________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૫૩પ મહા તપસ્વી : ગુણગણનિધિ : સંયમરના : પૂજ્ય સાધ્વીજી શ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજ
બહુરત્ના વસુંધરા ! આ કહેવત ઘણી જ સાર્થક છે. આ કહેવતનું કહેવું છે કે, સાગરના પિટાળમાંથી જેમ રત્ન પાક્તાં હોય છે, એમ એ રત્નના ઝગારાને પણ નિસ્તેજ બનાવી દે, એવા સપુરુષની રત્નરાશિ પણ આ ધરતી પર અવાર-નવાર ઉત્પન્ન થતી હોય છે. સતિયાનાં એ સત્ એમનું પિતાનું તો રક્ષણ કરે છે, પણ એનો પ્રભાવ અચિત્ય હોવાથી એ પ્રભાવ-તળે આવીને પૃથ્વી પણ સુરક્ષિત બની જતી હોય છે. માટે જ તે “શાંત-સુધારસ” કહે છે ધમને જ એ પ્રભાવ છે કે, મેઘમાળા વરસી જઈને ધરતીને ઠારે છે, સૂર્ય—ચન્દ્ર તિપિતાના નિયમ મુજબ ઊગે છે અને પૃથ્વીને પ્રકારની સાથે બીજું બીજું પણ મહત્ત્વનું પ્રદાન કરી જાય છે, નિરાધાર પણ આ ધરતી સ્વયં ટકે છે અને અન્યને ટેકો આપે છે. મહાસાગર માઝા મૂકતા નથી અને કુદરતી તો કૃપાળું રહે છે ! આ અને આવા અનેક પ્રભાનું મૂળ કારણ ધર્મ છે.
ધર્મ ધર્મના આધારે શુદ્ધિ-વૃદ્ધિ પામે છે. માટે અંતે તો આવી બધી-વિશ્વ-સ્થિતિના વાહક તરીકેનાં માન–સ્થાન નિષ્પાપ સંતને ફાળે જ જાય છે. આ પડતા-યુગમાં પણ એવા અનેક સંતો થઈ ગયા છે અને થઈ રહ્યા છે કે જેમના સત આગળ ભલભલાનું ભાલ-માથું ઝૂકી પડે! નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા આવા સતિયાઓની નામાવલિમાં એક પુણ્યનામ પૂ. સાધ્વીજીશ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજનું પણ છે. હજી થોડા કાળ પૂર્વે જ એઓ જમ્યાં અને હજી ખૂબ જ નજીકના કાળમાં એઓ સમાધિ-મૃત્યુને વર્યા ! સં. ૧૯૬૪ થી ૨૦૩૯ સુધીમાં પથરાયેલા એ ગુણનિધિના જીવન–ખંડમાંથી વિવિધ ગુણ—કીર્તનની અનુમોદનાનું ભાથું બાંધી લઈએ.
જેમ મેઘમાળા વરસીને પૃથ્વીને તૃપ્ત કરે છે; જેમ સૂર્ય-ચંદ્ર પ્રકાશને પૃથ્વીને ઉજજવળ કરે છે, જેમ વૃક્ષલતા–પત્રપુખ્ય ખીલીને પૃથ્વીને ઉલ્લસિત કરે છે, તેમ ધર્મરત્નો પૃથ્વીલોકને સુખ–શાતા ને આનંદ બક્ષે છે. આવી રત્નાવલિમાં એક નામ પૂ. સાધ્વીજી શ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજનું પણ છે, કે જેઓ જિનશાસનના ઇતિહાસમાં એક અસાધારણ અને અવિસ્મરણીય પુણ્યપ્રતિમા રૂપે બિરાજી રહ્યાં છે.
1 સુરતની દેસાઈ પિળમાં રહેતાં ધાર્મિક વૃત્તિવાળાં દંપતી ફુલચંદભાઈ અને મેંઘીબહેનને ત્યાં સં. ૧૯૬૪ માં એક પુત્રીરત્નનો જન્મ થયો. બાળકીનું નામ રમણબહેન રાખવામાં આવ્યું પરંતુ આ રમણ સંસારનું નહોતું; આ તે વીતરાગરસની રમણ હતી, તે નાનપણથી જ પરખાઈ ચૂક્યું હતું. કારણ કે, આઠ ચોપડીના અભ્યાસ સુધીમાં તે રમણબહેને પંચપ્રતિકમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ આદિ કંઠસ્થ કરી લીધાં હતાં; પૂજા–પ્રતિકમણથી જીવનચર્યા રંગાઈ ગઈ હતી. તે એટલે સુધી કે યોગ્ય વયે છોટુભાઈ મંછુભાઈ વીશા પોરવાડ સાથે લગ્નગ્રંથિથી જોડાવું પડ્યું ત્યાં ય તેમની સાધના-આરાધનાની વૃત્તિમાં ફેર ન પડ્યો. બલકે, છોટુભાઈ પિતે જ ધાર્મિક વૃત્તિવાળા
જીવ નીકળ્યા અને તેમણે રમણબહેનને ધર્મમાર્ગે આગળ વધવા પ્રેત્સાહિત કર્યા. પરિણામે પૂજ્યશ્રીએ ચારિત્ર-ચૂડામણિ સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સમ્યક્ત્વ મૂળ બાર વ્રતે ગ્રહણ કર્યા. સંગ્રહણી, ક્ષેત્રસમાસ, ચાર પન્નાના અભ્યાસે સંયમભાવ દઢીભૂત થયે. અંતે, સં. ૧૯૯૬ ના વૈશાખ સુદ ૧૪ ને શુભ દિને પ. પૂ. સાધ્વીજી શ્રી તારાશ્રીજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી સંયમમાર્ગનાં ચિરપ્રવાસી બન્યાં. પતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org