________________
શાસનનાં શ્રમણીર ]
[ ૫૩૯ સંયમજીવનની આરાધના-સાધના સાથે અનેકવિધ શાસનપ્રભાવના કરનારાં દશ-દશ શ્રમણ-શ્રમણીરત્નની શાસનને ભેટ ધરનારાં સાધ્વીજી મહાનંદાશ્રીજી મહારાજનાં ચરણોમાં કેટિશઃ વંદના.... પૂ. મુનિશ્રી અભયશેખરવિજયજી મહારાજના ઉપદેશથી : શ્રી સંભવનાથ જૈન દેરાસર પેઢી, શ્રી સંભવનાથ જૈન દેરાસર માગ, (જામલીગલી), બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૯ના સૌજન્યથી
-—*--
અપૂર્વ આનંદની ઓરડી, વિનય—વિદ્યાવિલાસની વીરડી. પાપભીરુતા
અને પરોપકારની પરબડી, ત–ત્યાગતિતિક્ષાની ટીલડી.
શમશાન્તિની શેલડી, વૈયાવચ્ચ-વિરાગની વેલડી માં પૂ. સા. શ્રી મહાભદ્રાશ્રીજી મહારાજ તથા
પૂ. સા શ્રી મનોભદ્રાશ્રીજી મહારાજ
આ દુનિયામાં એમ કહેવાય છે કે, હાથી જીવતો લાખનો, તો મર્યા પછી સવા લાખનો ! આ કહેવતની પાછળ કદાચ માત્ર ભૌતિક દષ્ટિ મુખ્ય હશે! પણ ભૌતિક-આધ્યાત્મિક બંને દષ્ટિકોણથી વિચારીએ, તો મહાવિભૂતિઓ જીવન દ્વારા જે ઉપકાર કરી જાય છે, એના કરતાં “સમાધિ-મૃત્યુ” દ્વારા એમનાથી થતા ઉપકારનું પ્રમાણ જરાય ઓછું આંકી શકાય એવું હોતું નથી ! આ વાતની પુણ્યપ્રતીતિ કરાવી જતી સમાધિની સંદેશવાહક બે મહાવિભૂતિની નમનીય નોંધ લેતાં અમે ગૌરવ અનુભવીએ છીએ. એ મહાવિભૂતિનાં નામ હતાં....
(સૌરાષ્ટ્ર ) માં ચાતુર્માસ બિરાજમાન પૂ. આચાર્યદેવ શ્રી માનતુંગસૂરીશ્વરજી મ. આદિ વિશાળ ચતુવિધ-સંઘની હાજરીમાં ભાદરવા સુદ ૧ મંગળવાર ૨૫-૮-૮૭ના દિવસની ઢળતી સાંજે થોડીક જ મિનિટના અંતરે અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામનારાં આ બંને સાધ્વીજીએ સંસારી સંબંધે બોટાદના જ વતની હતાં. ઊજમસી નાનચંદભાઈ (હાલ મુંબઈ-સાયન નિવાસી) નાં ધર્મપત્ની શ્રી સૂરજબહેનને રત્નકુક્ષી માતા તરીકે બિરદાવી શકાય! જેમણે પિતાની પાંચમાંથી ત્રણ પુત્રીઓને જિનશાસનના ચરણે સમર્પિત કરી દીધી. એ ત્રણેનાં સંસારી નામ રસીલાબહેન, મંજુલાબહેન અને મનેરમાબહેન.
રસીલાબહેન ને મંજુલાબહેને બાળવયમાં ઉપધાન–તપની આરાધના કરેલ, આ આરાધના જ એમના અંતરમાં સંયમ–ભાવનાનું બીજા પણ કરી ગઈ આ બીજ અનેકાનેક રીતે વિકસિત બન્યું અને વિ. સં. ૨૦૧૬માં જેઠ સુદ ૧૪ ના શુભ દિવસે પૂ. આ શ્રી માનતુંગસૂરીશ્વરજી મહારાજ ( ત્યારે પંન્યાસ)ના વરદ હસ્તે બોટાદમાં ધામધૂમ પૂર્વક આ બંને બેને સંયમી બન્યાં. પૂ. બાપજી મ. ના સમુદાયવતિની પૂ. સાધ્વીજી શ્રી ચંપકલતાશ્રીજીનાં પ્રશિષ્યા પૂ. સાધ્વીજી શ્રી જયપધ્ધાશ્રીજીનાં શિષ્યા તરીકે રસીલાબહેન પૂ. સા. શ્રી જિનભદ્રાશ્રીજીનું નામાભિધાન પામ્યાં અને તેમનાં શિખ્યા તરીકે મંજુલાબહેન પૂ. સા. મહાભદ્રાશ્રીજીનું નામાભિધાન પામ્યાં.
ગુરુ-સમપિતતા પહેલેથી જ જીવનમાં વણાયેલી હતી. એથી જરાય પરિચય ન હોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org