________________
શાસનનાં મણીરત્ન ]
[ પપ૧
ચાતુર્માસ બાદ બાદ, પૂ. શ્રી નેમવિજયજી મહારાજ ગુજરાતમાં પધાર્યા. માતા હરિબા નારથી વંદન કરવા આવ્યાં. દર્શન કરીને પુત્રનું તેજ જોઈને ગદ્ગદિત થઈ ગયાં. અને કહેવા લાગ્યાં કે, “હું તે એકલી પડી ગઈ.” પછી દીકરીના સમાચાર પૂછડ્યા તે જાણવા મળ્યું કે દાનશ્રીજી મહારાજ પટ્ટી (પંજાબ)માં છે. હરિબા પંજાબ ગયાં. પુત્રીને જોઈ તેમને પણ દીક્ષાની ભાવના જાગી. માતાજીનું ત્રણ પૂરું કરવા તેમને ૧૯૫૭ માં દીક્ષા આપી, અને ક્ષમાશ્રીજી નામ આપી પૂ. શ્રી દેવશ્રીજી મહારાજનાં શિષ્યા બનાવ્યાં. ધન્ય માતા ! ધન્ય પુત્રી ! ધન્ય ત્યાગ!
બીજુ ચાતુર્માસ અમૃતસરમાં કર્યું. પૂ. દેવશ્રીજી મહારાજ તથા પૂ. દાનશ્રીજી મહારાજના અથાગ પ્રયત્નોથી ત્યાં બહેનોમાં ધાર્મિક સંસ્કાર જાગ્રત થયા. માલેર–કેટલામાં પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાથી પર્યુષણ વ્યાખ્યા આપ્યાં. સર્વત્ર જ્ઞાન સાથે આનંદ વ્યાપી ગયો. ત્યાર બાદ પૂ. દાનશ્રીજી મહારાજની તબિયતની પ્રતિકૂળતાના કારણે પંજાબથી ગુજરાત પધાર્યા. ત્યાં વિદ્વાન મુનિરાજશ્રી વલ્લભવિજયજી મહારાજનાં વ્યાખ્યાનશ્રવણને લાભ મળે. પૂ. ગુરુદેવે કહ્યું કે અભ્યાસમાં ખૂબ લક્ષ રાખશે. શ્રાવિકા બહેનોમાં જ્ઞાનપ્રચાર અને ધર્મભાવનાની વૃદ્ધિ કરશો. પૂ. ગુરુદેવની આજ્ઞા તહત્તિ કરી. વિહાર કરતાં બીકાનેર પધાર્યા. ત્યાં કોચર કુટુંબનાં રંભાબહેનને રીક્ષા આપી પોતાનાં પ્રથમ શિધ્યારૂપે રતનશ્રીજી નામે ઘેષિત કર્યા. ત્યાંથી પાલનપુર પધા. ગામમાં પ્લેગ ચાલતો હતો. તેથી નવાબસાહેબે નગરમાં જવાનો નિષેધ કર્યો. પૂ. નાનશ્રીજી મહારાજે કહ્યું કે મંદિરનાં દર્શન કરીને આગળ જવું છે. નવાબે રજા આપી. મંદિરનાં દર્શન ભક્તિભાવથી કર્યા. બીજા દિવસથી પ્લેગ ઓછો થઈ ગયા ! નવાબસાહેબ ચક્તિ થઈ ગયા. આ છે ગુરુદેવના નામ અને સાધ્વીજીની ભાવનાનો ચમત્કાર ! નવાબસાહેબનું મસ્તક ત્યાગીના ચરણમાં ગ્ન પડ્યું. ત્યાંથી દાદાને ભેટવા પાલીતાણા ગયાં. વર્ષોની ભાવનાની પરિપૂતિ કરીને તૃપ્ત ધાં.
વિ. સં. ૧૯૯૦ની આ વાત છે. સહુ ચરીની માંડલીમાં બેઠાં હતાં. પૂ. દાનશ્રીજી મહારાજે પૂ. ગુણીશ્રી દેવશ્રીજી મહારાજને જ્ઞાનાભ્યાસ માટે વિજ્ઞપ્તિ કરી છે. ભરૂચમાં પૂ. ન્યાયાંભેનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર મહારાજના અનન્ય ભક્ત, સિદ્ધાંતના અભ્યાસી અનુપચંદભાઈ શેઠ રહે છે. મિગ્રંથ, લેકપ્રકાશ વગેરે પ્રકરણના જ્ઞાતા છે. તો સ્થિરતા કરી અભ્યાસ કરવાની ભાવના વ્યક્ત કરી. પૂ. દેવશ્રીજી મહારાજ પરિવાર સાથે ભરૂચ આચાં ૧૦ મહિનાની રિ પૂર્વક જ્ઞાનાભ્યાસ કરી વિદાય થયાં. દરમિયાન બીકાનેરના કેચર કુટુંબનાં વાસંતીબહેને અને ખેડાના ગજરાબેનને દીક્ષા પ્રદાન કરી. વસંતશ્રીજી અને શાંતિશ્રીજી નામે પૂ. દાનશ્રીજી મહારાજનાં શિખ્યા બન્યાં.
કઈ પણ ભૂમિને પ્રભાવ પ્રત્યેક વ્યક્તિ પર પડે છે. બે ચાતુમસ કપડવંજમાં કર્યા. ધર્મ પ્રભાવના ખૂબ કરી. ત્યાંથી કેશરિચાજીના છરી પાલિત સંઘમાં યાત્રા કરી, પુનઃ કપડવંજ ચાતુર્માસ કર્યું. દરમિયાન ઉમેટાનાં ગજરાબેન – નામ હેતશ્રીજી, કપડવંજનાં શાંતાબહેન-નામ દમયંતીશ્રીજી અને કમળાબેન – નામ કુસુમશ્રીજી ત્રણે દાનશ્રીજી મહારાજનાં શિષ્યા બન્યાં.
બીકાનેરમાં ખરતરગચ્છ, પાયચંદગચ્છ અને તપાગચ્છ હતા. પૂ. દાનશ્રીજી મહારાજે ત્રણે ગચ્છમાં શાસન પ્રભાવના કરી. એક બહેને ઉપધાન કરાવ્યા તેમાં ત્રણે ગઠોનાં ભાઈબહેનોને આરાધના કરવાની તક આપી. આ મહિનાની ઓળીનું ઉજમણું કરાવ્યું. ચાતુમાંસ બાદ ફલેધીથી પાંચુલાલજી શેઠે જેસલમેરને છરી પાલતા સંઘ કાઢયો. અમદાવાદમાં સાધુસંમેલન જેવાને તથા સાંભળવાનો અપૂર્વ લાભ મળે. સંમેલનમાં પૂ. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org