________________
શાસનનાં શમણીર ]
[પ૭૧. તમે સૌ મને નવકારમંત્ર સંભળાવો. અને નવકાર ગણતાં ગણતાં જ જાણે જીવનરૂપી ઉજજવળ અને નિષ્કલંક ચાદરને સંકેલી રહ્યાં હોય તેમ, સિદ્ધગિરિની પાવન ધરતી પર, કે જ્યાં અનંત અનંત આત્માઓ સિદ્ધગતિને પામ્યા છે ત્યાં, પૂજ્યશ્રી પરલોકપાથે સિધાવ્યાં.
આવા પરમ ઉપકારી, મહાન વિભૂતિ પૂજ્ય સાધ્વીવર્ય શ્રી વિનયશ્રીજી મહારાજ સકલ સમુદાય પર પરોક્ષપણે આશીર્વાદ વરસાવતાં રહો એવી વિનમ્ર અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણમાં કે2િ કટિ વંદના!
સુદીર્ધ સંયમયી પ્રવાતની પૂ. સાથીવર્યા શ્રી વિનીતાશ્રીજી મહારાજ
ફૂલની જેમ સાધુ-સાધ્વીજી ભગવંતેનાં જીવન પણ જ્ઞાન, ધ્યાન, ત્યાગ, તપ અને સંયમની સુવાસથી મહેક્તાં હોય છે. પણ ફૂલની સુવાસ ચેડા જ કલાકમાં નષ્ટ થાય છે, જીરે જીવનપુપની સુવાસ ચિરસ્થાયી રહેતી હોય છે.
પૂ. સાધ્વી શ્રી વિનીતાશ્રીજી મહારાજ પણ આવી વ્યક્તિઓમાંના એક છે. તેઓશ્રીનો જન્મ મહારાષ્ટ્રની ભૂમિ પર રહેલ પરમ પવિત્ર અંતરિક્ષ તીર્થની ગોદમાં આવેલાં બાલાપુર મુકામે સં. ૧૯૬૮ના વસંતપંચમીના ઉત્તમ દિવસે થયો. માતા નાની બહેન અને પિતા દલીચંદભાઈના કુળમાં તેમનું જીવન વસંતત્રતુની વનરાજિની જેમ પુરબહારમાં ખીલવા લાગ્યું. વસંતપંચમીને અનુલક્ષીને નામ પણ વાસંતી રાખવામાં આવ્યું. પરંતુ દેવને જાણે શું સૂઝયું કે, એકાએક માતા નાની બહેનનું સ્વાસ્થ બગડ્યું અને વાસંતીબેનને બાલ્યવયમાં જ માતાને વિયેગ . તેઓ કાકા-કાકી સાથે રહીને દિવસે વિતાવવા લાગ્યાં. બાલાપુર ગામ ધર્મના રંગથી રંગાયેલું હોવાથી અનેક આચાર્ય ભગવંતે સપરિવાર વારંવાર ત્યાં પધારતા. તેથી તેઓશ્રીની અમૃતમયી વાણીનું પાન કરવાનો અવસર અવારનવાર મળ્યા કરતા. માતાએ ગળથુથીમાં જ પુત્રીને ધર્મના સંસ્કાર આપ્યા હતા અને કાકા-કાકી પણ ધર્મારાધનામાં રત હતાં. તેથી આ ધાર્મિક સંસ્કારોને વાર વાસંતીબેનને પણ મળે. કૌટુંબિક વાતાવરણથી જ તેમના હૃદયમાં સુસંસ્કારોનાં બીજ રોપાયાં. એ બીજ ઉપર ગુરુભગવંતેની અમૃતમયી વાણીનું સિંચન થતાં તેમાંથી વૈરાગ્યના અંકુર ફૂટવા લાગ્યા. પણ મેહનીય કમની પ્રબળતાથી, કુટુંબીજનેના આગ્રહથી પંદર વર્ષની વયે લગ્નગ્રંથિથી જોડાયાં પરંતુ ભેગાવલિ કર્મ અ૯પ હેવાથી છ મહિનામાં જ વિધવા બન્યાં. આ રીતે સંસારના રંગઢંગ જોતાં સંસારની અસારતા પૂરેપૂરી સમજાઈ. અરિહંત પરમાત્માને માગ જ સાચે છે એવી નક્કર પ્રતીતિ થતાં ૧૭ વર્ષની યુવાન વયે સંયમનાં દઢ નિશ્ચયી બન્યાં.
સુંદર આરસને શિપી મળી જાય, તેમ ખ્ય પાત્રને સદ્દગુરુનો જોગ થઈ જાય છે. સં. ૧૯૮૪ માં વિદ્વવર્ય પૂ. મુનિરાજશ્રી દશનવિજયજી (ત્રિપુટી) મહારાજ આદિ તેમ જ પૂ. સાધ્વીશ્રી હેમશ્રીજી મહારાજ આદિનું ચાતુર્માસ બાલાપુર નક્કી થયું. પૂ. શ્રી દર્શનવિજયજી આદિ ત્રિપુટી મહારાજની મધુર વાણીમાં તરબોળ બન્યાં અને પૂ. હેમશ્રીજી મહારાજના વાત્સલ્યઝરણામાં સ્નાન કરતાં બેન વાસંતી પ્રભુના પંથે વરિત ગતિએ પ્રયાણ કરવા માટે તત્પર બન્યાં. ચાતુર્માસ પૂર્ણ થયે, સં. ૧૯૮૫ માં પિષ વદ ૭ ના દિવસે અપૂવ ધામધૂમપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org