________________
૫૬૦ ]
[ શાસનનાં શ્રમણીરત્ને
વસ્તાભાઈ ના મહાન ઉપકાર કે અનેક કષ્ટો વેઠીને પુત્રીને સહાય કરી. પૂ. ગુરુદેત્ર સાથે રહી સેનાબહેને પચપ્રતિક્રમણનેા અભ્યાસ કર્યાં. પછી અમદાવાદથી વિહાર કરીને કપડવંજ પાય. ત્યાં સુધીમાં સેનાબહેનના મનડાના મેાર સયમના શેાર મચાવી ચૂકયો હતા. આખરે સેનાબહેનની મનીષા પૂરી થઈ. કપડવ'જમાં ભાઈ ચીમનલાલ વાડીલાલ ગાંધીના ઘેરથી વર્ષીદાનના વરઘેાડા નીકળ્યેા. તેઓના હસ્તે સ. ૧૯૯૮ના કારતક વદ પાંચમના શુભ દિને પૂ. આ. શ્રી ઉમ ́ગસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી, પૂ. લક્ષ્મીશ્રીજી મહારાજનાં શિષ્યા રૂપે શ્રી સમતાશ્રીજી નામે ઘાષિત થયાં અને સયમજીવનની કેડી પર પદાર્પણ કર્યું.
દીક્ષા બાદ સાધ્વીશ્રી સમતાશ્રીજી મહારાજને આત્મા તપ, ત્યાગ અને વૈરાગ્યમાં વધુ દૃઢ બન્યા. પૂજયશ્રી સ’યમજીવનના આચારાનુ પાલન કરી રાતિદવસ જ્ઞાન-ધ્યાનમાં પ્રવૃત્ત રહેતાં હતાં. ગુરુભક્તિ તે પૂજ્યશ્રીના જીવનમાં વણાઈ ગઈ હતી. તેથી ગુરુદેવાની નિશ્રા, જ્ઞાનની પિપાસા અને તપશ્ચર્યાની લગનીને લીધે અલ્પ સમયમાં જ પૂજ્યશ્રીના સંયમજીવનને ચાર ચાંદ લાગી ગયા. ચારિત્રના ત્રિવેણીસંગમને લીધે પૂજ્યશ્રીનુ શ્રમણીજીવન ભબ્યાન્નત બની ગયું. તેઓશ્રીનુ પ્રથમ ચાતુર્માસ આદીશ્વરદાદાની પુનિત છત્રછાયામાં પાલીતાણા મહાતીર્થે થ્યું. ત્યાં માસ સમણની મહાન તપશ્ચર્યા કરી. સં. ૧૯૯૯માં દહેગામ સં. ૨૦૦૦માં દાઢીગુના વતન વટાણામાં ચાતુર્માંસ કર્યાં. સં. ૨૦૦૧ માં પૂ. આચાર્ય ભગવંત યુગવીર શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાથે ચાતુર્માસ કરવાની અમૂલ્ય તક પ્રાપ્ત થઈ; અને પૂ. ગુરુદેવના કૃપાપાત્ર બનીને જીવન ધન્ય બનાવ્યું, સં. ૨૦૦૨ માં પૂ. ગુરુદેવા સાથે પાટણ પધાર્યા. ત્યાં જ્ઞાનપ્રાપ્તિની ઝંખના પૂર્ણ કરવાને છજાને મળી ગયા. આહાર વાપરવાની પરવા કરતાં નહિ. રાતિદવસ ભણવામાં લીન બની અનેકવિધ જ્ઞાન સંપાદન કરવા લાગ્યાં. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, આગમાદ્રિ જ્ઞાનમાં પ્રવીણ અન્યાં. પ્રવચનમાં પ્રભાવકતા પ્રાપ્ત કરી. ચાર ચાતુર્માસ પાટણમાં જ વિતાવ્યાં. સ ૨૦૦૬ માં પાલનપુર ચાતુર્માસ વખતે વતનના શ્રીસંઘે ડગારા પધારવા વિનંતી કરી. એ ચાતુર્માસ પૂર્ણ કરી, જ્ઞાનની પરમ આરાધના કરી, ત્યાગ-તપના તેજસ્વી અલંકાર ધારણ કરી, વિનય-વૈયાવચ્ચેના શણગાર સજીને, દેÀદેશમાં વિચરીને, પૂજયશ્રી દસ વર્ષ પેાતાનાં વતન પધાર્યા. કચ્છમાં જયાં જયાં વિચરતાં ત્યાં ત્યાં જાહેર વ્યાખ્યાના થતાં. પટેલ જ્ઞાતિની એક અજ્ઞાન બાળાને જૈન સાધ્વીજીના વેશમાં જોઈ ને તેમ જ મુખમાંથી જ્ઞાનની અનુપમ ગગા વહેતી જોઈ ને સંસારી કુટુંબીજના તથા ગામેગામના શ્રીસંઘના મુખમાંથી ધન્યતાના ધ્વનિ સરી પડત! અને મસ્તક ઝૂકી જતાં. તેઓશ્રીના ધર્મોપદેશ સાંભળી કેટલાયે હશુકમી જીવા વ્રતપચ્ચક્ખાણ આદરતા.
પૂજ્યશ્રીનું ડગારાનું ચાતુર્માસ અનેક રીતે યાદગાર બની ગયું. આ ચાતુર્માસમાં માસક્ષમણુ તથા ૧૬ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૯ ઉપવાસ તથા અનેક અઠ્ઠઈ એની સાથે સુંદર શાસનપ્રભાવના થઈ. તથા ભચીબહેન અને તારાબહેન ચામાસ પૂર્ણ થતાં સયમપંથે જવા ઉલ્લસિત બન્યાં. દીક્ષાનુ મુહૂત પણ આવી ગયું. ગુરુદેવાને અંગિયા પધારવા વિનંતી કરી. પૂજ્યશ્રી ગુરુદેવા સાથે વિહાર કરી અંગિયા પધાર્યાં. શ્રી સંઘને ઉત્સાહ અનેરેા હતા. ખૂબ જ ધામધૂમપૂર્ણાંક દીક્ષાના પ્રસંગ ઊજવાયેા. ભચીબહેન તથા સુપુત્રી તારાબહેન પૂ. કનકપ્રભાશ્રીજી મહારાજ તથા પૂ. કમળપ્રભાશ્રીજી મહારાજના નામથી પૂ. સમતાશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યાં. ત્યાર બાદ માનકુવા શ્રીસંઘની વિનંતી હોવાથી માનકુવા ચાતુર્માંસ કરી અનેક જીવાને ધ વાસિત બનાવ્યા. એવી જ રીતે, ધાણેટીવાળા પાંચાભાઈની ગુરુદેવને ચાતુર્માસ કરાવવાની ઇચ્છા ઘણા સમયથી હતી. પટેલ પાંચાભાઈ તરફથી ડગારામાં ખીન્નું ચાતુર્માસ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org