________________
૫૫૪ ]
[ શાસનનાં શ્રમણીરત્નો પૂ. હેમશ્રીજી મહારાજે શિષ્યાઓ સાથે સુરત થઈ દક્ષિણ બાજુ વિહાય કર્યો. બાલાપુરમાં ચાતુર્માસ રહ્યાં. ત્યાં વાસંતીબહેનને સંયમની અભિલાષા થતાં તેઓ દીક્ષા ગ્રહણ કરી પૂ. હેમશ્રીજી મહારાજનાં લાડલી શિખ્યા વનિતાશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. તેઓ યથાશક્તિ તપસ્યા કરી, કઠિન કર્મોનાં બંધનને શિથિલ કરતાં આત્માને કર્મોના ભારથી હળવો કરી રહ્યાં. ત્યાંથી ચારે શિષ્યાઓ સાથે અંતરિક્ષશ્રી જી આદિ તીર્થોની યાત્રા કરી હર્ષોલ્લાસ અનુભવ્યું. ત્યાંથી વિહાર કરતાં કરતાં વડોદરા પધાર્યા. વૈદ્યકુટુંબનાં લલિતાબહેને સંયમની ભાવના થતાં પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની છત્રછાયામાં કપડવંજમાં દીક્ષા લીધી. તેઓ પૂ. હેમશ્રીજી મહારાજનાં પાંચમાં શિષ્ણ મુક્તિશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં.
યથા યથા મનઃ યથારૂપ તથા ગુણા. પૂજ્ય ગુરુદેવની મુખાકૃતિ પર ભદ્રિતા, વત્સલતા અને પ્રસન્નતા તરવરતી હતી. તેથી સૌને તેઓશ્રી પ્રત્યે ભક્તિભાવ ઉત્પન્ન થતો હતો. પૂજ્યશ્રી તેમના સમાગમમાં આવનાર સૌને તેની યોગ્યતાનુસાર સર્વવિરતિ કે દેશવિરતિ ધર્મમાં પ્રવૃત્તિ કરાવતાં હતાં અને શાસ્ત્રાભ્યાસ કરાવતાં હતાં. ત્યાંથી પૂજ્યશ્રી મારવાડ તીર્થોની યાત્રા કરવા પોતાના પરિવાર સાથે ગયાં. આ બાજુ અમદાવાદમાં મોટા ગુરુબહેન શ્રી કપૂરશ્રીજી મહારાજનાં શિષ્યા કુમુદશ્રીજી બીમાર પડયાં. તેથી પૂ. શ્રી હસવિજયજી મહારાજે તથા કખૂરશ્રીજી મહારાજે પૂજ્યશ્રીને મારવાડ પત્ર લખે. પત્ર મળતાં જ યાત્રાને ગૌણ કરીને ભક્તિને પ્રધાન સ્થાન આપી, વહેલી તકે અમદાવાદ પધાર્યા. છેડા સમયની માંદથી ભેગવી સાવી શ્રી કુસુમશ્રીજી કાળધર્મ પામ્યાં. ત્યાર બાદ પૂજ્ય શ્રી ગુરુબહેન શ્રી કપૂરશ્રીજી મહારાજ સાથે જ અમદાવાદમાં રહ્યાં. ત્યાર પછી ગુરુબહેન સાથે પાલીતાણા પધાર્યા. ત્યાંથી વિહાર કરી ભાણવડ ચોમાસું કર્યું. ત્યાંથી જામનગર ગયાં; ત્યાં પ્રથમ શિષ્પા લલિતશ્રીજી સ્વર્ગે સિધાવ્યાં. ત્યાંથી વિહાર કરી વડોદરા પધાર્યા. ત્યાં તેમની શિષ્યા દ્રશ્રીજીના નામે તેમની ભત્રીજીએ દીક્ષા લીધી, કે જે અભયશ્રીજી તરીકે પ્રસિદ્ધ થયાં. આખા સમુદાયમાં અભયશ્રીજી મહારાજ જ્ઞાનરસિક-જ્ઞાનપિપાસુ છે. જ્ઞાનવરણીય કર્મના ક્ષપશમથી પઠન-પાઠનમાં ખૂબ જ પ્રયત્નશીલ રહે છે. રત્નત્રયીની આરાધના પોતે ઉલ્લાસપૂર્વક કરી રહ્યાં છે અને તપશ્ચર્યા દ્વારા આત્માને કમળથી મુક્ત કરવા હંમેશાં ઉદ્યમી રહે છે.
પૂજ્યશ્રી ત્યાંથી અમદાવાદ પધાર્યા. ત્યાં તેમનાં બહેને રાજેન્દ્ર શ્રીજીના નામે દીક્ષા લીધી, જે તેમનાં શિષ્યા ચંદ્રોદયશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. ત્યાંથી તેઓશ્રી પોતાના વિશાળ સમુદાય સાથે કચ્છ-મારવાડ તીર્થોની યાત્રા કરીને રાધનપુર, પાલનપુર, પાટણ પધાર્યા અને પંજાબ કેસરી પૂ. આ. શ્રી વિજયવલભસૂરિજી મહારાજની છત્રછાયામાં ચાતુર્માસ રહ્યાં. ત્યાંથી વડોદરા, જંબુસર, ડભેદ, ખંભાત આદિ સ્થાને ચોમાસા કર્યા બાદ જબુસર ગયાં. ત્યાં સંસારી બેન અને તેમની સુપુત્રીએ દીક્ષા ગ્રહણ કરી વીરેન્દ્રથીજી અને જિનેન્દ્રશ્રીજી બન્યાં. ત્યાર બાદ વિનીતાશ્રીજીને જયકાંતાશ્રીજી અને વિરાગરસાશ્રીજી બે શિષ્યા થયાં. અભયશ્રીજીને કલ્પજ્ઞાશ્રીજી, વારિણાશ્રીજી અને રત્નકપાશ્રીજી થયાં. ચંદ્રોદયાશ્રીજીને હિતજ્ઞાશ્રીજી તેમ જ તેમને નયરત્નાશ્રીજી, રત્નત્રયાશ્રીજી શિષ્યા થયાં. વીરેન્દ્રશ્રીજીને જિ તજ્ઞાશ્રી. સમયજ્ઞાશ્રીજી, નયપ્રજ્ઞાશ્રીજી-ત્રણ શિખ્યાઓ તેમ જશિખ્યાઓ નંદી રત્નાશ્રીજી, પુનિતરત્નાશ્રીજી, પ્રશમરત્નાશ્રીજી, ગરક્ષિતાશ્રીજી, દીપરણિતાશ્રીજી, દિવ્યપ્રજ્ઞાશ્રીજી, જિતપ્રજ્ઞાશ્રીજી થયાં. અને જિનેન્દ્રશ્રીજીને મોક્ષરત્નાશ્રીજી શિષ્યા થયાં.
એક વાર વૃદ્ધાવસ્થામાં સિદ્ધગિરિની યાત્રાએ જવાની ઉત્કટ ભાવના થતાં, જંઘાબળ ઓછું હોવા છતાં, શિગ્યાઓ મનેહરશ્રીજી તથા ઇન્દ્રશ્રીજી સાથે વડોદરાથી સિદ્ધગિરિ પહોંચ્યાં. દાદાના દર્શન કરી કૃતાર્થ થયાં. અહીં એ હૃદલાસ થયો કે, બાલ-ગ્લાન–વૃદ્ધ-તપસ્વી સૌની ભક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org