુધાસ્વરૂપિણી વિભૂતિઓ સદા પાડ્યા કરે, એ દિશામાં સારવાર પણ આ ભૂમિમાંથી પાકતાં રહ્યાં છે, અને પોતાનાં દિવ્ય જ્ઞાનશક્તિ દ્વારા શાસનની જાતને ઝળહળતી રા.વામાં ગદાન આપી રહ્યાં છે. આવાં એક સાથ્વીરત્ન પૂ. પ્રવતિની શ્રી પુપાશ્રીજી મહારાજ હતાં. “યથા નામ તથા ગુણ પ્રમાણે આકૃતિઓ અને પ્રકૃતિએ પુપ જેવાં કેમળ હતાં. વિ. સં. ૧૯૬૮ માં તેઓશ્રી પંજાબની શૌર્યવાન ધરતી પર જન્મ્યાં અને પૂર્વ સંસ્કારના પ્રબળ ઉદયે કરીને બાલ્યકાળથી જ વૈરાગ્યવાસિત બન્યાં, અને માત્ર ૧૮ વર્ષની ભરયુવાન વયે પરમ વિદુષી સાધ્વીજી ચિત્તશ્રીજી મહારાજ પાસે ભાગવતી પ્રવ્રજવા અંગીકાર કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org