________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૫૬૧
ડગારાની ધરતી પાવન બની ગઈ પટેલ જ્ઞાતિમાં ધમના સંસ્કારોનું સિંચન થયું. પિતાના સંસારી કુટુંબી દેરાણીની દીકરી તથા અન્ય કુટુંબીજન–મેઘીબહેન તથા સખીબહેનને સંયમની મહત્તા અને કમને વિપાકો સમજાવી સંસારસાગરમાંથી પાર ઊતરવા પ્રતિબોધી. વીરપ્રભુના સંતાન તે જન્મથી નવકાર પામે, પણ જેનેતરને નવકાર પમાડી સંયમમાં મન દઢ કરાવવું એ ખૂબ કઠિન કહેવાય. ડગારાથી વિહાર કરી શત્રુંજય મહાતીર્થ પધાર્યા, ત્યાં સંયમાભિલાષી બધીબહેન, નાથીબહેન, મેઘીબહેન તથા સખીબહેન ગુરુદેવનાં ચરણોમાં આવી પહોંચ્યાં. ચારે બહેનોની ધામધૂમથી દીક્ષા થઈ. યાદવ પટેલ કુળની આ બહેનો આજે પૂ. જગતશ્રીજી મહારાજ, પૂ. હેમલતાશ્રીજી મહારાજ, પૂ. દશનશ્રીજી મહારાજ તથા પૂ. જ્ઞાનશ્રીજી મહારાજ નામે વિચરી શાસન તથા ગુરુદેવનું નામ રોશન કરી રહ્યાં છે. વિશાળ પરિવાર સાથે વિચરતાં પૂજ્યશ્રી અમદાવાદ, પાટણ, પાલનપુર આદિ સ્થળોએ ચાતુર્માસ કરી, પુન: પૂ. જયશ્રીજી મહારાજના વ ભટાણું ગામે પધાર્યા. ત્યાં પૂ. ગુરુદેવશ્રી લક્ષ્મીશ્રીજી મહારાજનું સ્વાથ્ય બગડ્યું. સં. ૨૦૧૪માં તેઓશ્રીને સ્વર્ગવાસ થયે. પૂજ્યશ્રી સમતાશ્રીજી મહારાજ તથા અન્ય સાધ્વીજી મહારાજોના હૈયે વિરહના વિષાદની છાયા છવાઈ ગઈ.
પૂ. ગુરુદેવ દિવંગત થયા બાદ શાસનની જવાબદારી પૂજ્યશ્રી પર આવી. ભટાણામાં ઘણાં વર્ષોથી પ્રતિષ્ઠા થતી ન હતી; પણ પૂજ્યશ્રીની અપૂર્વ સરળતા અને સાધનાને પુણ્યબળે એ સુગ પ્રાપ્ત થયો. પૂ. ગુરુદેવની સ્મૃતિરૂપે ઓચ્છવ તેમ જ પ્રભુજીની પ્રતિષ્ઠાનો આઠ દિવસને અલૌકિક મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાયે. પૂજ્યશ્રીના આધાર તે ચાલ્યા ગયા હતા. હવે દાદીગુરુજી શ્રી જયશ્રીજી મહારાજ છાયારૂપ બની રહ્યાં. તેમના પ્રત્યે અસાધારણ સમર્પણભાવ હતો. “ગુરુવચન તહત્તિ” એ એમનો મુદ્રાલેખ હતા. દાદીગુરુને ખભા પર ઊંચકીને વિહાર કરતાં. પૂ. જયશ્રીજી મહારાજની નાદુરસ્ત તબિયતને કારણે ત્રણ ચાતુર્માસ પાડીવમાં સ્થિરવાસ કર્યો. તેમની સેવામાં જરા પણ કમીના ન રાખી; જે ગુરુદેવની વિનય-વૈયાવચ્ચ અને પરમ પ્રેમ સંપાદન કરવાના અધૂરા જ હતા ત્યાં એ દાદીગુરુદેવ પણ પરલોકના પંથે સિધાવ્યાં. પૂ. સમતાશ્રીજી મહારાજ વિરહની વેદના સાથે સમુદાયનો ભાર વહન કરી રહ્યાં.
ત્યાર બાદ, પૂજ્યશ્રીએ સમેતશિખરજી યાત્રા કરી જીવન ધન્ય બનાવ્યું. ત્યાં અનેક તપશ્ચર્યાઓ દ્વારા કમને ભાર હળવો કર્યો. તે સમયે શિખરજી તીર્થમાં વેતામ્બર-દિગમ્બરમાં ખૂબ ફ્લેશ વધી ગયું હતું, તે પૂજ્યશ્રીએ ચેવિહારા અદ્રુમ, ૧૧ ઉપવાસ આદિ તપશ્ચર્યાઓ કરી કમને ભાર ઉતાર્યો અને ઉપદેશની ધારા વહાવી શાંતિ પ્રસરાવી. ત્યાર પછી પાલીતાણા, પાટણ આદિ અનેક સ્થળોએ વિહાર કરતાં વતન ગારા પધાર્યા. પિતાના વતનમાં શિખરબંધી જિનમંદિર ખડું કરવાની પૂજ્યશ્રીને ઘણા સમયથી ઈચ્છા હતી. એ ઈચ્છા સં. ૨૦૧૮ના માગશર સુદ ૩ ને દિવસે દેરાસરના શિલાન્યાસ દ્વારા ફળીભૂત થઈ
ત્યાર બાદ, મુંબઈ-દાદર શ્રીસંઘની વિનંતી હોવા છતાં, અસ્વસ્થતાને લીધે કચ્છમાં જ વિચર્યા અને માધાપરમાં ચાતુર્માસ કયું; ત્યાં સમતાવિહાર ઉપાશ્રયનું ઉદ્દઘાટન કરાવ્યું. દિવસે દિવસે સ્વાથ્ય કથળતું જતું હતું એટલે ડગારા જવાની ઈચ્છા કરી. અસ્વસ્થતામાં પણ પૂજ્યશ્રી નિર્મળ શુદ્ધ ક્રિયામાં અપ્રમત્તપણે જાગ્રત રહેતાં. વીસ કલાકમાંથી ૧૮ કલાક જાપમાં રહેતાં. અલ્પ નિદ્રા, અ૫ ભાષણ, અ૫ આહાર, અપ કષાય એ ગુરુદેવના વિશિષ્ટ ગુણો હતા. છેલ્લે ત્રણ કલાક સુધી બોલીને શ્રી અમૃતલાલભાઈ મહેતાને બધી ભલામણ કરી. પછી જબાન બંધ થઈ ગઈ. નયને દ્વારા શિષ્યા-પ્રશિષ્યાઓ પર કૃપાદષ્ટિ વરસાવી. ચતુર્વિધ સંઘની હાજરીમાં તેઓશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org