________________
૫૪૬ શું
પંજાબની ધરતી પર પ્રમુખ શાસનપ્રભાવિકા પ્રતિની
પૂ. સાધ્વીરત્ના શ્રી દેવશ્રીજી મહારાજ
સાંસારિક બચના અને સંબધેને! ત્યાગ કરીને ત્યાગી જીવન સ્વીકારવું એ મૃત્ર કડિન બાબત છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં લખ્યું છે કે સાધુપણું વીકારવુ એ દાતાના ચણા ચાવવા બરાબર છે, જવાળામુખીને સ્પર્શ કરવા સમાન છે. જેમ સાધુપણાના તેમ સાધ્વીપણાના સ્વીકાર પણ અતિ મુશ્કેલ છે. વળી ત્યાગમાનો સ્વીકાર જેમ કઠિન છે તેમ ઉપકારક પણ છે. આ મા` જ સ્વ-પર કલ્યાણના છે. અજ્ઞાનના તિમિરને ભેટનારા અને સ`સ્કારને સીચનારા આ માર્ગ છે.
[ શાસનનાં શ્રમણીરત્ના
એકે સમયે પજાબમાં શિક્ષણના પ્રચાર ન હતો. અજ્ઞાન અને અંધવિશ્વાસ ફેલાયેલાં હતાં. આવા સમયમાં નવસ'ચાર કરવા માટે કોઈ સુસ'સ્કારી સન્નારીની અનિવાર્યું આવશ્યકતા જણાતી હતી. પ્રકૃતિએ આ ખેાટ પૂરી કરી દીધી.જૈન નારીસમાજના સૌભાગ્યથી પદ્મબના અંબાલા હેરસાં જૈન સુસ'સ્કારથી વાસિત સુપ્રસિદ્ધ આસવાલ પરિવારમાં લાલા દેવીચંદજીના સુપુત્ર શ્રી નાનકજી ભામુકનાં ધર્મપત્ની શ્રી શ્યામાદેવીની કુક્ષીએ એક દેવી સમાન પુત્રીએ વિ. સ’. ૧૯૩૫ ના વૈશાખ સુદ ૧૦ ના પવિત્ર વસે જન્મ લીધા. માતા-પિતાએ તેમનું નામ જીવીબાઈ રાખ્યું.
જીવીબાઈમાં ડોવાળથી ઉજવળ ચારિત્રનાં દર્શન થતાં હતાં. તેઓ બાળપણથી જ ઉદાર મનનાં હતાં. રમકડાં કે ખાવાની વસ્તુ હશે હોંશે સાહેલીઓમાં વહેંચી દેતાં. કોઈપણ ચાચક ઘરની બહાર આવે તે માન આપતાં. કોઈ ગરીબ બાળકને ઠંડીમાં ધતા જુએ તા પેાતાનાં ગરમ કપડાં તેને આપી દેતાં. આમ, જીવીબાઈ એ લાડપૂર્વક--- પૂર્વક સાત વરસ પૂરાં કર્યું. બુદ્ધિની ચતુરાઈ, ધર્મમાં શ્રદ્ધા અને વ્યવહારમાં ગંભીરતાને લીધે તે સારા પ્રભાવ પાડતાં હતાં અને સમગ્ર પરિવારના સમય સુ.ાંતિમાં પસાર થઈ રહ્યો હતો.
પરંતુ સંસારમાં સુ.દુઃખ, અંધકાર-પ્રકાશ, ચડતી-પડતી આવ્યા જ કરે છે, તેમ જીવીબાઈની આઠ વર્ષની ઉમરે માતા પરલોક સિધાવ્યાં. ત્રણે હેના માતાવિહોણી ઈ ગઈ ! માતાના મૃત્યુ પછી થોડા જ સમયમાં નાની બહેનનું અવસાન થ્યુ. પિતા નાનકચ દજીને સમાજના કુરિવાજોને તાબે થઈ ને પુનર્લગ્ન કરવુ પડ્યુ. નવી માતા સસ્કારી અને પ્રેમાળ હતી. બન્ને બહેનો આનથી દિવસ પસાર કરતી હતી; ત્યાં કર વિધાતાને આ સ્થિતિ પણ ન ગમી. મેાટીબહેન અક્કીબાઈનું હૃદયરોગથી અકાળ અવસાન થયુ.. મેાટીબહેનના સહવાસ તૂટવાથી જીવીબાઈનુ ધૈય ખૂટી ગયું. સ`સાર પ્રત્યે ઉદાસીનતા છવાઈ ગઈ. તે સમયે સમાજ ઘણા રૂઢિચુસ્ત હતા. સમાજમાં બાળિવવાહ, કજોડાં લગ્ન, દહેજ, વિધવા જીવન આદિ દૂષણા ઘર કરી ગયાં હતાં; જેના પિરણામે લાલા નાનકચંદજીએ પણ પેાતાની લાડકવાયી પુત્રીનાં ૧૩ વર્ષની નાની વયમાં જ જોધાગ્રામ (લુધિયાણા) નિવાસી લાલા શે!ભામલજીના સુપુત્ર સુબામલજી સાથે લગ્ન નક્કી કર્યાં’. વિ. સ’. ૧૯૪૯ના જેઠ સુદ ૨ના અત્યંત ધામધૂમથી લગ્ન કર્યાં. જાનને સન્માનપૂર્વક વિદાય કરી. પરંતુ ત્યારે પણ વિધિની ક્રૂરતા સામે આવીને ઊભી રહી. જાન જોધાગ્રામ પહેાંચી અને બીજે જ દિવસે હૃદયરોગના હુમલાથી ચુબામલજીનું અવસાન થયું. આખા શહેરમાં હહાકાર થઈ ગયા. જીવીબાઈની સેંથીના સિદ્ર ભૂંસાઈ ગયા, એકાએક અચિંતવી ઘટનાએ જીવીબાઈ ને કારમા આઘાત આપ્યા. વિધાતાએ ૧૩ વર્ષની વયે લગ્નગ્રંથિથી જોડયાં, પણ પતિનું મુખ જોવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org