________________
૫૫૮ ]
[ શાસનનાં શમણીરને ત્યાર બાદ, પાલીતાણા, જામનગર, અમદાવાદ, પાદરા આદિ સ્થળોએ ચોમાસાં કર્યો. છેલ્લાં ૧૭– ૧૮ વરસ જઘાબળ ક્ષીણ થવાથી વડોદરામાં સ્થિરવાસ કર્યો. પૂજ્યશ્રીએ ૭૪ વર્ષની ઉમર સુધી સતત વિહાર કરી, ગામેગામ વિચરી, સ્વયં જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપની પવિત્ર આરાધના કરી તથા અન્યને પણ કરાવી. સવિશેષ બાલસાવીઓને વાત્સલ્યભાવથી રત્નત્રયીની આરાધનામાં જોડતાં. પિતાની ક્રિયાશુદ્ધિ અને આત્મજાગૃતિ પણ અનોખાં હતાં. જયણા ધર્મનાં ચુસ્ત પાલક હતાં. જ્ઞાનપિપાસા એટલી અસીમ હતી કે રાત્રે નાનાં સાધ્વીજી મહારાજે પગ દબાવતાં હોય ત્યારે પ્રશ્નોત્તરરૂપે કંઈ ને કંઈ જ્ઞાનચર્ચા કર્યા કરતાં.
આમ, જીવનના તડકા-છાંયડી વેડતાં પૂ. ગુરુદેવશ્રીની જીવનનૈયા ચાલી રહી હતી. પરંતુ કુદરત હજી કેડો છેડે તેમ ન હતી. પૂ. ગુરુબહેન હેમશ્રીજી મહારાજ પણ પોતાના શિષ્યાપ્રશિષ્યાઓના બહોળા પરિવારને પૂજ્યશ્રીનાં ચરણોમાં સમર્પિત કરીને સ્વર્ગવાસી થયાં. પૂજ્યશ્રીએ જરા પણ તારે-વાર કર્યા વિના જીવનપયત સૌને સાચવ્યાં. તેમ છતાં, વિધિની વકતા ચાલ હતી. પિતાના પરિવારનાં છેલ્લા શિષ્યા વિનોદશ્રીજી મહારાજને પણ કૅન્સરની બીમારીમાં લઈ લીધાં. આવી પરિસ્થિતિ વચ્ચે પૂ. ગુરુદેવ સમતા જાળવી રાખતાં. અને યથા નામ તથા ગુણએ ન્યાયે કપૂર જેવા ઉજજવળ અને સુગંધમય રહેતાં.
ત્યાર બાદ બે વરસ સ્વસ્થ રહ્યાં. ત્યાં કેન્સરને હુમલે થયે. એ બિમારી અસાધ્ય બની. સં. ૨૦૪૦ના માગસર સુદ ૧ ને દિવસે, ૭૩ વર્ષ સુદીર્ઘ સંયમપર્યાય પાળી, ૯૧ વર્ષની વયે પિતાના વિશાળ સમુદાયને રડતાં મૂકી સ્વર્ગવાસી થયાં. ઉચ્ચ કોટિની રત્નત્રયીની આરાધના કરી, ઉત્તમ મૂક્ષસુખના અધિકારી બનનાર પજ્ય ગુરુદેવશ્રીની અદશ્ય કૃપા વરસતી રહો એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને કેટ કેટિ વંદના!
(લેખિકા : પૂ. શ્રી વીરેન્દ્રશ્રીજી મહારાજ) પૂ. સા. શ્રી વીરેન્દ્રશ્રીજી મહારાજના સદુપદેશથી શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી..
કચ્છ પ્રદેશમાં અપ્રતિમ પ્રભાવના કરનાર મહાન તપ, સમર્થ શાસ્ત્રવેત્તા
પૂ. સાધ્વીરના શ્રી સમતાશ્રીજી મહારાજ
અખંડ નિર્મળ સંયમ જેનું, સદા સુવાસિત ચંદન,
શાસનરત્ના સમતાશ્રીજી, ગુરુચરણે હે વંદન. નાનો બાળક જેમ પાણીમાં પડેલા ચંદ્રમાના પ્રતિબિંબને પકડવાં છે, તેમ મહાપુરુષનાં જીવનને વર્ણવવાનો પ્રયાસ ભક્તિઘેલાં બાળજીવો કરે છે. એ અર્થમાં સમતાના ભંડાર શાસનરત્ના શ્રી સમતાશ્રીજી મહારાજના જીવનનું વર્ણન કરવું એ પ્રતિબિંબને પકડવા જેવો પ્રયાસ ગણાય. જે ભૂમિમાં, જે કુક્ષીમાં રને પાકે છે તે ભૂમિ અને માતાઓ .ન્ય છે ! ભરતક્ષેત્રે કચ્છ પણ એવી ધન્યભૂમિ છે. અખંડ શીયળવતી વિજય શેઠ અને વિજય શેઠાણી, તથા બાર બાર વરસના દુષ્કાળમાં જગતને જિવાડનાર દાનવીર જગડુશાની યશગાથા આજે પણ અવની પર ગાજી રહી છે. એવી જ રીતે, સંતપ્ત જનને શીતળતા સમર્પવા જગતના ચેકમાં ચાંદની ચમકે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org