________________
શાસનનાં શમણીરત્નો ]
[ પપ કંઈ રીતે સહાય કરાવી સંતેષ અનુભવતાં.
સરળ સ્વભાવી, વાત્સલ્યવારિધિ એવા સ્વર્ગસ્થ ગુરુદેવને પરમ શાંતિ પ્રાપ્ત થાય એવી શાસનદેવ પ્રત્યે અંતઃકરણ પૂર્વક પ્રાર્થના.
સ્વસ્થ સાધ્વીજી મ.ના શિષ્ય પૂ. સા. શ્રી કમલપ્રભાશ્રીજી તેમ જ પ્રશિષ્યાઓ સા. જયપ્રજ્ઞાશ્રીજી, સા. વિશિષ્ટપ્રજ્ઞાશ્રીજી, સા. બાજુપ્રજ્ઞાશ્રીજી, સા. રક્ષિતપ્રજ્ઞાશ્રીજી, સા. સૌર્યપ્રજ્ઞાશ્રીજી, સા. શીલપ્રજ્ઞાશ્રીજી (સંસારી પક્ષે બે ભત્રીજીઓ), સા. હિતશિતાશ્રીજી, સા. પુદશિ. તાશ્રીજી તથા સા. નિજાત્મદશિતાશ્રીજી આદિ શ્રમણી વૃંદ પરિવાર પૂ. ગુરુદેવના પુનિત આત્માને કેટિ વંદના કરી તેઓશ્રીના દિવ્ય આશીર્વાદની મહેચ્છા રાખે છે.
પરમ ત્યાગી-વિરાગી, ઊટી પ્રદેશ દ્રારક પૂ. સાધ્વીવર્ય શ્રી માણેકશ્રીજી મહારાજ વિશ્વામિત્રી સરિતાના સુરમ્ય કિનારે ગુજરાતની શોભામાં અભિવૃદ્ધિ કરનાર વટપદ્ર
રા) શહેર છે. વડોદરા જ્ઞાન-પુણ્યની અનોખી નગરી છે. પ્રતાપી મહારાજ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના સુદીર્ઘ રાજ્યકાળ દરમિયાન સમૃદ્ધ ઉદ્યોગોથી વિકાસ પામેલું અને પ્રાણપષક સુધારાથી સમાજ, ધર્મ અને રાષ્ટ્રને સુસંપન્ન બનાવતું આ શહેર ધર્મધુરંધરો, રાજનીતિજ્ઞો, મહાપંડિતોથી શોભાયમાન છે. આ વડોદરાના જૈન સમાજમાંથી કેટલાંયે પુણ્યશાળી ધર્મરત્નો પાક્યાં છે. પાટણના જ્ઞાનભંડારોને ઉદ્ધાર કરનાર પ્રવર્તકશ્રી કાંતિવિજયજી મહારાજ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનમાં ગામડે ગામડે વિચરીને મહાન શાસન પ્રભાવના કરનાર મુનિવર્ય શ્રી હંસવિજયજી મહારાજ; પંજાબ કેસરી, યુગદ્રષ્ટા પૂ. આ. શ્રી વિજયવલભસૂરિજી મહારાજ; પ્રવતિની સાથ્વીરત્ના શ્રી માણેકશ્રીજી મહારાજ આદિ આ ભૂમિનાં રત્ન છે.
વડેદરાનિવાસી રાજવૈદ્ય શ્રી હીરાભાઈના સુપુત્ર બાપુભાઈને ઘેર સગુણાનુરાગી ઘેલીબહેનની રત્નકુક્ષીએ માણેકબહેનને જન્મ થયો. માણેકબહેનમાં બાલ્યાવસ્થામાં ધાર્મિક સંસ્કારો અને ત્યાગભાવના ખીલ્યાં હતાં. એટલે યૌવનને ઉંબરે પગ દેતાં વેવિશાળની વાત થઈ એટલે માણેકબહેને માતાપિતાને નમ્રતાપૂર્વક જણાવ્યું કે, મારે ત્યાગના પથે જવું છે, સંસારસુખનું મને જરા પણ આકર્ષણ નથી. તેમ છતાં, માતાપિતાએ હવશ તેનાં લગ્ન કર્યા. લગ્ન તો ધામધૂમથી કર્યા, પરંતુ માણેકબહેનના મુખ પર લગ્નનો કોઈ આનંદ દષ્ટિગોચર થતા ન હતા. તેમને શ્વસુરગૃહે જવું ન હતું. માણેકબહેને બાળહઠ અને સ્ત્રીહઠ લીધી.
એક તરફ વ્યવહાર અને બીજી તરફ વૈરાગ્યની જવલંત ભાવના. ખૂબ ખૂબ સમજાવ્યાં, છતાં માણેકબહેને કહી દીધું કે મેં તો દીક્ષાની પ્રતિજ્ઞા લીધી છે. તમે સૌ મને પ્રેમથી સંયમ લેવાથી આજ્ઞા આપો. હું મારા આત્માનું કલ્યાણ કરું. અનુમતિ પ્રાપ્ત કરીને પંજાબી આચાર્યશ્રી કમલસૂરીશ્વરજી મહારાજ પાસે અભ્યાસ કર્યો. માણેકબહેનના આ મક્કમ નિર્ણ થી વૈદ્યકુટુંબમાં ધર્મભાવના વિશેષ ખીલી ઊઠી. વિ. સં. ૧૯૬૮માં રાજાશાહી ઠાઠથી દીક્ષા થઈ માણેકબહેન પૂ. ન્યાયનિધિશ્રી આત્મારામજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ. શ્રી કમલસૂરિજી મહારાજના હસ્તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org