________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૫૫૫
કરવા લાગ્યાં. સૌને તપશ્ચર્યા માટે પ્રોત્સાહન આપતાં અને કહેતાં કે, “આવા ક્ષેત્રમાં તપશ્ચર્યા કરવાથી સમે તેવાં કઠિન કર્મોને પણ ક્ષય થાય છે.” તેમનાં વચનોને યથાર્થ કરવા તેમ જ કમનિજરા નિમિત્તે પૂજ્યશ્રીની શિષ્યાઓએ યથાશક્તિ તપશ્ચર્યા કરી. નાના સાધ્વીજીઓને માસક્ષમણ કરાવવાની ઉત્કટ ભાવના હતી તે સાકાર થઈ પરંતુ કમનસીબે થોડા દિવસમાં જ પોતાની તબિયત બગડી. માથામાં અસહ્ય વેદના થવા લાગી. માથા પર ભાર રહેતા હોવાથી કંઈ પણ બોલી શક્તાં નહિ. આઠ દિવસ સુધી અંતરની શુદ્ધિપૂર્વક અને નમસ્કાર મહામંત્રના નિરંતર જાપપૂર્વક રહ્યાં. અંતે વિ. સં. ૨૦૧૫ ને શ્રાવણ સુદ પાંચમે, પોતાના વિશાળ પરિવારને ગુરુબહેનશ્રી કપૂ૨શ્રીજી મહારાજને પી, ૪૦ વર્ષ સુદીર્ઘ દીક્ષા-પર્યાય પાળી, ૭૪ વર્ષની વયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. જીવનભર જ્ઞાન અને સાધનાની સૌરભ પ્રસરાવી પૂ. ગુરુદેવ અનંતની વાટે ચાલી નીકળ્યાં. દિવંગત ગુરુદેવ શિષ્યા-પ્રશિષ્યાઓના વિશાળ પરિવાર પર અમી વરસાવો એ જ મંગલ કામના સાથે પૂજ્યશ્રીને ભાવભરી વંદના ! (લેખિકા : પૂ. નયપ્રજ્ઞાશ્રીજી મહારાજ) સૌજન્ય : પૂ. સા. શ્રી વીરેન્દ્રથી મહારાજના સદુપદેશથી વડેદરા ઘડીયાળી પોળ-જાની
શેરી જેને મહિલા ઉપાશ્રયનાં બહેને તરફથી
——
–
શાંત તપો મૂર્તિ, પરમ પ્રવર્તિની પૂ. સાધ્વીવર્યા શ્રી કપૂરશ્રીજી મહારાજ
માનવી જન્મે છે. જન્મવું તે કંઈ આશ્ચર્યકારી નથી; પણ જન્મીને મહાન કાર્યો કરવાં તે માનવજન્મનું સાર્થક્ય છે. આવી અનેખી માનવતાને સાક્ષાત્કાર કરવા, પિતાના જીવનને વિકસાવવા અને તે માટે જરૂરી સંયમના પંથે ચાલવા માટે જ જાણે ચરિત્રનાયિકાએ સ્થંભનતીર્થ (ખંભાત)માં જન્મ ધારણ કર્યો હતો, જ્યાં સમ્યગુદર્શનનાં પ્રતીક સમાં અગણિત જિનમંદિરો શેભી રહ્યાં છે, જયાં સમ્યગજ્ઞાનનાં પ્રતીક સમાં અતિપ્રાચીન જ્ઞાનભંડાર છે, જ્યાં સમ્યગૂ ચારિત્રના પ્રતીક સમા વિશાળ ઉપાશ્રયે છે, કે જ્યાંથી જિનવાણીનું અમૃતપાન કરીને અનેક મુમુક્ષુઓએ પ્રત્રજયા ગ્રહીને સ્વ-પરનું કલ્યાણ કર્યું અને આ નગરીને ધન્ય બનાવી. આ નગરીના એક ધર્મનિષ્ટ સુસંસ્કારી કુટુંબમાં વિ. સં. ૧૯૪૯ માં માતા મેંઘીબહેનની કુક્ષિએ એક પુત્રીને જન્મ થયે. ગુલાબના ફૂલ જેવા બે ભાઈઓ અને ત્રણ બહેને વચ્ચે લાડલી પુત્રી હાકુબહેન બાલ્યાવસ્થા વિતાવતી હતી. પૂર્વભવના સંસ્કારને સાક્ષાત્કાર કરતી દિન-પ્રતિદિન વ્યાવહારિક જ્ઞાન સાથે ધામિક અભ્યાસ કરતી હતી.
તે વખતના સંસારી રિવાજ પ્રમાણે તેર વર્ષની ઉમરે હાકુબહેનનાં લગ્ન થયાં. કિન્તુ ભવિતવ્યતાને વેગે વિધાતાએ અલ્પ સમયમાં જ સંસારનું સુખ છીનવી લીધું. છતાં કઈ પૂર્વના પુણ્ય સંસારની અરસિકતાને કારણે તે દુઃખને દુઃખ ન માનતાં, આત્માને અવનતિના પંથેથી ઉન્નતિના પંથે વાળ્યો. એ અરસામાં વડોદરાના શ્રીસંઘે સંઘસ્થવિર શાંતમૂતિ શ્રી હંસવિજયજી મહારાજ તથા પૂ. પં. શ્રી સંતવિજયજી મહારાજની નિશ્રામાં ઉપધાન તપની આરાધના કરવી. તે વખતે હાકુબેન પણ ઉપધાન તપની ભાવના જાગ્રત થતાં, માતાપિતાની અનુજ્ઞા મેળવીને તેમાં જોડાયાં. ઉપધાનતપરૂપ સંયમની વાનગી ચાખીને સંયમની ભાવનાને અતિ દઢ કરી, કુમળી વયે ધર્મના રંગમાં ઓતપ્રેત બનાવી. તેમનાં હિતચિંતક પૂ. દાદીમાની પ્રેરણાથી તેમને પ્રોત્સાહન મળતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org