________________
શાસનનાં શમણીરત્ન ]
| [ ૫૩૭ તેમ જ જયેષ્ઠ પુત્ર મોહનભાઈનાં પણ ધમપત્ની, બે પુત્ર અને એક પુત્રીએ પ્રભુ વીરનો પંથ વહાલે .
બાલ્યવયમાં જ માતાજીને વિગ થયો હોવાથી રઈ વગેરેની જવાબદારી મોતીકરબહેનના માથે આવેલી. તેથી નાની ઉંમરથી જ સહિષ્ણુતા, સમતા, સરળતા, ભદ્રિક્તા, વગેરે ગુણો ખીલી ઊઠેલા. ધર્મશ્રદ્ધા દઢ હતી જ. ધર્મશ્રવણરુચિ પણ ઉત્કટ; એટલે ધર્મના રંગે રંગાયેલા શ્વસુરગૃહે આવ્યા પછી પણ સંયમની ભાવના દિન-પ્રતિદિન ઉત્કટ બનતી ચાલેલી.
વૈરાગ્યવારિધિ પૂજ્ય મુનિરાજશ્રી ભાનુવિજયજી મ. (હાલ પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.)નાં પ્રવચન સાંભળીને મુંબઈમાં વૈરાગી બનેલા બીજા પુત્ર ફતેહચંદે પિતાની ભાવના પત્રદ્વારા સુરતસ્થિત માતપિતાને જણાવી. આ પત્ર વાંચતાં જ મોતીકેરબહેન તે હર્ષવિભોર બની ગયાં અને મિષ્ટાન્ન રાંધીને આનંદ વ્યક્ત કર્યો. સુરતમાં ઘરઆંગણે ભવ્ય ઠાઠ સાથે ફક્તચંદને તથા બે પુત્રીઓને દીક્ષા અપાવી. ત્યારબાદ ત્રીજા પુત્ર જયંતીલાલની પણ જ્યારે દીક્ષા માટે ભાવના થઈ ત્યારે પોતાની અસ્વસ્થ તબિયત વગેરેના કારણે ચીમનભાઈ કંઈક અસંમત હતા, તે મેતીકેરબહેને એમને સમજાવ્યા: “આપણું નસીબ આપણી પાસે સલામત છે. પુત્રની આવી ઉત્તમ ભાવના છે તે શાને અંતરાય કરે ?” એ દીક્ષા થાય એ માટે તેમણે પણ ઘી, દૂધ અને સાકરને અભિગ્રહ કર્યો અને ખૂબ જ ઉલ્લાસથી દીક્ષા અપાવી.
પિતાના પતિદેવ વિ. સં. ૨૦૦૯ આસો વદ બારસના સ્વર્ગવાસ થતાં મોતીકેરબહેને પિતાની અન્ય બે પુત્રીઓ સાથે પ૭ વર્ષની ઉમરે સં. ૨૦૧૦ને મહા સુદ ૧૦ ના દિવસે પ્રત્રજ્યા અંગીકાર કરી અને બાપજી મહારાજના સમુદાયનાં વિદુષી સાધ્વી શ્રી ચન્દ્રોદયાશ્રીજીનાં શિષ્ય તરીકે સાધ્વીશ્રી મહાનંદાશ્રીજી બન્યાં. સંયમધમની અનુપમ આરાધના કરી તથા સંયમ
જીવનમાં પણ શિખરજી આદિની યાત્રા કરી. ભદ્રિતા તથા તપ-સંયમથી આત્માને ખૂબ ભાવિત કરેલ હોવાથી તેમના જીવનમાં અનેક ચમત્કારે સજાયેલા.
(૧) કલકત્તા તરફથી વિહારમાં મધ્યપ્રદેશના કે ગામમાં આવ્યા પછી ખ્યાલ આવ્યો કે આજે રસ્તામાં કોળી પરથી સ્થાપનાચાર્યજી પડી ગયા છે. અત્યંત વ્યથાથી રડવા લાગ્યાં. અનાનુપૂવી ગણવા બેઠાં ને તેનાં પાનાં ફેરવતાં તેમાં રહેલા મણિભદ્રજીના ફેટામાંથી અવાજ આવ્યો“સ્થાપનાચાર્યજીની પટલી ફલાણી દુકાને ખેડૂત વેચવા માટે આવ્યું છે, તમે જલદી લઈ આવે.” તરત ઊઠીને તે દુકાને પહોંચ્યાં તે ખરેખર એક ખેડૂત વેચવા આવેલે ને સ્થાપના મળી ગયા.
(૨) વિહારના એક ગામમાં ઉપાશ્રયમાં મણિભદ્રનું સ્થાનક હોવાથી બીજા સાધ્વીઓને ભય લાગે. સા. મહાનંદાશ્રીજીએ તે સ્થાનક પાસે બેસીને આખી રાત જાપ કર્યો. દીવામાં એટલું ઘી ન હોવા છતાં કઈ અદશ્ય રીતે આવી ઘી પૂરી ગયું ને દી આખી રાત અખંડ રહ્યો.
(૩) ૭૦ વર્ષની ઉંમરે નવસારીમાં અદ્રાઈ કરી. શ્રી ચિંતામણિ પાશ્વનાથના જિનાલયમાં બપોરે શ્રાવકેની અવરજવર ઓછી થાય ત્યારે જાપ કરવા જતાં. અઠ્ઠાઈન આઠેય દિવસ તેમણે ભગવાનની આજુબાજુ ઊભેલા નાગરાજ ધરણેન્દ્ર અને દેવી પદ્માવતીને પ્રત્યક્ષ નિહાળ્યાં હતાં.
સ. ૨૦૨૮ ના સુરતના ચાતુર્માસ બાદ મહા મહિનામાં એમનાં ગુરણી સા. શ્રી ચન્દ્રોદયાશ્રીજીએ એમને સુરતમાં સ્થિરવાસ માટે રેકી વિહાર કર્યો. એનો ત્રીજા જ દિવસે એમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org