________________
૫૫૦ ]
[શાસનનાં શમણીરત્ન જીવન પણ એવું જ છે. તેઓશ્રીના નામરમરણ માત્રથી આપણું જીવનમાં સૌરભ પ્રસરવા માંડે છે! કેટલીક વિભૂતિઓનાં દર્શન થતાં જ નિખાલસતા અને નિવિકારીતાનાં દર્શન થાય છે. આવી વ્યક્તિનું પ્રત્યક્ષ દર્શન ન થઈ શક્યું હોય, પણ તેમના નામસ્મરણથી આનંદ વ્યાપી વળે છે.
ગુજરાતની લીલી વાડી એટલે ચરોતર. આ ભૂમિને લેખકોએ ગુજરાતનું નાક અને ગુજરાતની વીરભૂમિ કહીને ઓળખાવી છે. આ ચરોતરમાં તમાકુ અને કપાસના વેપારનું નાનકડું મથક નાર ગામ છે. લોકેકિત છે કે, વિ. સં. ૮૦૨માં નારસિંહ નામની વ્યક્તિએ આ ગામ વસાવેલું. આ ગામના પટેલે ત્રણ-ચાર પેઢીથી જૈનધર્મ પાળતા હતા. એક પટેલ કુટુંબમાં ખાનદાન નાગરદાસ લાલદાસ હતા. તેમને મૂળજીભાઈ ખુશાલભાઈ અને હાથીભાઈ- ત્રણ દીકરા હતા. મૂળજીભાઈની પત્નીનું નામ હરિબાઈ હતું. તેમને દીકરા અને દીકરી હતી. દીકરીને જન્મ સં. ૧૯૩૯ના ફાગણ સુદ ૮ના દિવસે થયો હતો. દીકરીના લલાટનું તેજ જોઈને દીકરીનું નામ ઝવેરબેન પાડ્યું. માતાપિતા ધાર્મિક સંસ્કારવાળાં હતાં. પરમાત્માની પૂજા કર્યા બાદ ગુરુભગવંતનાં દર્શન કરવા જતાં ત્યારે લાડલી ઝવેરબેનને સાથે લઈ જતાં. ત્યાં નાનકડી ઝવેર એ લઈને નાચતી.
ઝવેરબહેને છ ચોપડીનું ભણતર પૂરું કરીને બાળપણ વટાવ્યું ત્યાં ભાદરણ મુકામે તેનાં લગ્ન થયાં. પરંતુ કરકરિયાવરમાં વાંધો પડતાં ઝવેરબહેન શાંતિથી પિયરમાં રહેવા લાગ્યાં. સાસરિયાં તરફથી મોકલવાને સંદેશે આવ્યું એટલે તૈયાર થવા માંડી. પણ ભાવિના લેખ જુદા હતા. પિતા એકાએક બીમારીમાં સપડાઈ ગયા. ચતુર ઝવેરબહેન પિતાના ચિંતિત હૃદયને પારખી ગયાં. તેણે પિતાને કહ્યું. “પિતાજી ! આપ નિશ્ચિત રહો. હ ભવભવને નાશ કરવાવાળી પ્રવ્રયા ગ્રહણ કરીશ. વીતરાગ પરમાત્માએ ચીંધેલા ત્યાગના પંથને સ્વીકારી મારો જન્મ સફળ કરીશ; પણ સાસરે નહિ જાઉં.” પિતા પુત્રીનાં અમૃત-શાં વચનોથી શાંત થયા અને મૃત્યુ પામ્યા. સર્વત્ર ઉદાસીનતા છવાઈ ગઈ. કુટુંબમાં દરેકનાં હૃદયપરિવર્તન થયાં. પ્રથમ હાથીભાઈ મુનિ શ્રી હિમ્મતવિજયજી બન્યા. નાથાભાઈ દીક્ષા લઈને મુનિશ્રી નેમવિજયજી બન્યા. ઝવેરબહેનની ત્યાગની ભાવના વેગવંતી બની. નાથાભાઈનાં પત્ની સોનબાઈ સાથે દીક્ષા લેવાની તૈયારી કરી. ઉમેદભાઈ અને હરિબાએ પણ દીક્ષાની ભાવના પ્રગટ કરી. નણંદ ઝવેરબહેન અને ભેજાઈ સેનબાઈએ ગુરુદેવને કૃપાદૃષ્ટિ કરવાનું કહ્યું ત્યારે ગુરુદેવે કહ્યું, “તુમકે પંજાબ જ ના પડેગા. યહાં તુમ દેન કે તૈયાર કરે એની સાથ્વી નડી હૈ. પંજાબ મેં ચહનશ્રી બહત હશિયાર હૈ'.
હૈ'. વહુ તુમ્હારા ધ્યાન રખેગી. ઔર વહાં મુનિશ્રી વલ્લભ વિજયજી જેસે દયાલુ વિદ્વાન હૈ. વે ગુજરાતી હૈ. તુમ આનંદ પ્રાણ કરો. મેરા આશીર્વાદ હૈ.
આ રીતે પૂ. શ્રી કમલસૂરિજી મહારાજે નણંદ-ભેજાઈને હોંશિયાપુર પ્રતિષ્ઠા મહોત્સવ હતું, ત્યાં શ્રાવકો સાથે મોકલી આપ્યાં. મુનિશ્રી વલભવિજયજી મહારાજે પૂ. સાધ્વીજી પાસે મોકલી આપ્યાં. વિ. સં. ૧૯૫૨ વૈશાખ સુદ ૬ નું દીક્ષાનું મુહૂર્ત આવ્યું. પંજાબમાં નાની વયની વ્યક્તિઓનો દીક્ષાનો પ્રસંગ પહેલવહેલે હતો. રૂપરૂપના અંબાર જેવી નણંદ-ભાઈની સંસારની અસારતા જાણી લો કે અનુમોદના કરવા લાગ્યાં. તે વખતે પંજાબમાં હૈશાખ સુદ ૯ ને શુભ દિને ન્યાયાંનિધિ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ અને દીક્ષા મહોત્સવ થશે. ઝવેરબેન સા. શ્રી દાનશ્રીજી અને પાનબાઈ સા. શ્રી દયાશ્રીજી બન્યાં. બંને પૂ. શ્રી દેવશ્રીજી મહારાજનાં શિષ્યા જાહેર થયાં. બંને આનંદપૂર્વક ગુરુકુલવાસમાં રહી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા મેળવવાં લાગ્યાં. સા. શ્રી દાનશ્રીજીએ પ્રથમ વ્યાકરણનો અભ્યાસ કર્યો. પૂ. શ્રી વલ.વિજયજી મહારાજનાં વ્યાખ્યાનો મનનપૂર્વક સાંભળીને આત્મસાત્ કરતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org