________________
શાસનનાં શ્રમણરત્નો
[ પ૧૧ પણ કઈ પ્રકારનું પુત્રી માટે કુટુંબીજનનું વિમ્બ ન આવતાં પુત્રીની જેમ સંયમપંથે જવાનો નિર્ધાર કર્યો. અને ચાર દિવસના અંતરે જ અષાડ સુદિ ૧૩ ના દિવસે દીક્ષા અંગીકાર કરી માતા સૂરજબહેનનું નામ સાધ્વી શ્રી સુનંદાશ્રીજી અને પુત્રી નારંગીનું નામ સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી રાખવામાં આવ્યું. જે માતાએ બાલપુત્રીને જ્ઞાન અને ધર્મના સંસ્કાર દ્વારા સુવાસિત બનાવીને નિર્મળાશ્રી રૂપ “સાધ્વીરત્ન” સ્વકલ્યાણપૂર્વક માનવ સમાજને સમર્પિત કર્યું છે તે બદલ તેઓને કેટ કે2િ ધન્યવાદ.
દીક્ષા લીધા બાદ, ઘેડા વર્ષોમાં તેઓશ્રી સાધ્વી શ્રી તરુણશ્રીજી, સાધ્વી શ્રી પદ્મયશાશ્રીજી, સાધ્વી શ્રી પૂર્ણયશાશ્રીજી સાથે જયાં વિહારો ઓછા થયા હોય તેવા પ્રદેશમાં વિચર્યા. એવા પ્રદેશમાં ખાનદેશ, મધ્યપ્રદેશ, બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ, માળવા, રાજસ્થાન આદિ મુખ્ય હતા. તેઓશ્રીએ બાવીશ વર્ષે આ પ્રદેશમાં જિનેશ્વર ભગવંતની વાણી સંભળાવી અને ધર્મ પ્રભાવના કરી. ઈ. સ. ૧૯૬૬માં અમદાવાદ પધાર્યા ત્યારે તેઓશ્રીનું ઉમળકાભર્યું ભવ્ય સ્વાગત થયું. અમદાવાદમાં શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખસ્થાને પળે પળે સાધ્વી શ્રી નિર્મળાશ્રીજીનાં પ્રવચનો થયાં.
ગુજરાતમાં વિચરતાં પૂજ્યશ્રીએ સાધ્વી શ્રી નિર્મળાશ્રીજીના સંસ્કાર અધ્યન સત્ર' આદિ ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લેવા ઉપરાંત શ્રી સિદ્ધગિરિ, ભાવનગર, ઘોઘા, તળાજા, લીંબડી, સુરેન્દ્રનગર, શંખેશ્વરજી આદિની ક્ષેત્રસ્પર્શન અને યાત્રાઓ કરી હતી. ત્યાંથી શ્રી ભીલડિયાજી તીર્થ–પાલનપુર આદિ, સ્થળોએ પધાર્યા હતાં.
પૂજ્યશ્રીનું જીવન પર–કાજે સદાય તત્પર રહેતું. છતાં પણ સ્વ–કાજે એટલા જ જાગૃત રહેતાં. મહામંગલકારી નમસ્કાર મહામંત્રના જાપ કરવાના ૬૮ વ્રતધારી હતાં. એક કરોડ નમસ્કાર મંત્રના જાપ કરવાના નિર્ધારવાળાં પૂજ્યશ્રી કાળધર્મ પામ્યાં ત્યારે થોડા જ મંત્રજાપ બાકી હતા. છેલ્લા શ્વાસ સુધી તેઓ નવકાર મંત્રને ભૂલ્યાં ન હતાં.
પૂજ્યશ્રીએ આબુરોડમાં શ્રી શંખેશ્વર પ્રભુ અને નમસ્કાર મંત્રનું રટણ કરતાં, ૬૩ વર્ષની આયુમાં ૩૭ વર્ષ સુદીર્ઘ દીક્ષા પર્યાય પાળી સં. ૨૦૨૪ ના ફાગણ સુદિ ૧૦ ને દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં શ્રીસંઘે એક અમૂલ્ય શ્રમણરત્ન ગુમાવ્યું. એમની પૂણ્યસ્મૃતિનું પાવન સ્મરણ આબુરોડનું ભવ્ય ગુરુમંદિર કરાવી રહ્યું છે. એવાં એ પર્મ તપસ્વિની પુણ્યાત્માનાં ચરણમાં કેટિ કેટિ વંદના !!!
કલકત્તા નિવાસી શ્રીમતી નિર્મળાબહેન પારસકાન્ત શાહના સૌજન્યથી
હ.
અમit,
R
પd
.
"
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org